તાલાલા (ગીર)થી ઉના વાયા માધુપુર (ગીર) બસ સેવાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.14
- Advertisement -
તાલાલા ગીરથી ઉના વાયા માધુપુર ગીર ગામેથી સવાર-સાંજ એસ.ટી.બસની સવલત છે પરંતુ બપોર બાદ માધુપુર વિસ્તારમાંથી એક પણ ઉના જવાની એસ.ટી.બસની સવલત નથી જેથી ગ્રામીણ મુસાફર જનતાને ઉના જવા માટે ભારે મુશ્કેલી પડતી હોય મુસાફર જનતાની માંગણી પ્રમાણે બપોરના સમયે ઉના જવાની એસ.ટી.બસ શરૂ કરવા માંગણી ઉઠી છે.માધુપુર વિસ્તારમાંથી એસ.ટી. સતાવાળાઓને વારંવાર રજુઆત કરવા છતાં પરીણામ શૂન્ય આવતા મુસાફર જનતામાં રોષ જોવા મળે છે.માધુપુર ગીર વિસ્તારની મુસાફર જનતા વતી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી ને પાઠવેલ પત્રમાં સામાજીક યુવા અગ્રણી જીતેન્દ્રભાઈ ચોથાણી એ જણાવેલ વિગત પ્રમાણે તાલાલા-માધુપુર ગીર થઈ બપોર બાદ ઉના જવાની એક પણ એસ.ટી.બસ સુવિધા નથી માટે માધુપુર ગીર થી બપોરે 3:00 વાગ્યા આસપાસ ઉના જવાની એસ.ટી.બસ શરૂ કરવામાં આવે તો માધુપુર ગીર વિસ્તારની મુસાફર જનતાને ઘટતી પરીવહન સેવા મળી શકે તેમ હોય આ અંગે વારંવારની રજૂઆતો ધ્યાને લઈ મુસાફર જનતાને યોગ્ય ન્યાય આપવા વાહન વ્યવહાર મંત્રી સમક્ષ માંગણીકરવામાંઆવીછે.



