ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ગુજરાતમાં રખડતાં ઢોર અને રખડતાં શ્ર્વાને આતંક મચાવ્યો છે, રખડતાં ઢોરના ત્રાસની રોજ અલગ અલગ ઘટનાઓ સામે આવે છે, હવે પાલતું શ્ર્વાનના આતંકની ઘટના સામે આવી છે, મહાનગર અમદાવાદમાં એક પાલતુ શ્ર્વાને 4 માસની બાળકી પર હુમલો કર્યો જેમાં બાળકીનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમદાવાદ પોલીસે કાર્યવાહી કરતા શ્ર્વાન માલિકની ધરપકડ કરી છે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. માત્ર ચાર મહિનાની એક નાનકડી બાળકી પર પાલતુ શ્ર્વાને એવો હુમલો કર્યો કે બાળકીનું મોત નિપજ્યું. પોલીસે હવે શ્ર્વાન માલિક દિલીપ પટેલ સામે ઇગજની કલમ 106(1) અને કલમ 291 હેઠળ કાર્યવાહી કરી છે. શ્ર્વાન માલિક દિલીપ પટેલની ધરપકડ કરવામાં આવી છે. શ્ર્વાન માલિકે નિયમો નેવે મુકી લોકોના જીવ જોખમમાં મુક્યા હતા.
- Advertisement -
હાથીજણની રાધે રેસિડેન્સીમાં રોટવીલર બ્રીડના શ્ર્વાને એક નિર્દોષ બાળકી પર હુમલો કર્યો. આ ઘટના સોસાયટીના ઈઈઝટમાં કેદ થઈ ગઈ, જેમાં એક મહિલા ફોન પર વાત કરતી હતી અને શ્ર્વાન તેના હાથમાંથી છૂટીને બાળકી પર તૂટી પડ્યો. સારવાર દરમિયાન બાળકીએ જીવ ગુમાવ્યો હતો.
પાલતું શ્ર્વાન માટે કોઈ ચોક્કસ નિયમ કયારે બનાવવામાં આવશે?
ભારતમાં દર વર્ષે 18 હજારથી 20 હજાર લોકો હડકવાના કારણે મૃત્યુ પામે
ગુજરાતમાં રખડતા શ્ર્વાનોને પકડવા અને તેમની નસબંધી માટે અભિયાન ચલાવે છે, પરંતુ આ સમસ્યા હજુ પણ કાબૂમાં આવી નથી. શહેરી વિસ્તારોમાં શ્ર્વાનોની વધતી સંખ્યા માથાનો દુ:ખાવો બની છે. ત્યારે તંત્ર ક્યારે આવી ઘટનાઓ રોકવામાં સફળ થાય છે?…પાલતું શ્ર્વાન પર ક્યારે કોઈ ચોક્કસ નિયમ બનાવવામાં આવશે? ગુજરાતમાં શ્ર્વાન હુમલાની આ પહેલી ઘટના નથી. રખડતા શ્ર્વાનોનો આતંક શહેરની ગલીઓમાં રોજ વધી રહ્યો છે. WHOના રિપોર્ટ અનુસાર, ભારતમાં દર વર્ષે 18 હજારથી 20 હજાર લોકો હડકવાના કારણે મૃત્યુ પામે છે, જેમાંથી મોટાભાગના કેસ શ્ર્વાનના કરડવાના હોય છે.
- Advertisement -
શ્ર્વાન પ્રેમીઓ કયાં ગયા ?
ગુજરાતમાં દિવસને દિવસે વધી રહેલી શ્ર્વાનનાં કરડવાની ઘટનાને પગલે શ્ર્વાન પર કોઇ કાર્યવાહી કરવામાં આવે ત્યારે કહેવાતા શ્ર્વાન પ્રેમીઓ શ્ર્વાનને બચાવવા ઉતરી પડે છે. પરંતુ જયારે આવી દુર્ઘટના બને છે ત્યારે કયાં છૂપાઇ જાય છે શ્ર્વાન પ્રેમીઓ તે ખબર પડતી નથી.
રાજકોટમાં પણ કૂતરાંઓનો આતંક વધ્યો
શહેરમાં એક વર્ષમાં 12,000 લોકોને બચકાં ભર્યાં!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં મહાનગરપાલિકા કુતરાના આતંકથી બચાવવા પાછળ વર્ષ દરમિયાન એક કરોડનો ખર્ચ કરે છે. આમ છતાં સ્વાનનો આતંક ઘટવાના બદલે સતત વધી રહ્યો છે. જોકે કુતરા કરડવા પાછળના અલગ અલગ કારણો પણ છે. જેમાં કેટલાક અંશે બદલતી ઋતુ જવાબદાર છે તો કેટલાક અંશે લોકોની હરકત પણ જવાબદાર હોય છે.
રાજકોટમાં રખડતા શ્ર્વાનનો આતંક વધ્યો છે. માત્ર જાન્યુઆરી મહિનામાં જ 1000 કરતા વધુ લોકોને શ્ર્વાને શિકાર બનાવ્યા છે. એક વર્ષ દરમિયાન 12,000 જેટલા લોકોને બચકાં ભરી લીધા છે. ગયા વર્ષ કરતા 3% જેટલો કુતરા કરડવાના કિસ્સામાં વધારો થયો છે. રખડતા શ્ર્વાનથી લોકોને બચાવવા માટે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે એક કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે. જેમાં વ્યધીકરણ, રસીકરણ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે. જ્યાંથી પણ લોકોની ફરિયાદ આવે છે ત્યાં સ્ટાફ જેને કામગીરી કરતો હોય છે.