By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    3 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    7 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    2 days ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    3 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    3 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    3 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    2 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    5 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    7 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના મહામારીએ અનાથ બનાવેલા બાળકોને સરકારી સંવેદનાનો સાથ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના મહામારીએ અનાથ બનાવેલા બાળકોને સરકારી સંવેદનાનો સાથ
ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છ

મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના મહામારીએ અનાથ બનાવેલા બાળકોને સરકારી સંવેદનાનો સાથ

Khaskhabar Editor
Last updated: 2021/07/09 at 11:17 AM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

“સંબંધ તો આકાશ” ઉક્તિને ચરિતાર્થ કરતો રાજકોટના સૌથી નાનો લાભાર્થી નિખિલ સવસાડીયા

માત્ર એક મહિનામાં મા-બાપ-દાદા-દાદીનું છત્ર ગુમાવ્યું-ઉછેર માટે મળેલ સરકારી સહાય બદલ નિખિલના કાકાએ સજળ નેત્રે કરેલો મુખ્યમંત્રીનો ઋણસ્વીકાર.

ખાસ લેખ-સોનલ જોષીપુરા, રાજકોટ

- Advertisement -

‘‘મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના’’ના રાજકોટ જિલ્લાના સૌથી નાના લાભાર્થીનું નામ છે-નિખિલ રમેશભાઇ સવસાડીયા, જેણે  ‘‘સંબંધ તો આકાશ’’ ઉક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ થતી જોઇ છે.

કોરોના શબ્દની સૌથી વધુ ભયાનકતા બે વર્ષના નિખિલે જોઇ છે, પણ એનું અબુધપણું જ એનું સહાયક બન્યું છે. કેમકે આટલી નાની ઉંમરમાં અનાથ થઇ જવાની પીડા જો નિખિલને સમજાતી હોય તો એ બાકીની જીંદગી જીવી કેમ શકત? કોરોના મહામારીને લીધે અનાથ બનેલા નિખિલ જેવા રાજયના અન્ય બાળકોનો સાથ રાજય સરકારે સંપૂર્ણ સંવેદનશીલતાથી આપ્યો છે, અને તેમને ‘‘મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના’’ થકી માસિક રૂ. ૪૦૦૦ની સહાય ચૂકવી છે.

બે વર્ષના નિખલની કહાણી ટૂકમાં જોઇએ તો, ગત ૧૬ એપ્રિલ-૨૧ના રોજ પિતા રમેશભાઇને અને ૨૪ એપ્રિલ-૨૧ના રોજ માતા નીતાબેનને ગુમાવનાર આ ટેણીયાની કમનસીબી એટલી બધી કે એપ્રિલના અંતમાં તો તેના દાદા-દાદી પણ કોરોનાને લીધે સ્વર્ગ સિધાવ્યા. નિખિલને ૧૧ વર્ષની બહેન ભાવિકા અને ૮ વર્ષની બીજી બહેન મિત્તલ પણ છે. સંયુકત પરિવારમાં રહેતા નિખિલના કાકા દિનેશભાઇ અને જયશ્રીબેન પર પોતાના બે બાળકો ઉપરાંત, નાના ભાઇના ત્રણ નોધારા સંતાનોના પાલન-પોષણની જવાબદારી આચિંતી આવી પડી. આ દંપતિ છૂટક મજૂરીકામ અને ઇમીટેશનનું કામ કરીને તેમનું ગુજરાન ચલાવે છે. સાત વ્યક્તિના પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી તો ખૂબ પડતી હતી, પરંતુ ઇશ્વરદત્ત જવાબદારી સમજીને દિનેશભાઇ ગાડું ગબડાવ્યે જતા હતા.

- Advertisement -

એવામાં જ તેમને ‘‘મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના’’ની ખબર પડી. અને તેમણે નાના ભાઇનાં ત્રણેય સંતાનો માટે આ યોજનાનો લાભ લેવા અંગે જરૂરી કાર્યવાહી કરી. જિલ્લા સમાજસુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મીત્સુબેન વ્યાસ દ્વારા તેમને આ અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું. અને ગઇ કાલે ૭ જુલાઇએ એટલે કે અંદાજે દોઢ માસના ટૂંકા ગાળામાં જ રાજયસરકાર દ્વારા નિખિલ, મિત્તલ અને ભાવિકાના બેંક ખાતામાં રૂ. ૧૨ હજાર જમા થઇ ગયા!

આ અંગે દિનેશભાઇ બાબુભાઇ સવસાડીયાએ સજળ નેત્રે મુખ્યમંત્રીનો ઋણસ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, કોરોનાને લીધે અમારો સંયુકત પરિવાર ૧૧ માંથી ઘટીને ૪ નો થઇ ગયો. પ ઘરમાં કમાવાવાળા માત્ર હુ અને મારા વાઇફ જ રહયા. અચોક્કસ આવકમાં સાત જણની આજીવિકા ચલાવવી ખૂબ અઘરી હતી, પરંતુ ‘‘મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના’’ને લીધે મારા નાના ભાઇના ત્રણ સંતાનોના અમારા પરિવારને દર મહીને ૧૨ હજાર રૂ. મળશે, એ વિચાર માત્રથી મને ખૂબ મોટી રાહત થઇ છે. આ યોજનાથી અમારા જેવા મધ્યમવર્ગીય પરિવારને ખૂબ રાહત રહેશે.

અમદાવાદ જિલ્લામાં-૪ર, ભાવનગર-૪ર, આણંદ-૩૯, સાબરકાંઠા-૩૬, ખેડા-૩૬, વડોદરા-૩ર, કચ્છ-૩૧, નવસારીના-૩૦, પંચમહાલ-૩૦, સુરત-ર૯, જૂનાગઢ-ર૮, અરવલ્લી-ર૬, વલસાડ-ર૬, જામનગર-ર૪, પાટણ-રર, દાહોદના-રર, મહેસાણા-રર, બનાસકાંઠા-ર૧, અમરેલી-૧૯, ભરૂચ-૧૯, તાપીના-૧૭, ગીર સોમનાથ-૧૬, સુરેન્દ્રનગરના-૧૬, દેવભૂમિદ્વારકાના-૧૩, બોટાદ-૧૩, નર્મદાના-૧ર, મોરબી-૧ર, ડાંગના-૧૧, પોરબંદર-૧૧, મહિસાગર-૯, ગાંધીનગર-૬, છોટાઉદેપૂર-૬ના અને મળી કુલ ૩૩ જિલ્લાના ૭૧૮ નિરાધાર બાળકોને સમગ્રતયા રૂ. ૨૮ લાખ ૭૨ હજારની સહાય મુખ્યમંત્રીએ અર્પણ કરી હતી, જયારે માત્ર રાજકોટમાં ૫૮ બાળકોને રૂ. ૨ લાખ ૩૨ હજારની સહાય મુખ્યમંત્રીશ્રી દ્વારા અપાઇ હતી. આમ, સમગ્ર ગુજરાતમાં ‘‘મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના’’નો લાભ મેળવનારા સૌથી વધુ બાળકો રાજકોટ જિલ્લાના છે.

You Might Also Like

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે

પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત

રાજકોટના લોકમેળામાં ૪૦થી વધુ જાલીનોટો વટાવી મોજશોખ કર્યા હોવાની કબૂલાત : એમપીના શખ્સને ઝડપી લેવા તજવીજ

ઢેબર રોડ પર બસ સ્ટેશનમાં સેન્ડલ વેલનેસ સેન્ટર નામના સ્પાની આડમાં કુટણખાનું ચલાવતુ દંપતિ ઝબ્બે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના અખિલ ભારતીય પ્રમુખ તરીકે હિતેષભાઈ પંડ્યાની વરણી.
Next Article રાજકોટમાં ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબિલિટી પેન્શન સ્કીમનો લાભ મેળવતા ૮૪૪ દિવ્યાંગો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત
પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત
સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?