ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય “કમલમ” કોબા, ગાંધીનગર ખાતે“રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નદ્દાજીના નિર્દેશાનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારમાં ૪૩ નવનિયુક્ત મંત્રીઓ દ્વારા સ્વતંત્ર દિવસ ૧૫ ઓગષ્ટથી તા.૨૧ ઓગષ્ટ સુધીમાં કોઇપણ ૩ દિવસ દરમ્યાન તેઓના મતક્ષેત્રોમાં “જન આર્શીવાદ યાત્રા”ના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ છે. જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ, રાજકોટ જીલ્લા ભાજપા સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા તથા રાજકોટ જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા ગાંધીનગર કાર્યાલય ખાતે બેઠકમાં હાજરી આપશે. તેમ રાજકોટ જીલ્લા ભાજપા મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ જણાવેલ છે.




