આપત્તિજનક વીડિયો વાયરલ થયા બાદ ઉત્તરપ્રદેશની પોલીસ કર્મચારી પર કાર્યવાહી
અનુ રાણીના વાયરલ કથિત વિડીયોઓએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી
- Advertisement -
અનુ રાણીનો વાયરલ વીડિયો અસલી છે કે તેની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી છે, તેની ઝીણવટભરી તપાસ સાયબર સેલની ટીમ કરી રહી છે
ઉત્તરપ્રદેશના મેરઠના બહુચર્ચિત ‘બ્લુ ડ્રમ’ કેસની આરોપી મુસ્કાનની ધરપકડ કરનાર મહિલા સબ-ઇન્સ્પેક્ટર અનુ રાનીનો સોશિયલ મીડિયા પર આપત્તિજનક વીડિયો વાયરલ થયા બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ ઘટના બાદ ઉત્તરપ્રદેશ પોલીસમાં રીલ્સ બનાવવાના નિયમો અને સંબંધિત અધિકારી સામે થઈ શકતી સંભવિત કાર્યવાહીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ઘટનાની વિગત મહિલા સબ-ઇન્સ્પેક્ટર અનુ રાનીએ ઇન્સ્ટાગ્રામ લાઈવ સેશન દરમિયાન એક આપત્તિજનક વીડિયો શેર કર્યો હોવાનું સામે આવ્યું હતું. ત્રણ દિવસ પહેલાં એક યુટ્યુબરે આ અંગેનો વીડિયો પોસ્ટ કરતાં સમગ્ર
મામલો પોલીસ વિભાગના ધ્યાને આવ્યો હતો. વિભાગે તાત્કાલિક પગલાં લેતાં અનુ રાનીને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બંધ થઈ ગયું છે. હાલ સર્કલ ઓફિસર સૌમ્યા અસ્થાના આ કેસની ખાતાકીય
તપાસ કરી રહ્યા છે. અનુ રાણીનો વાયરલ વીડિયો અસલી છે કે તેની સાથે કોઈ છેડછાડ (ડીપફેક કે એડિટિંગ) કરવામાં આવી છે, તેની ઝીણવટભરી તપાસ સાયબર સેલની ટીમ કરી રહી છે. આ ઉપરાંત આ વીડિયો સોશિયલ
મીડિયા પ્લેટફોર્મ્સ પર સૌથી પહેલાં ક્યાંથી અને કેવી રીતે વાયરલ થયો તે સ્ત્રોતની પણ તપાસ કરવામાં આવી રહી છે. મેરઠના એસપી ક્રાઈમ અવનીશ કુમારે જણાવ્યું હતું કે, વાયરલ વીડિયોની ગંભીરતાને ધ્યાને લઈને
મહિલા દારોગાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ આ મામલે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે અને વિસ્તૃત તપાસ અહેવાલ આવ્યા બાદ જ આગળની કાયદાકીય તેમજ ખાતાકીય કાર્યવાહી નક્કી કરવામાં
આવશે.




