FSSA – 2006 અન્વયે શ્રાવણ માસમાં ફરાળી ખાદ્યચીજના લેવાયેલ કુલ – ૪ નમુના.
- ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે એજ્યુડીકેટીંગ ઓથોરીટી દ્વારા થયેલ હુકમ:
- સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ કુલ ૩ (ત્રણ) ફૂડ સેમ્પલના કુલ જવાબદારોને કુલ મળીને રૂા.૨,૯૫,૦૦૦/- નો દંડ થયેલ

- Advertisement -
- નમુનાની કામગીરી:-
શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો વિશેષ ઉપયોગ થતો હોય, ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) ફરાળી કુકીઝ (લુઝ) સ્થળ: અમૃત ફુડ્સ, (Twilicious Bekery), પ્લોટ નં ૨૮, તાલુકા પોલીસ સ્ટેશન સામે, સિતારામ પાર્ક કો.ઓ. સોસાયટી, મોટા મૌવા, કાલાવડ રોડ (૨ ) ગાય છાપ રાજગરા લોટ (૫૦૦ ગ્રામ પેક્ડ) સ્થળ:- બાલાજી એન્ટરપ્રાઇઝ, (સેલ પોઇન્ટ સુપર માર્કેટ) ક્લ્યાણ પાર્ટી પ્લોટ સામે, શાસ્ત્રીનગર પાસે, નાના મૌવા મે. રોડ (૩) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- રસિકભાઇ ચેવડાવાળા, લીમડા ચોકદ્ (૪) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- જોકર ગાંઠીયા, દુકાન નં ૫, પંચનાથ કોમ્પલેક્ષ, પંચનાથ મંદિર નજીક, લીમડા ચોક લીધેલ છે.

- એજ્યુડીકેટીંગ ઓથોરીટી દ્વારા કરવામા આવેલ દંડની વિગત :-
- રાજકોટ શહેરના જુના માર્કેટિંગ યાર્ડમાં આવેલ “ગિરિરાજ એન્ટરપ્રાઇઝ”,માંથી લીધેલ ખાદ્યપદાર્થ: ” Rangoli’ Coriander Cumin Powder (500g પેક)” માં કલર તેમજ સ્ટાર્ચની હાજરી કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો ” સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર શ્રી પ્રકાશભાઇ પ્રવિણભાઇ આભાણી (નમૂનો આપનાર FBO તથા અન્યને) કુલ મળી રૂ.1,15,000/- નો દંડ ફરમાવેલ છે.
- રાજકોટ શહેરના જુના માર્કેટિંગ યાર્ડમાં આવેલ “ગિરિરાજ એન્ટરપ્રાઇઝ”,માંથી લીધેલ ખાદ્યપદાર્થ: “Rangoli’ Turmeric Powder (500g પેક)” માં હેવી મેટલ્સની હાજરી હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો ” સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર શ્રી પ્રકાશભાઇ પ્રવિણભાઇ આભાણી (નમૂનો આપનાર FBO તથા અન્યને) કુલ મળી રૂ.1,15,000/- નો દંડ ફરમાવેલ છે.

- Advertisement -
- રાજકોટ શહેરના જૂનુ માર્કેટીંગ યાર્ડ મુકામે આવેલ “જય ખોડીયાર ટ્રેડર્સ” દ્વારા સંગ્રહ કરેલ ખાદ્યપદાર્થ: “મહાલક્ષ્મી ગ્રાઉન્ડનટ ઓઇલ (પેક્ડ)” માં આયોડીનનું પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો “મિસબ્રાન્ડેડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદારો સમીરભાઇએ મોરાણી (નમૂનો આપનાર FBO તથા અન્યને) કુલ મળી રૂ.65,000/- નો દંડ ફરમાવેલ છે.

- ફરાળી ખાદ્યચીજમાં કરેલ ચકાસણીની વિગત :-
શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય પ્રિપેર્ડ ખાદ્યચીજ નમુના ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ.
| ક્રમ | FBOનું નામ | સરનામું | રીમાર્ક્સ |
| ૧ | રસિકભાઇ ચેવડાવાળા | લીમડા ચોક | – |
| ૨ | પ્રણામી ફરસાણ | રૈયા રોડ | – |
| ૩ | શ્રી હરિ નમકીન | કોટેચા ચોક | – |
| ૪ | બાલાજી ફરસાણ | રૈયા રોડ | – |
| ૫ | જોકર ગાંઠીયા | લીમડા ચોક | – |
| ૬ | શ્રીજી નાસ્તા ગૃહ | લીમડા ચોક | – |
| ૭ | મધુભાઇ ચેવડાવાળા | લીમડા ચોક | – |
| ૮ | ભરતભાઇ ફરાળી ખીચડીવાલા | લીમડા ચોક | – |
| ૯ | કચ્છ ખાવડાવાળા | લીમડા ચોક | – |
| ૧૦ | શિવ પેટીસ | લીમડા ચોક | – |
| ૧૧ | જય શ્રી ખોડિયાર સ્વીટ સેન્ટર્સ | જાગનાથ પ્લોટ | – |
| ૧૨ | પાયલ ડેરી ફાર્મ | અમીનમાર્ગ | – |
| ૧૩ | રચિત ઇટરી | અમીનમાર્ગ | – |
| ૧૪ | ઠક્કર ફરસાણ | રૈયા રોડ | – |
| ૧૫ | ભારત ડેરી ફાર્મ | યુનિવર્સિટી રોડ | – |
| ૧૬ | બાલાજી ફરસાણ | નાના મૌવા રોડ | – |
| ૧૭ | શ્યામ પેટીસ | વિદ્યાનગર મે.રોડ | – |
| ૧૮ | અંબિકા ફરસાણ | કોટેચા ચોક | – |
| ૧૯ | શ્રીનાથજી ડેરી ફાર્મ | નાના મૌવા રોડ | – |
| ૨૦ | શ્યામ ડેરી ફાર્મ | પંચવટી મે. રોડ | – |


