નરેશ પટેલ કોઇપણ નાત જાત ધર્મને બાજુએ મુકી તમામ સમાજના દીન દુ:ખિયા અબળા-નબળા પીડિતોના મસીહા તરીકે દેખાડા વગર મદદ કરી રહ્યા છે
પરષોત્તમ પિપળિયા
- Advertisement -
તજજ્ઞ અને મહારથી કે જેમનામાં સુઝબુઝ, દર્ઘિર્દ્રષ્ટિ, લક્ષસિદ્ધિ, સુચારૂ વહિવટ જેવા ગુણો ઇશ્વરે આપ્યા છે તેવા ખોડલ ધામના પ્રણેતા સમાજ પિતાશ્રી નરેશભાઇ પટેલના જન્મ દિવસ નિમીતે તેમને તેમના ચાહકો, મીત્રો અને સોશ્યલ મિડીયા મારફત શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહેલ છે.
સમાજને થતા પ્રશાસનીક અને રાજકીય અન્યાય સામે પોતાના ધમધોકાર ચાલતા બીજનેશના ભોગે પણ નરેશ પટેલ હીમત પુર્વક લડત લડી રહ્યા છે તે તેમની સમાજ પ્રત્યેની ઉદાત ભાવના પ્રદર્શિત કરે છે. ગોંડલ અને જામનગરના કેટલાક નિર્દોષ પટેલ યુવાનોને રાજકીય દ્વેષભાવથી ફસાવી જેલમા સબડતા કરનારાઓ સામે કાનુની લડતમા મદદ કરી સમાજના પરિવારોને સહાયરૂપ થઈ રહ્યા છે નરેશભાઈ પટેલ. સમાજને મદદરૂપ થવાના આવા અન્ય અસંખ્ય કીસ્સાઓને યાદ કરીએ તો મહાગ્રંથ લખાઈ તેવુ લાંબુ લચક લીસ્ટ છે. નરેશભાઈ પટેલ એટલે માત્ર પટેલ નરેશ છે તેમ માનવુ ગેરસમજ છે, તેમણે કોઇપણ નાત જાત ધર્મને બાજુએ મુકી તમામ સમાજના દીનદુખિયા અબળા-નબળા પીડિતાના મસીહા તરીકે દેખાડા વગર છાનામાના મદદ કરી રહ્યા છે, તે તેમનુ ઉમદાપણું ઉજાગર કરે છે
નરેશભાઈની નજીક કામ કરવાનો અવસર મળ્યો હોવાના અનુભવે કહુ તો નરેશભાઈ ને ઈશ્વરે કોર્પોરેટ /પ્રોફેશનલ ના ગુણો છલોછલ પ્રદાન કરેલ છે, તેમની માનવતા જગ વિખ્યાત છે, તેમની કુનેહ – કાબેલિયત કાબીલેદાદ છે, નરેશભાઈ પટેલ એટલે માત્ર “પટેલ નરેશ” જ નહી “સમાજ પિતા” પણ ખરા.
- Advertisement -
સામાજિક દરજ્જો એ વ્યક્તિને સમાજમાં કે એક ચોક્કસ સમૂહમાં મળતું સ્થાન કે હોદ્દો છે. આથી દરજ્જો વ્યક્તિના સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ દરજ્જાની જુદીજુદી વ્યાખ્યાઓ આપેલી છે. કિંગ્સલે ડેવિસ ના મતે “દરજ્જો એ સ્થાનનો પર્યાય છે”. રોબર્ટ બસ્ટ્રેડના મતે “સમાજમાં કે સમૂહમાં વ્યક્તિ જે સ્થાન ધરાવે છે તે સ્થાનને દરજ્જો કહેવામાં આવે છે”.
રાલ્ફ લિંટને સામાજિક દરજ્જાના બે પ્રકાર દર્શાવ્યા છે: (1) અર્પિત દરજ્જો અને (2) પ્રાપ્ત દરજ્જો.
કુટુંબમાં જન્મ લેવાથી પરંપરાગત રીતે વ્યક્તિને જે દરજ્જો આપોઆપ પ્રાપ્ત થાય છે તેવા અર્પિત દરજ્જામાં નિર્ણાયક પરિબળો તરીકે લિંગ, ઉંમર અને રક્તસંબંધ મુખ્ય છે. વ્યક્તિ પોતાના વ્યક્તિગત પ્રયત્નોથી જે દરજ્જો પ્રાપ્ત કરે છે, તેને પ્રાપ્ત દરજ્જો કહેવામાં આવે છે. વ્યાવસાયિક દરજ્જાઓ, સામાજિક દરજ્જાઓ વગેરે પ્રાપ્ત દરજ્જા છે. આ દરજ્જો મેળવ્યા પછી તેને ટકાવી રાખવા પુરુષાર્થ કરવો પડે છે.જ્યારે જુદા જુદા દરજ્જાઓ ધરાવતી એક વિશેષ વ્યક્તિ હોય, તો તેને બહુવિધ દરજ્જેદાર કહેવામાં આવે છે,એટલેજ અનેક દરજ્જા ધરાવતા આદરણીય નરેશભાઈ પટેલ સમાજ પિતાનો બહુવિધ દરજ્જો સમાજ શ્રેષ્ઠીઓએ પ્રદાન કરેલ છે તે સરાહનીય બાબત છે.
નરેશ પટેલ એટલે સાદગી, સંવેદના, સમર્પણ, સ્થિરતા અને શાલિનતાનો સરવાળો. એક જ પહેરવેશનુ જાજરમાન વ્યક્તિત્વ નરેશભાઈ સફેદ ઝભા/શર્ટ અને સાદા સફેદ લેંધા/પેંટ કપડામાં જેટલી સાદગી જીવનમાં પણ એટલી જ સાદગી. બીજાને આંજી દેવાની બિલકુલ દરકાર નહિ.કેટલાક રાજકીય વોકો નરેશભાઈને કટ્ટર જ્ઞાતિવાદી માણસ સમજે છે. જે સમાજના આગેવાન હોય એ સમાજ માટે કામ કરે એ તો સ્વાભાવિક છે પણ બહુ ઓછાને ખબર હશે કે આ માણસ ખુબ સંવેદનશીલ છે.
પટેલ દાતાઓના જ ખર્ચે તૈયાર થયેલા સરદાર ભવનમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે ચાલતા કોચિંગ કલાસમાં બધી જ જ્ઞાતિના દીકરા દીકરીને પ્રવેશ આપવાની વિશાળતા આ માણસ ધરાવે છે.છેલ્લા કેટલાય વર્ષોથી કરોડો રૂપિયા ખર્ચીને ’સદજ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ’ના નામથી આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડે છે. ડો.ભગવતી સાહેબ જેવા નામાંકિત ડોકટરોની સેવા એને સાવ સામાન્ય લોકોને અપાવી છે. નરેશભાઇનું સમર્પણ પણ અદભૂત છે. પોતપોતાના સમાજ માટે તો ઘણા લોકો કામ કરતા હશે પણ આ માણસની કાર્યપદ્ધતિ સાવ જુદી છે.
આટલા વર્ષોથી ખોડલધામ માટે કામ કરે છે અને આટલી દોડાદોડી કરે છે પણ પ્રવાસખર્ચનું એકપણ બિલ એને ટ્રસ્ટમાં નથી નાખ્યું. એમના પોતાના પ્રવાસ ખર્ચનું તો સમજ્યા પણ સહપ્રવાસીનો બધો ખર્ચ પણ પોતે જ ઉઠાવે અને આ ખર્ચો એના અંગત ખાતામાંથી ઉધારાય. જે સંસ્થા માટે કામ કરે એ સંસ્થાને સંપૂર્ણ વફાદાર અને સમર્પિત.ઊંચા હોદા પર બેઠેલો માણસ વિચલિત બહુ થાય પણ નરેશભાઇની સ્થિરતાનો તો મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. ઘણીવાર એવું બન્યુ છે કે કોઈ કાર્યમાં મોટા મોટા વિઘ્નો આવ્યા હોય. જો બીજો કોઈ માણસ હોય તો છાતીના પાટિયા બેસી ગયા હોય પણ નરેશભાઇની સ્થિરતા આવા પ્રસંગે પ્રત્યક્ષ જોઈ છે. બીજી બાજુ શબ્દથી વ્યક્ત ના થઇ શકે એવી અદભૂત સફળતાઓ પણ મળી છે. ભવ્ય સફળતાનો નશો પણ આ માણસને નથી ચડ્યો. શાલીનતા તો નરેશભાઇને વારસામાં મળી હોય એમ લાગે. ગામડાના સામાન્ય માણસ સાથે વાત કરતી વખતે બિલકુલ એના જેવા બની જાય. લોકો જાત જાતના પ્રશ્ર્નો લઈને એમની પાસે આવે એમાંના કેટલાકની વાતો સાંભળીને તો આપણે ઊંચાનીચા થવા માંડીએ પણ નરેશભાઇ હસતા હસતા એને સાંભળે. માત્ર સાંભળવા માટે નહિ દિલથી સાંભળે અને એના પ્રશ્ર્નોમાં રસ પણ લે. મોટી સંસ્થા સંભાળતા હોય એટલે ક્યારેક લાલ આંખ પણ કરાવી પડે આમ છતાં એમણે કૃષ્ણની જેમ સુંદર્શનનો ઓછો અને વાંસળીનો વધુ ઉપયોગ કર્યો છે. કદાચ તમને ખોડલધામ પ્રત્યે વાંધો હોય શકે, નરેશભાઇના કેટલાક અંગત વિચારો પ્રત્યે પણ વાંધો હોય શકે પણ એમના જીવનમાંથી આ પાંચ ગુણો ખરેખર આત્મસાત કરવા જેવા છે. આજે આદરણીય નરેશભાઈના જન્મદિવસ નિમિત્તે ઈશ્વર તેમને સતાયુ અને તંદુરસ્ત આયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.