ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
આથી દરેક સનાતની હિન્દુ ભાવિક ભક્તજનો તથા આઈમાના સેવકોને જણાવતા આનંદ થાય છે કે મોણિયાવાળા આઈશ્રી નાગબાઈમા આજથી લગભગ આશરે સાડા પાંચસો વર્ષ પહેલાં જ્યારે હેમાળે (હિમાલયમાં) હાડ ગાળવા માટે (યાત્રાએ) નીકળ્યા હતા ત્યારે લોકવાયકા મુજબ અને અમારા વડીલોના કહેવા અનુસાર રાજકોટના માધાપર ગામે લીમડાના ઝાડ નીચે બેસીને વિસામો લેવા રાતવાસો કરવા રોકાયા હતા તે આઈ શ્રીનાગબાઈમા માધાપરના વિસામા ખાતે આટલા વર્ષોમાં પ્રથમ વખત જ આઈમાની આજ્ઞા અને ઈચ્છા અનુસાર શ્રીમદ્ દેવીભાગવતનું ચૈત્રી નવરાત્રિ દરમિયાન માના પરમ ઉપાસક પ્રખર વિદ્વાન વક્તા દેવેન્દ્રસિંહ ઝાલાબાપુ (ઈંગોરાળા)ના વ્યાસાસને તા. 30-3-25 ને રવિવારથી તા. 7-4-25 ને સોમવાર એમ નવ દિવસ સુધી દરરોજ સાંજે ચારથી સાત વાગ્યા સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ તા. 7-4-25 ને સોમવારે રાત્રે દસ વાગ્યે લોકડાયરાના અડાબીડ કલાકાર હરેશદાન સુરુ તથા કવિ દાદ બાપુના દીકરા જીતુભાઈ ગઢવી તથા લોકગાયક નારુભા ગઢવી પોતાની સાહિત્યકલા પીરસી લોકડાયરાની મોજ કરાવશે જેનો દરેક ભાવિક ભક્તજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લેવા માધાપર ગામ સમસ્ત તથા માધાપર ગામ ગોપીમંડળ તથા દોલુભા ડોડીયા, ઘોઘુભા જાડેજા, કિરીટસિંહ ડોડીયા, પૃથ્વીરાજસિંહ વાળા, દિપકસિંહ વાળા, દકુભાઈ, સુમીતભાઈ સોલંકી, સિદ્ધરાજસિંહ વાળા સમસ્ત ચારણ ગઢવી સમાજ પ્રમુખ પ્રકાશભાઈ ગઢવી, સરપંચ ચનાભાઈ મોલીયા, મુકેશભાઈ ઝાલાવાડીયા, દિનેશભાઈ ઢોલરીયા, વશરામભાઈ વેકરીયા, મુકેશભાઈ ગઢવી, જશુભાઈ ગઢવી, ભુપતભાઈ ગઢવી, સુરેશભાઈ મોલીયા, અજયભાઈ મોલીયા, નીતિનભાઈ, જગદીશભાઈ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માહિતી માટે કિરીટસિંહ ખોડુભા ડોડીયા મો.નં. 9426685041 પર સંપર્ક કરવા જણાવાયું છે.
રાજકોટના માધાપરમાં નાગબાઈમાના વિસામા ખાતે રવિવારથી શ્રીમદ્દ દેવીભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન



