રાજકોટ દાઉદી વ્હોરા સમાજના બીઈંગ યુનાઇટેડ (એનજીઓ) અને પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આગામી તા.૧ ઓગસ્ટ રવિવારના રોજ રાજકોટ શહેરમાં સવારે નવ વાગ્યાથી બપોરના એક વાગ્યાં સુધી વિનામૂલ્યે એક દંતયજ્ઞ યોજાશે આ દંતયજ્ઞમાં શહેરના જાણીતા તબીબ ડો. અબ્બાસ કે માંકડા, ડો.મહંમદી ઝેડ ભારમલ પોતાની સેવા આપશે આ અંગે કેમ્પના આયોજક અને રાજકોટમાં સેવા અંગે જબરું કાઠું કાઢનારા બીઈંગ યુનાઇટેડ એનજીઓ સંસ્થાના ઇબ્રાહિમભાઈ સોની (મો.9979794559) અને પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ (મો.9824291696)એ જણાવ્યું હતું કે શહેરમાં રક્તની જરૂરિયાતને ધ્યાને લઈ બન્ને સંસ્થાઓએ દંતયજ્ઞની સાથોસાથ રક્તદાન કૅમ્પનું પણ આયોજન સરસ્વતી સ્કૂલ એરપોર્ટ,મારુતિનગર રાજકોટ અને પૂ શ્રી રણછોડદાસબાપુ શાળા નંબર ૧૫ રણછોડનગર ૧૦ રાજકોટ ખાતે કરેલ છે તો સ્વૈચ્છિક સંસ્થાઓ અને રક્તદાતાઓએ ઉમટી પડવા અપીલ કરી છે રાજકોટમાં રવિવારે યોજાનારા આ બન્ને કેમ્પ સફળ બનાવવા બીઈંગ યુનાઇટેડ એનજીઓ અને પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો અથાક જહેમત ઉઠાવી રહ્યાં છે.
– હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


