રાજકોટ – ‘‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાહેંધરી યોજના–મનરેગા’’ અન્વયે ગ્રામીણ કુટુંબોને વર્ષ દરમિયાન ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં ૩૬૦૫.૫૬ લાખનો ખર્ચ થયો છે. તેમજ ૧૯.૯૪ લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થયેલ છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાત મુજબની લોકઉપયોગી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય છે.
શ્રમિકોને ‘‘મનરેગા’’ યોજના હેઠળ કરેલ કામ માટે પ્રતિ દિન રૂ. ૨૨૯ ચૂકવવામાં આવે છે. કામ કરવા ઇચ્છતા કુટુંબો માટે જોબકાર્ડ અને માગણી કર્યાના ૧૫ દિવસમાં રોજગારી પૂરી પાડવામાં આવે છે. આ યોજનામાં રહેઠાણના પાંચ કિમી અંતરમાં કામ આપવામાં આવે છે.
- Advertisement -
આ યોજના અંતર્ગત સામૂહિક વનીકરણ, જમીન સુધારણા, તળાવ ઉંડા ઉતારવા સહિતના કામો તથા વ્યકિતગત કામો જેવા કે કેટલ શેડના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો, ખેત તલાવડીના કામો, કુવા રીચાર્જ, વર્મી કમ્પોસ્ટ વિગેરે જેવા કામો હાથ ધરવામાં આવે છે.



