કલેક્ટરે ગામના વિવિધ પ્રશ્ર્નો સાંભળી તેનું નિરાકરણ લાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.19
સમગ્ર દેશમાં અત્યારે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ’પ્રશાસન ગાંવ કી ઔર’ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જિલ્લાના અંતરિયાળ ગામો સુધી પહોંચીને ગામ લોકોને સમસ્યાઓને સાંભળી તેના નિરાકરણની દિશામાં કાર્ય કરવાના છે.
- Advertisement -
જે અંતર્ગત જિલ્લા કલેક્ટર સૂત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ગામ લોકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણની દિશામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી પહેલી હકારાત્મક પહેલોની જાણકારી આપીને સંબંધિત પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે તેઓ વિશ્વાસ ઉપસ્થિત ગ્રામજનોને અપાવ્યો હતો. સૂત્રાપાડા તાલુકાનું ટીંબડી ગામે આયોજિત ગામ સભામાં ગામના નાગરિકોએ ગૌચરના દબાણો, બસ સ્ટેન્ડ આસપાસના દબાણો,જિલ્લા આયોજન હેઠળના કામો ત્વરિત કરવા માટેની રજૂઆતો કરી હતી.



