ડી.એચ. કોલેજનાં ગ્રાઉન્ડમાં નવરંગી રોશની વચ્ચે માતાજીની આરાધના
સરગમ લેડીઝ કલબના સુંદર આયોજન ઉપર મહેમાનો આફરીન : મહાનુભાવોના હસ્તે બહેનોને રોજેરોજ લાખેણા ઇનામો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પ્રથમ નોરતે આરતીનો લાભ વજુભાઈ વાળા (પૂર્વ રાજ્યપાલ કર્ણાટક), કેબીનેટ મંત્રી બાનુબેન બાબરીયા, સાંસદ સભ્ય રામભાઇ મોકરીયા, ગુજરાત ક્રોગ્રેસ પ્રદેશ અગ્રણી મહેશભાઇ રાજપુત, મનીષભાઈ માડેકા (રોલેક્ષ કંપની – ચેરમેન) આ તમામ મહાનુભાવોના હસ્તે આરતી કરવામાં આવી હતી.
- Advertisement -
આજના ઇનામો યુ.કે. બ્રાભરણીયા (ઙજઈં), અમિતભાઈ ગોહેલ,, ઘનશ્યામભાઈ પરસાણા, કાશ્મીરાબેન નથવાણી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, સુધાબેન ભાયા, અલકાબેન કામદાર, ભાવનાબેન બગડાઈ, માયાબેન પટેલ, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે વગેરે મહાનુભાવો ના હસ્તે વિજેતાઓને ઈનામ આપવામાં આવેલ.
સરગમ લેડીઝ કલબ દ્વારા આયોજિત ગોપી રાસોત્સવમાં રોજેરોજ જમાવટ થઇ રહી છે. માતાજીના પરંપરાગત ગરબા ઉપર મોટી સંખ્યામાં બહેનો થીરકી રહી છે અને આટલા વિશાળ અને સુંદર આયોજનને નિહાળવા માટે મહાનુભાવો ઉમટી રહ્યા છે. આ રાસોત્સવમાં વિજેતા બહેનોને રોજેરોજ લાખેણા ઇનામો આપવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા, રાજભા ગોહેલ, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભઇ શેઠ, મનસુખભાઇ ધંધુકિયા, રમેશભાઈ અકબરી, જયસુખભાઇ ડાભી, મનમોહનભાઈ પનારા, પ્રફુલ્લભાઈ પરમાર તેમજ લેડીઝ ક્લબના જસુમતીબેન વસાણી, અલકાબેન ધામેલિયા, ચેતનાબેન સવજાણી, હેતલબેન થડેશ્વર, વૈશાલીબે શાહ, આશાબેન ભૂછડા, મિતલબેન ચગ તથા લેડીઝ ક્લબ અને જેન્ટ્સ ક્લબના બને કમીટી મેમ્બરો જહેમત ઉઠાવે.