પ્રથમવાર યોજાનાર વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં ૭૮ દેશના ૫૦૦ ખેલાડી જોડાયા
ખાસ ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા એકા એરેનામાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સોમવારે સમાપન થયું છે. વર્લ્ડ યોગાસન દ્વારા આયોજિત આ પાંચ દિવસીય સ્પર્ધા (૪ થી ૮ જૂન)નું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું હતું. ભારતે ૧૨૨ ખેલાડીઓની ટીમ ઉતારી હતી, જેમાં અભય બર્મન અને રિતુ મંડલ જેવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ ચેમ્પિયનશિપમાં ભારત 102 મેડલ સાથે ટોચ પર રહ્યું છે, ત્યાર પછી જાપાન 11 અને આર્જેન્ટિના 5 મેડલ સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. પાંચ દિવસની વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં 78 દેશના 500થી વધુ એથ્લિટ્સે ભાગ લીધો હતો. ભારતને 102 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.
યોગાસનને ઓલિમ્પિક સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી આ સ્પર્ધામાં પ્રથમવાર આધુનિક ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં યોજાયેલી આ સફળ વર્લ્ડ ચેમ્પિયનશિપના કારણે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં યોગાસન રમતને એક નવી ઓળખ અને મોટું પ્રોત્સાહન મળશે તે ચોક્કસ છે.
જાપાન બીજા-આર્જેન્ટિના ત્રીજા સ્થાને રહ્યું
રેન્ક દેશ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ મેડલ
1 ભારત 102 9 3 114
2 જાપાન 3 3 5 11
3 આર્જેન્ટિના 2 3 0 5
4 સિંગાપોર 2 2 3 7
5 નેપાળ 1 36 15 52




