પોલીસ પકડથી દુર રહેવાની ટેવ વાળો તથા ભિક્ષુકના વેશમાં રહી રખડતો ભટકતો અને જેલમાંથી પેરોલ જમ્પ થવાની ટેવ ધરાવતા આરોપીને ગણતરીના દીવસોમાં પકડી પાડતી રાજકોટ શહેર પેરોલ-ફર્લો સ્કવોડ
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન -૧ પ્રવિણકુમાર મીણા સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન -૨ મનોહરસિંહ જાડેજા સાહેબ દ્વારા વચગાળાના જામીન પરથી, પેરોલ – ફર્લો રજા પરથી તથા પોલીસ જાપ્તામાંથી ફરાર કેદી તેમજ ના ફરતા (વોન્ટેડ) આરોપીને સુચના કરેલ હોય જે સુચના અન્વયે મદદનીશ પોલીસ કમિશ્નર (કાઇમબ્રાન્ચ ) ડી.વી.બસીયા સાહેબનાઓના સીધા માર્ગદર્શન અને સુચનાથી પેરોલ ફર્લો સ્કર્વોડ ના પો.સબ.ઇન્સ.એમ.એસ અંસારી તથા સ્કર્વોડના પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હતા. આ દરમ્યાન પોલીસ કોન્સ. જયદેવસિંહ પરમાર તથા એ.એસ.આઇ રાજેશભાઇ સી. ભટ્ટ સંયુકત પણે ચોકકસ ખાનગી રાહે સચોટ બાતમી હકીકત અન્વયે નીચે મુજબના આરોપીની ધડપકડ કરેલ છે.
આરોપી:
- Advertisement -
રાજેશભાઇ ઉર્ફે રાજુ નથુભાઇ કુશ્વાહ ઉ.વ.૩૧ રહે. કૃષ્ણનગર સોસાયટી,શેરી નં-૦૬,પોપટપરા મેઇન રોડ ,રાજકોટ (હાલ-રાજકોટ મધ્યસ્થ જેલ) (કોરોના વાઇરસ અંગે REPID ANTIGEN TEST કરાવતા રીપોર્ટ નેગેટીવ આવેલ છે.)
ટૂંક વિગત: આ કામના મજકુર ઇસમ રાજકોટ મધ્યસ્થ જેલમાં પ્ર.નગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન. ૩૫/૨૦૨૦ આઇ.પી.સી. કલમ ૩૭૯ વગેરેના કામે (હીરો હોન્ડા એકટીવા મો.સા. જી.જે-૦૩-એચ.જે-૭૦૩૫ કી.રુ.૨૫,૦૦૦ ની ચોરીના કેસમાં) રાજકોટ મધ્યસ્થ જેલમાં હોય અને નામદાર સુપ્રીમ કોર્ટના સંદર્ભના હુકમ અન્વયે તા.૧૪/૦૫/૨૦૨૧ થી ૯૦ (નેંવુ) દીવસ સુધી વચગાળાના જામીન પર જેલ મુકત કરેલ હતા અને તા.૧૩/૦૮/૨૦૨૧ના કલાક ૧૨/૦૦ વાગ્યે હાજર થવાનું હતું પરંતુ હાજર થયેલ ન હતો. તેમજ પોતાને પોલીસ પકડથી દુર રહેવા રાજકોટ શહેરમાં રેલનગર, પોપટપરા, ભીસ્તીવાડ, કીટીપરા, હંસરાજનગર, પરસાણાનગર રેફયુજીકોલોની વગેરે વિસ્તારમાં ભીક્ષુકના વેશમાં રખડતો ભટકતો રહેતો હતો આ દરમ્યાન ઉપરોકત પોલીસ કર્મચારીઓના સંયુકત ચોકકસ બાતમી આધારે રાજકોટ પોપટપરાના નાળા પાસે આવેલ હંસરાજનગર જવાના રસ્તા પર આવતા બેઠા પુલની બાજુમાં સનાતન ટ્રસ્ટ સંચાલીત અન્નક્ષેત્રની પાસે આવેલ વૃક્ષની નીચે સુતેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે.
આ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ :
- Advertisement -
પોલીસ.સબ.ઇન્સ એમ.એસ.અંસારી તથા સાથેના એ.એસ.આઇ રાજુભાઇ સી. ભટ્ટ, ઝાહીરભાઇ ખફી ધમભા.એ.જાડેજા, હરપાલસિંહ ઝાલા, બાદલભાઇ દવે, બકુલભાઇ વાધેલા તથા પોલીસ હેડ કોન્સ. ઘીરેનભાઇ જી. ગઢવી, કીશોરદાન ગઢવી તથા પોલીસ કોન્સ. જયદેવસિંહ પરમાર, મહમદઅઝરૂદીન બુખારી, યોગેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, સીરાજભાઇ ચાનીયા તથા મહીલા પો.કોન્સ. ભુમીકાબેન ઠાકર તથા સોનાબેન મુળીયા, શાંન્તુબેન મુળીયા તેમજ ડ્રા.એ.એસ.આઇ ચંદ્રકાંતભાઇ ગોંડલીયા પો.હેડકોન્સ હરીભાઇ બાલસરા તા.૧૭/૦૮/૨૦૨૧
(એમ.એસ.અંસારી) પો.સબ.ઇન્સ પેરોલ ફર્લો સ્કર્વોડ રાજકોટ શહેર



