By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    7 hours ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    7 hours ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    7 hours ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    7 hours ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    7 hours ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: જય જય ગરવી ગુજરાત કાવ્ય રચનાર આદ્ય કવિ નર્મદનો જન્મદિવસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: જય જય ગરવી ગુજરાત કાવ્ય રચનાર આદ્ય કવિ નર્મદનો જન્મદિવસ
ખાસ-ખબરગુજરાત

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: જય જય ગરવી ગુજરાત કાવ્ય રચનાર આદ્ય કવિ નર્મદનો જન્મદિવસ

Khaskhabar Editor
Last updated: 2023/08/24 at 10:50 AM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

રાજ્યના આઠ મહાનગરો-શહેરોમાં તમામ સરકારી કાર્યાલયો, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ માહિતી આપતા લખાણોમાં અંગ્રેજી/હિન્દી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત

જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત જેવા લોકપ્રિય ગુજરાતી કાવ્ય આપનાર ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે ‘નર્મદ’ની સ્મૃતિમાં તેમના જન્મદિવસે એટલે કે 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં ચાલતો ગુજરાતી એસબીએસ રેડિયો હોય કે પછી જુદા જુદા રાજ્યો અને વિદેશોમાં ચાલતા ગુજરાતી સમાજો હોય, વર્ષ 1932માં આવેલી પ્રથમ ગુજરાતી ચલચિત્ર ‘નરસિંહ મહેતા’થી લઈને ઓસ્કારમાં જનારી પ્રથમ ગુજરાતી ચલચિત્ર ‘છેલ્લો શૉ’ હોય, આ તમામે ગુજરાતી ભાષાના જતન સાથે ગુજરાતી ભાષાને વૈશ્વિક સ્તરે પહોંચાડી છે. ભારતના બંધારણમાં સમાવિષ્ટ 22 સત્તાવાર ભાષાઓમાંની એક ભાષા ગુજરાતી છે.

- Advertisement -

કવિ નર્મદના અમૂલ્ય યોગદાન
ગુજરાતી એ ગુજરાત રાજ્ય તેમજ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવાર ભાષા છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 5.5 કરોડ ગુજરાતી બોલનારા લોકોની સાથે ગુજરાતી ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા છે. વધતા જતા વૈશ્વિકરણ અને શિક્ષણના વધેલા વ્યાપને કારણે ગુજરાતમાં પણ અંગ્રેજીનું મહત્વ વધ્યું છે ત્યારે ગુજરાતી ભાષાના સમૃદ્ધ વારસાના જતન સાથે તેનો વ્યાપ વધારવા આજે વિશ્વ ગુજરાતી ભાષા દિને સૌ ગુજરાતીઓએ ભાષાની જાળવણી અને સંવર્ધન માટેનો સંકલ્પ લેવો અત્યંત આવશ્યક છે. ગુજરાતી ભાષા આ દિવસની ઉજવણીનો હેતુ કવિ નર્મદના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરવા ઉપરાંત ગુજરાતી ભાષાની સુંદરતાને વિશ્વફલકમાં ફેલાવવાનો પણ છે.

ગુજરાતી ભાષા એટલે ગુજરાતીપણાનો ખુમાર.
ગુજરાતી ભાષા એટલે સહજપણે લાગણીઓને વાચા આપતું માધુર્ય.
ગુજરાતી ભાષા એટલે અકથ્યને કથનમાં પરોવતી શબ્દમાળા.

વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ની હાર્દિક શુભકામનાઓ.

- Advertisement -

જેમના સ્મરણમાં આ દિવસ મનાવવામાં આવે છે તેવા ગુજરાતના મહાન… pic.twitter.com/jmOeejxu8c

— Bhupendra Patel (@Bhupendrapbjp) August 24, 2023

“ગુજરાતી ભાષા પ્રચાર યોજના”
રાજ્યમાં પણ ગુજરાતી ભાષાનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવતર આયામો હાથ ધરીને આપણી ભાષાના સમૃદ્ધ વારસાના જતન માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સૌ ગુજરાતીઓ પણ પોતાનું યોગદાન આપે તો જ આ દિવસની ઉજવણી સાર્થક થશે તેમજ ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં વધારો થશે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021માં શરૂ કરવામાં આવેલી “ગુજરાતી ભાષા પ્રચાર યોજના” જેવી પહેલ થકી ગુજરાતી ભાષા અને તેના જાજરમાન વારસાને સક્રિયપણે આગળ વધારવાનું કાર્ય કર્યું છે. આ સર્વગ્રાહી પહેલનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષાના વર્ગો, સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત સાહિત્યિક કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભાષા શિક્ષણને સમૃદ્ધ બનાવવાનો છે. જે ભાષાના વિકાસ માટે રાજ્યનું સમર્પણ ચરિતાર્થ કરે છે. ગુજરાતી ભાષા સરળ રીતે શીખવવા માટે અને તેને સુસંગત બનાવવા માટે આ યોજના મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યભરની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવાનું વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કર્યું હતું. આ વિધેયકને રાજ્યની વિધાનસભામાં સર્વસંમતિથી ટેકો મળ્યો હતો તે ગૌરવપૂર્ણ બાબત છે. વિધેયક મુજબ, રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1થી ધોરણ 8 સુધી ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવામાં આવશે. જે શાળા પાલન નહીં કરે તે શાળાઓને રૂ.50 હજાર થી રૂ.2 લાખ સુધીનો દંડ ચૂકવવો પડશે. તેના ચુસ્ત અમલીકરણ માટે ડેપ્યુટી ડાયરેક્ટર સ્તરના અધિકારી શાળાઓના અનુપાલન પર નજર રાખશે અને જો ઉલ્લંઘન થતું જણાશે તો તેની સામે કડક પગલાં લેશે. આ વિધેયક ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જેના થકી રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીને પોતાની માતૃભાષા-ગુજરાતી ભાષા શીખવાની તેમજ પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સાથે જોડાવાની પૂર્ણ તક મળી છે.

રાજ્ય સરકારની ગુજરાતી ભાષાની જાળવણી અને સંવર્ધન ઉપરાંત તેનો વ્યાપ વધારવા અંગેની અડગ પ્રતિબદ્ધતા વિશ્વના વિવિધ દેશોમાં પણ ગુજરાતીઓ માટે ભવિષ્ય ઉજળું બનાવી રહી છે. રાજય સરકારની વિવિધ પહેલ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાતી ભાષા એ ફક્ત ભાષા નથી, એક બહોળો ગૌરવશાળી ઇતિહાસ અને સમૃદ્ધ સાહિત્ય ધરાવતી સંસ્કૃતિ છે. રાજ્યમાં રાજભાષા ગુજરાતીનો બહોળો ઉપયોગ થાય તે આશયથી રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રથમ તબક્કે ગુજરાત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગરમાં સર્વે સરકારી કાર્યાલયો, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ જ્યાં જ્યાં નામ, સૂચના, માહિતી, દિશા-નિર્દેશ લખેલા હોય તે સર્વે લખાણોમાં અંગ્રેજી/હિન્દી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં આવેલી છે. આ ઉપરાંત સરકારી પરિસરોની જેમ જ ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ જેમ કે સિનેમાગૃહ, નાટ્યગૃહ, બેન્કવેટ હૉલ, શાળા, કૉલેજ, સુપર માર્કેટ, શૉપિંગ મોલ્સ, હૉસ્પિટલ, વાતાનુકૂલિત વ્યવસ્થા ધરાવતી હૉટેલ, રેસ્ટોરન્ટ અને કેફે, બૅન્ક, વાંચનાલય, બગીચાઓ સહિતના જાહેર સ્થળો પર નામ, સૂચના, માહિતી, દિશા-નિર્દેશ લખેલા હોય તે સર્વે લખાણોમાં અંગ્રેજી/હિન્દી સાથે ગુજરાતી ભાષાનો પણ ફરજિયાત ઉપયોગ કરવા સૂચનાઓ આપવામાં આવેલી છે.

શિક્ષણ વિભાગ
શિક્ષણ વિભાગ તમામ શાળાઓમાં ગુજરાતીને ફરજિયાત વિષય તરીકે દાખલ કરવા માટે સમર્પિત છે, જેથી દરેક વિદ્યાર્થી તેમના વારસા અને સંસ્કૃતિ સાથે જોડાઈ શકે. પાઠ્યપુસ્તકોને વધુ રસપ્રદ બનાવી અને શિક્ષણ સામગ્રીઓમાં નવીનીકરણ લાવવા પાછળનો હેતુ સારું શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાનો છે.

પ્રવાસન વિભાગ
પ્રવાસન વિભાગે આપણા વારસાનો પરિચય કરાવતા પથ અને પ્રચાર સામગ્રી દ્વારા પર્યટન ક્ષેત્રને ગુજરાતી સંસ્કૃતિ સાથે ભેળવી દીધું છે, જે પ્રવાસન અને રાજ્યના સાંસ્કૃતિક તાણાવાણા, બંનેને સમૃદ્ધ બનાવે છે.

માહિતી અને પ્રસારણ વિભાગ
ગુજરાતી ભાષાની ફિલ્મો અને ટીવી કાર્યક્રમોના નિર્માણ માટે વિશેષ પ્રોત્સાહન આપી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ થકી ભાષાના પ્રચાર માટે માહિતી અને પ્રસારણ વિભાગ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.

ભાષા નિયામકની કચેરી
ભાષા નિયામકના કચેરી તેના ડિજિટલ સંસાધનો, ભાષાના વર્ગો, કાર્યશાળાઓ અને શિષ્યવૃત્તિઓ દ્વારા ગુજરાતી ભાષાના ઉત્સાહીઓને સશક્ત બનાવે છે, જે ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે વિશેષ યોગદાન આપે છે.

ભાષિણી: ડિજિટલ એપ્લિકેશન
ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારતના સામાન્ય નાગરિકોને અનેકવિધ સેવાઓ ઘેરબેઠાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિવિધ ડિજિટલ એપ્લિકેશન્સ દેશને સમર્પિત કરવામાં આવી જેમાંની એક છે ભાષિણી. ભાષિણીનો ઉદ્દેશ્ય તમામ ભારતીયોની તેમની પોતાની સ્થાનિક ભાષામાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવા અને ભારતીય ભાષાઓમાં સામગ્રી વધારવાનો છે. ભાષિણીમાં ગુજરાતી સહિત કુલ 22 બંધારણીય ભારતીય ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના

TAGGED: Gujarat, NARMAD, poet, WorldGujaratiLanguageDay
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતે એકસાથે સ્પેસ અને ડિફેન્સમાં મેળવી સફળતા: હવામાં મારણ કરતી મિસાઈલ ‘અસ્ત્ર’નું સફળ પરીક્ષણ
Next Article કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28મીએ આવશે માદરે વતન: જાણો કાર્યક્રમની રૂપરેખા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?