તા.૨૦ અને ૨૧ ઓગષ્ટના કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાજીની જન આશીર્વાદ યાત્રાના ભાગરૂપે જીલ્લાના કાર્યકરોમાં ધમધમાટ.
કેન્દ્રીયમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાજીની પત્રકાર પરિષદનું સવારે ૮.૩૦ કલાકે સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ અખબારી યાદીમાં જણાવે છે કે, રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના અધ્યક્ષ સ્થાને રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય“કમલમ” ઢેબર રોડ ખાતે “જન આશીર્વાદ યાત્રા” અંતર્ગત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપમંત્રી પંકજભાઈ ચૌધરી, મ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ કિશાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ, જન આર્શીવાદ યાત્રાના ઇન્ચાર્જ પ્રકાશભાઈ પટેલ, વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, જુબીનભાઈ આસર, જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા સહીતના જીલ્લા ભાજપાના હોદેદારો તથા રાજકોટ, લોધિકા, કોટડાસાંગાણી, જસદણ શહેર તથા જસદણ તાલુકાના પ્રમુખ, મહામંત્રીઓ તેમજ જીલ્લા તથા મંડલના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
આ બેઠકના મુખ્ય મહેમાન ધનસુખભાઈ ભંડેરી તથા હિતેશભાઈ પટેલના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરીને બેઠકની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદમ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તથાપ્રદેશ ભાજપમંત્રી પંકજભાઈ ચૌધરી, પ્રદેશ કિશાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ તથા જન આર્શીવાદ યાત્રાના ઇન્ચાર્જ પ્રકાશભાઈ પટેલનુ કેશરીયા ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ધનસુખભાઈ ભંડેરી તથાહિતેશભાઈપટેલએ જણાવ્યું હતું કે,તા.૧૫ ઓગષ્ટ ભારતના સ્વાતંત્ર્ય દિવસથી તા.૨૧ ઓગષ્ટ સુધીમાં કોઈપણ ૩ દિવસ દરમ્યાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નદ્દાજીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં નવનિયુક્ત મંત્રી ઓ તેમના કાર્યક્ષેત્રોમાં “જન આશીર્વાદ યાત્રા” દ્વારા પ્રવાસ કરીને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોને જન-જન સુધી પહોચાડવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આયોજનની વ્યવસ્થા બાબતે વિસ્તૃતમાં માહિતી આપતા કહ્યું હતું કે, કેન્દ્રીયમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના પ્રવાસ યાત્રા રૂટમાં તમામ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ, બેનરો, પત્રિકાઓ થકીપ્રચાર-પ્રસાર કરવો. ઉપરાંત પ્રેસ-મીડિયા, આઈ.ટી.સોશ્યલ મીડિયા લાઈવ પ્રસારણ દ્વારા પ્રચાર-પ્રસાર તેમજ સ્થાનિક વિસ્તારોના વરિષ્ઠ આગેવાનો, ઉદ્યોગપતિઓ, સમાજનાશ્રેષ્ઠીઓ, જ્ઞાતિ મંડળો, રાસ મંડળો, સરપંચો, સાધુ,સંતો, મહંતો તથા કુવારીકાઓ-બાળાઓ દ્વારા જન આર્શીવાદ યાત્રાનું સ્વાગત, સન્માન, પૂજા થાય તેવા સુચારુ આયોજનો કરવા તેમજ યાત્રાના રૂટ ઉપર ભવ્ય આકર્ષક ડેકોરેશન કરવા તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદો, રાજકીય આગેવાનોની પ્રતિમાઓને પુષ્પાંજલિ કાર્યક્રમો યોજવા તથા ભાજપા યુવા મોરચા દ્વારા બાઈક રેલીઓ યોજીને ભાજપાના તમામ સંગઠનના કાર્યકર્તાઓએ જન-જન સુધી સરકારના વિકાસલક્ષી કામગીરીની તેમજ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નિર્ણયો ઉપરાંત આત્મનિર્ભર યોજના, રોજગાર યોજના, મહિલા કલ્યાણલક્ષી યોજના, કૃષિ ક્ષેત્રે વિવિધ કલ્યાણકારી યોજનાઓની પત્રિકાઓ, બેનરો, હોર્ડિગો દ્વારા સરકારની સફળતાઓનોપ્રચાર-પ્રસાર કરવા તેમજ ભાજપાના તમામ પરિવાર ક્ષેત્રના લોકો જન આશીર્વાદ યાત્રામાં ઉપસ્થિત રહેવું, તેવું સુચારુ આયોજન કરવા અંગેની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી તેમજ કેન્દ્રીયમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાજીની પત્રકાર પરિષદનું સવારે ૮.૩૦ કલાકે સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતેઆયોજન કરવામાં આવેલ છે.

- Advertisement -
આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા કાર્યાલય પ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત,સહ-કાર્યાલયમંત્રી વિવેક સાતા, કિશોર ચાવડાએ કરી હતી.


