By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    20 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    19 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    19 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    19 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    20 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વૃક્ષો અને વડીલોના લાભાર્થે મોરારિબાપુ કરશે રામકથા રામકોટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વૃક્ષો અને વડીલોના લાભાર્થે મોરારિબાપુ કરશે રામકથા રામકોટ
રાજકોટ

વૃક્ષો અને વડીલોના લાભાર્થે મોરારિબાપુ કરશે રામકથા રામકોટ

Khaskhabar Editor
Last updated: 2024/09/09 at 5:31 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

સદ્ભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં 23 નવેમ્બરથી 1 ડીસેમ્બર મોરારિબાપુની 947મી રામ કથાનો પ્રારંભ

12 વર્ષ પછી રાજકોટમાં પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા યોજાશે : દરરોજ એક લાખ લોકો કથા શ્રવણ અને ભોજન-પ્રસાદનો લાભ લેશે
300 કરોડનાં માતબર ખર્ચે 1400 રૂમમાં, 5000 નીરાધાર-બીમાર-પથારીવશ વડીલોનો સમાવેશ કરશે સદભાવના વૃધ્ધાશ્રમનું નવું પરિસર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને શહેરોમાંથી વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે જેથી બધા લોકો લાભ લઇ શકે. વરિષ્ઠ નાગરીકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. મોરારીબાપુની સમગ્રપણે 947મી રામકથા યોજાશે. મોરારિબાપુ આજે પણ એવા જ જોશ સાથે રામાયણના પાઠ કરે છે અને ભારતીય સંસ્કૃતિનું સિંચન કરી રહ્યા છે.અત્યારે તો બાપુ ગુજરાત બહાર જ નહીં પરંતુ ભારત બહાર વિદેશોમાં પણ રામાયણના પાઠ કરે છે. રાજકોટમાં યોજાનાર રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે.કથામાં વિદેશથી પણ દસ હજાર રામકથા પ્રેમીઓ આવશે.રામકથા આપણા જીવનમાં આધ્યાત્મિકતા, માનવતા, અને પ્રીતિનાં મૂલ્યોને સમજાવવાનું માધ્યમ છે. બાપુનું કથન સરળ ભાષામાં અને હૃદયસ્પર્શી હોય છે, જે દરેક વયના લોકો માટે સમજવું સરળ હોય છે. મોરારી બાપુ રામકથામાં રામાયણ અને અન્ય ભારતીય ગ્રંથોનો ઉલ્લેખ કરીને જીવનનાં મહત્વના સિદ્ધાંતો પ્રેમ અને સહિષ્ણુતા, ધર્મ અને કર્તવ્ય, માનવતા અને એકતા, અહિંસા અને શાંતિની સમજણ આપે છે. રામકથા સમાજમાં શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રીતિની ભાવનાને પ્રોત્સાહિત કરે છે. રામકથામાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ જીવનની સમસ્યાઓનો સામનો કરવા અને માનવતાની સેવા માટે પ્રેરણા આપે છે.કથા દરમિયાન પર્યાવરણ જતન, જીવનમાં વૃક્ષોનું મહત્ત્વ અંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કથામાં જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃદ્ધાશ્રમનાં વૃદ્ધોની સેવા-ચાકરી,નવા પરિસરના નિર્માણ અને વૃક્ષારોપણ પ્રવૃતિના વિકાસ માટે વાપરવામાં આવશે. જે કોઈ કથામાં આવશે તેને તુલસી સહિતના રોપા અને ચકલીના માળા, બર્ડ ફીડરનો પ્રસાદ પણ આપવામાં આવશે. રાજકોટમાં મીની અયોધ્યા સર્જાશે. રાજકોટમાં છેલ્લા 8 વર્ષોથી સદભાવના વૃદ્ધાશ્રમ ચાલે છે જેમાં નિ:સંતાન, નિરાધાર, બીમાર 600 વૃદ્ધો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઇ રહ્યા છે.જેમાં 200 વડીલો તો સાવ પથારીવશ છે, ડાઇપર પર છે.વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં લઈને રાજકોટના જામનગર રોડ પર રામપર ખાતે 11 માળના 7 નવા બિલ્ડિંગવાળા નવો વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યો છે. 30 એકરની જગ્યામાં આ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

જેમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ,પુસ્તકાલય, કસરતના સાધનો, યોગા રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનીટી હોલ , બાગ બગીચા સહિતની તમામ સુવિધા પરિસરમાં જ મળી રહેશે. આ વૃદ્ધાશ્રમમાં 1400 રૂમ હશે. જેમાં દેશભરના 5000 પથારીવશ,નિરાધાર વડીલોને આજીવન આશરો આપી શકાશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષારોપણ, જતનની પ્રવૃત્તિ પણ પૂરજોશમાં કરવામાં આવે છે. લોકોમાં વૃક્ષારોપણને લઈને જાગૃતિ આવે તે માટે પણ આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ- વિદેશથી સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિ, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ, દાતાઓ, કાર્યકરો હાજર રહેશે. સમગ્રપણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ પ્રકારનું દિવ્ય આયોજન કરવાનો પ્રયાસ છે.અત્રે ઉલ્લેખનીય છે કે,સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ ભાગરૂપે માત્ર વૃક્ષારોપણ જ નહી, વૃક્ષોનું જતન અને ઉછેર કરવામાં આવે છે, અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર ગુજરાતમાં થઈ ચૂકયું છે તેમજ મીયાવાંકી જંગલોના માધ્યમથી 70 લાખ વૃક્ષો સાથે 400 ટેન્કર,400 ટ્રેક્ટર અને 1600 માણસનો પગારદાર સ્ટાફની મહેનતથી વાવવામાં આવ્યા છે.સમગ્ર ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો,ઉછેરવાનો સંસ્થાનો ધ્યેય છે. ગુગલ મેપ પરથી જયારે કોઈ સર્ચ કરે ત્યારે ગ્રીન ભારત દેખાવું જોઈએ. સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રાજકોટના જામનગર રોડ પર શ્વાન આશ્રમ પણ ચલાવવામાં આવે છે જેમાં માનવ મિત્ર અને માનવ વફાદાર એવા બિમાર, અંધ, અપંગ,અને લાચાર 150 શ્વાનોને જીવનપર્યંત આશ્રય-સેવા-સારવાર-સુશ્રુષા કરવામાં આવે છે.

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ગૌવંશ બળદ આશ્રમ પણ ચલાવવામાં આવે છે.જેમાં ગામ, શહેર, હાઈવે રોડ પર બળદ છુટા,રખડતા,લાચાર,બીમાર કે વયોવૃધ્ધ અવસ્થાનાં 1600 અનાથ બળદોને સાચવવામાં આવે છે.આ ઉપરાંતમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પશુ, પક્ષીઓ માટેની નિ:શુલ્ક હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે કે જેનો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના જીવદયા પ્રેમીઓ લાભ લે છે. આ નિ:શુલ્ક પશુ, પક્ષી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ,શેલટર સાહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. સદભાવના વૃધ્ધાશ્રમ,’પીપળીયા ભવન’, સ્વામીનારાયણ ગુરૂકુળ સામે, ગોંડલ રોડ ફાટક પાસે, ઓવરબ્રિજની નીચે, ડી-માર્ટ વાળી શેરી, રાજકોટ-360004. સદભાવના વૃદ્ધાશ્રમ નાં લાભાર્થે તા.23 નવેમ્બર-2024 થી તા. 01 ડીસેમ્બર-2024 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે વૈશ્વિક રામકથા યોજાનાર છે. વૈશ્વિક રામકથાની વિશેષ વિગતો માટે મો.9664851738 પર સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -

કથાની કથા

  • સોના છોડો, ચાંદી છોડો, સબ કુછ છોડો પર ભુલ કર ભી રામકથા મત છોડો.
  •  રાજકોટ બનશે રામકોટ.
  • આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુકત કરતા રામકથા શ્રવણ અને મહાપ્રસાદને ગ્રહણ કરવાનું જાહેર આમંત્રણ, જેના અન્ન ભેગા તેના મન ભેગા.
  •  કથામાં આવતા તમામ શ્રાવકો માટે ગાંઠીયા, ગુંદી, ખીચડી, શાક, સંભારો, રોટલી, કઢી જેવું એકસરખુ ભોજન-મહાપ્રસાદ પીરસવાનો વિચાર.
  • રાજકોટના હાર્દસમા રેસકોર્ષ ગ્રાઉન્ડ પર સદભાવના વૃધ્ધાશ્રમના યજમાનપદે રામકથાનું ભવ્ય-દિવ્ય આયોજન થઈ રહયું છે. સર્વે ધર્મ, સર્વે જ્ઞાતીના સમાજોને ’એક થવાનો અવસર’.
  • રામકથામાં આવવા-જવા માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી સીટી બસ સેવા ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરાશે.
  •  વિદેશથી ખાસ રામકથા શ્રવણ કરવા માટે આવનાર લોકો માટે તેમજ આમંત્રિત મહેમાનો સહિતનાં 10,000 રામકથા પ્રેમીઓ માટે રહેવા, જમવાની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવાનો પ્રયાસ થશે.
  •  આયોજનનું ગ્રાન્ડ રીર્હસલ પણ થશે, રામકથાનાં તમામ સ્વયંસેવકોને ઓળખપત્ર અપાશે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે.
  •  4000થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે.
  •  ’થેલેસેમીયા મુકત સમાજ’ બની શકે તે માટે કથામાં ઐતિહાસીક વ્યવસ્થા, પધારેલા તમામ કથા ભાવિકોને થેલેસેમીયા, રકતદાન અંગેની માહિતી અપાશે, મેગા રકતદાન કેમ્પ દરરોજ યોજાશે.
  •  સમગ્ર કથા મંડપને સીસીટીવી કેમેરા, હાઈ સીકયુરીટી, વિમા કવચ તથા ન્યુઝ ચેનલોમાં જીવંત પ્રસારણ કરાશે.
  •  એક જ સમયે, એકજ સ્થળે એક સાથે તમામ વર્ગ-સ્તરના આબાલ વૃધ્ધ, ગરીબ-તવંગર સૌ કથા શ્રાવકો માટે ’હરહીર’ નું આયોજન
  •  તમામ લોકોને મેસેજ, આમંત્રણ, માહિતી પહોંચે તેવા ઉમદા અને પવિત્ર આશયથી 25 કિલોમીટર લાંબી એવી ’ભવ્ય આમંત્રણ રેલી’નું આયોજન કરાશે.
  • રામકથાનું કાર્યાલય ટૂંક સમયમાં શરૂ કરાશે જેમાં દરરોજ રાત્રે મીંટીગોનો ધમધમાટ, કાર્યોની વહેંચણી, માઈક્રો પ્લાનીંગ, પ્રચાર-પ્રસાર, સહિતનાં વિભાગો કાર્યરત બનશે.
  •  રામકથામાં વ્યસન મુક્તિ અભિયાન પણ થશે, હજારો લોકો વ્યસન મુક્ત બનશે.
  •  ચક્ષુદાન, દેહદાન, અંગદાન,શાકાહાર,ગૌસેવા-જીવદયાનાં સંકલ્પ પત્રો લોકો ભરશે.

You Might Also Like

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

કાલે જન્માષ્ટમીની થીમનું સંતોના હસ્તે અનાવરણ : નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરાઇ

વિરાણી ગ્રાઉન્ડમાં ચાલતા રોયલ મેળામાં દાઝીયા તેલમાં તળાઈ રહ્યા છે પોટેટો રિંગ

TAGGED: Rajkot, Ramkatha Ramkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદરમાં ભારે વરસાદથી 45 KMના રસ્તાઓમાં નુકસાન
Next Article પોરબંદરમાં ગેરકાયદે દબાણ વિરુદ્ધ પોલીસની સખત કાર્યવાહી: ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?