By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    3 days ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    3 days ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    6 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે ‘વનતારા’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે ‘વનતારા’
અમદાવાદ

અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે ‘વનતારા’

Khaskhabar Editor
Last updated: 2025/06/28 at 4:54 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

રથયાત્રા દરમિયાન હાથીઓના ઉશ્કેરાટ બાદ વનતારાએ નિષ્ણાત ઇમરજન્સી ટીમ અને એમ્બ્યુલન્સન મોકલી

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

- Advertisement -

અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી સંસ્થા વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી હતી. આ ટીમમાં બે વન્યજીવ પશુચિકિત્સકો, છ વરિષ્ઠ મહાવતો, તાલીમ પામેલા અગિયાર સહાયક સ્ટાફ અને પાંચ એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતો, જે કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા.

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન આ ઘટના ત્યારે બની હતી જ્યારે શોભાયાત્રા દરમિયાન મોટેથી વાગતા સંગીતના અને ભીડના અવાજથી ગભરાયેલો એક નર હાથી અચાનક હરોળ તોડીને આગળ ધસી ગયો હતો. પાછળ પાછળ આવી રહેલા બે હાથીઓ પણ ગભરાઈ ગયા અને દોડી ગયા, જેના કારણે શોભાયાત્રામાં ખલેલ પહોંચી અને થોડા સમય માટે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.
વનતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરી, વર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ સુનિશ્ચિત કર્યું હતું.

“રથયાત્રા દરમિયાન હાથીઓની દોડભાગની ઘટના બાદ અમે તાત્કાલિક સહાય માટે વનતારાનો સંપર્ક કર્યો હતો. તેમની ટીમે જામનગરથી ઝડપથી પ્રતિક્રિયા આપી અને સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધીને હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થાનાંતરણની વ્યવસ્થા કરી હતી,” તેમ ગુજરાતના મુખ્ય વન સંરક્ષક ડો. કે. રમેશ (આઇએફએસ) દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisement -

જગન્નાથ મંદિર મેનેજમેન્ટે વનતારાના ત્વરિત પગલાં અને સમર્પણની પ્રશંસા કરી હતી. “વનતારાએ આ હાથીઓને તાત્કાલિક જરૂરી તબીબી સહાય અને પુનર્વસન મળે તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધતા દર્શાવી હતી,” તેમ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ સમિતિના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું.

વનતારા વિશ્વનું સૌથી મોટું એલિફન્ટ કેર સેન્ટર ધરાવે છે, જે 998 એકરમાં ફેલાયેલું છે, તેમાં 100 એકરથી વધુ જગ્યામાં સમૃદ્ધ, માનવસર્જિત જંગલનો સમાવેશ થાય છે. આ સેન્ટર સર્કસ, ભીખ માંગવા, પર્યટન અને લાકડા કાપવામાં અગાઉ ઉપયોગમાં લેવાયેલા 260 બચાવેલા હાથીઓને આજીવન સંભાળ પૂરી પાડે છે. આ સેન્ટર વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ પણ ધરાવે છે અને તેણે મહત્વની અનેક પશુચિકિત્સાને લગતી નવીનતાઓનો પાયો નાખ્યો છે, જેમાં નર હાથી પર પ્રથમ મોતિયાની શસ્ત્રક્રિયા અને હાથીઓ માટે વિશ્વના પ્રથમ હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બરનો સમાવેશ થાય છે. તેની સુવિધાઓમાં હાઇડ્રોથેરાપી પૂલ, કુદરતી તળાવો, કાદવના ઢગલા, પાણીના ફુવારા, રેતીના ઢગલા અને સાંકળ-મુક્ત મસ્થ એન્ક્લોઝરનો સમાવેશ થાય છે – જે બચાવાયેલા હાથીઓમાં વ્યાપક શારીરિક અને માનસિક સ્થિતિની પુન:પ્રાપ્તિ કરાવવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. વનતારાના એલિફન્ટ કેર સેન્ટરમાં 650થી વધુ પ્રોફેશનલ્સ કાર્યરત છે – જેમાં પશુચિકિત્સકો, જીવવિજ્ઞાનીઓ અને પ્રશિક્ષિત સંભાળ રાખનારાઓનો સમાવેશ થાય છે – જેઓ પ્રાણીઓને સકારાત્મક મજબૂતીકરણ પર આધારિત નૈતિક, કરુણાપૂર્ણ સંભાળ પૂરી પાડે છે.

You Might Also Like

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

અમદાવાદ: સરસપુરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, AMCના સ્વિમિંગ પૂલમાં ઘૂસી મચાવી ધમાલ, હથિયારો બતાવી સિક્યુરિટી ગાર્ડને ધમકાવ્યો

TAGGED: Ahmedabad Rath Yatra, Vantara
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોમવારથી પ્રતિષ્ઠિત વિમ્બલ્ડન ટેનિસ: ઈનામોનો વરસાદ થશે; ખેલાડીઓને કુલ 623 કરોડ મળશે
Next Article અમે કોર્પોરેટરને ઓળખતા જ નથી, કોઈ દિ’ આવ્યા જ નથી: સ્થાનિકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
અમદાવાદ

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?