રોજગાર દિન નિમિત્તે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતીમાં સરકારી તેમજ તાલીમી ઉમેદવારોને નોકરીના નિયુક્તિપત્રો અપાશે
કોવીડ-૧૯ના સમય દરમિયાન ઓનલાઇન ભરતી મેળાઓ યોજી રોજગાર વાંચ્છુઓને ઘરબેઠા રોજગારીની તકો ઉપલબ્ધ કરાવાઇ હતી.
રાજકોટ – રાજ્ય સરકાર દ્વારા યુવાઓને રોજગાર મળી રહે તે માટે ભરતી મેળાઓ થકી વિવિધ સરકારી વિભાગો તેમજ ખાનગી ક્ષેત્રમાં નોકરીની વિપુલ તકો ઉપલબ્ધ કરાવાઇ છે. રાજકોટ જિલ્લા રોજગાર કચેરીના નિયામક ચેતન દવેના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ માસમાં જ ૬,૭૪૫ જેટલી જગ્યાઓ પર ઉમેદવારોની નિયુક્તિ કરવામાં આવી છે એટલુંજ નહીં કોરોના સમય દરમ્યાન પણ ઓનલાઇન ભરતી મેળાઓ યોજી રોજગાર વાચ્છુંઓને ઘરબેઠા રોજગારીને તકો ઉપલબ્ધ કરાવાઇ હતી. આમ રાજય સરકારની “હર હાથ કો કામ” અભિયાનને પરીપુર્ણ કરવા પ્રયાસો કરાયા છે.
આવતીકાલે રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજયવ્યાપી શરૂ કરાયેલા સેવાયજ્ઞના છઠ્ઠા દિવસે રોજગાર દિન નિમિત્તે રાજયના મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતીમાં વિવિધ ક્ષેત્રે ભરતી પામેલ ઉમેદવારોને નીમણુંક પત્રો એનાયત કરાશે.
- Advertisement -
શ્રમ અને રોજગાર વિભાગના રોજગાર વિનિમય કચેરીના માધ્યમથી ખાનગી એકમોમાં ૩,૨૨૮, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત આઇ.ટી.આઈ.ના સહયોગથી ૫૭૨, નાયબ શ્રમ આયુક્તની કચેરીના લાયસન્સની મેનપાવર કોન્ટ્રાકટ દ્વારા ૧૬૨૧, શિક્ષણ વિભાગમાં મદદનીશ શિક્ષકો – માધ્યમિક વિભાગમાં ૮૫ શિક્ષકો, ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં કેમ્પસ ઈંન્ટરવ્યુ દ્વારા પસંદગી પામેલ ઉમેદવારો પૈકી ૪૦૭, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (એપ્રેન્ટીસ તેમજ આર.એમ.સી.માં કાયમી મળીને) ૩૨૨, ઉદ્યોગ અને ખાણ વિભાગ એકમોમાં ૪૨૩, નર્મદા જળ સંચય વિભાગમાં મદદનીશ ઇજનેર સિવિલની ૮, આરોગ્ય વિભાગમાં ૮૭, રાજ્યવેરા નિરીક્ષકમાં ૧ તેમજ સંયુક્ત ખેતીવાડી નિયામકમાં ૧ મળીને કુલ ૬,૭૪૫ રોજગાર રોજગારવાંચ્છુકો યુવાનોની નિયુક્તિ કરવામાં આવી હોવાનું નિયામક ચેતન દવેએ જણાવ્યું છે.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૦-૨૧ માં ૬૯ ઓનલાઇન ભરતી મેળાઓ દ્વારા ૩૫૧૪ લોકોનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે. તજજ્ઞોને નિમંત્રિત કરી ૪૭ જેટલા કારકિર્દી લક્ષી વેબિનાર યોજવામાં આવ્યા હતા જેમાં ૪૩૪૮ લોકોએ લાભ લીધો હતો. ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટની તકો અંગે ૭૮ જેટલા સેમિનારો દ્વારા ૪૭૯૮ જેટલા લાભાર્થીઓએ વિદેશમાં નોકરીની તકો અંગે માહિતી પ્રાપ્ત કરી હતી.


