સ્થાનિક પોલીસે ગણતરીની કલાકોમાં જ તમામ હત્યારાઓને ઝડપી લીધા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
ચોટીલા તાલુકાના પીપરાળી ગામે વિપુલભાઈ સાકરીયા નામના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી આ યુવાન પણ અગાઉ દુષ્કર્મ કેસમાં દશ વર્ષની તષફ ભોગવી ચૂક્યો હતો અને ત્રણેક મહિના આગાઉ જ જેલમાંથી બહાર આવતા પોતાના જ કૌટુંબિક દ્વારા યુવાનને જાહેરમાં રહેશો નાખો હતો આ હત્યાના બનાવમાં મૃતક યુવાનના અન્ય બે ભાઈઓને પણ ઇજા પામી હતી જ્યારે હત્યારા ઈસમો નાશી છૂટયા બાદ પોલીસને હત્યાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી અને મૃતકના ભાઈની ફરિયાદના આધારે એક મહિલા સહિત કુલ પાચ ઈસમો વિરુધ ગુન્હો નોંધાયો હતો. આ તરફ પોલીસે હત્યામાં સંડોવાયેલ ઇસમોની શોધખોળ આદરી ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા જેમાં ચોટીલા પોલીસ મથકના પીઆઇ આઇ.બી.વળવી દ્વારા ટીમ બનાવી જુદી જુદી જગ્યા પર દરોડો કરી ભાવાભાઈ બીજલભાઈ સાકરીયા, સુરેશ ઉર્ફે સુરો ભાવાભાઇ સાકરીયા, થોભણભાઈ મેરાભાઈ સાકરીયા, શાંતાબેન ભવાભાઈ સાકરીયા તથા લાલાભાઈ નારાયણભાઈ મેરને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



