શ્રી સુંદરમ્ એજ્યુકેશન ટ્રસ્ટને મનપાએ આપેલી ભાડાની મિલકત સીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કોઠારીયા રોડ દિપ્તીનગર ખાતે આવેલ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના ક્ધયા શાળાના મકાનનો ભાડા કરાર રીન્યુ કરી આપવા જણાવેલ જે અન્વયે જણાવવાનું કે બિલ્ડીંગનો ભાડા કરાર કરી જવા સંદર્ભ (2)ના પત્રથી જાણ કરવામાં આવેલી છે છતાં ભાડા કરાર કરી આપવામાં આવેલ ન હોય અને બાકી ભાડાની રકમ ભરપાઈ કરેલ ન હોય, સંદર્ભ (3)થી ટ્રસ્ટને રાજકોટ મહાનગરપાલિકાના લીગલ એડવાઈઝર દ્વારા લીગલ નોટીસ આપવામાં આવેલ છે જે નાયબ કમિશનરના પત્ર તેમજ લીગલ નોટીસની બિલકુલ દરકાર કરવામાં આવેલ નથી અને આ કામે ભાડા કરાર કરી આપી બાકી ભાડાની રકમ ભરપાઈ કરેલ નથી તેમજ બિલ્ડિંગનો કબ્જો ગેરકાયદેસર રીતે ધારણ કરેલ છે જેથી સંદર્ભ (4)ની નોટીસથી તથા સંદર્ભ (5)ની આખરી નોટીસથી બાકી ભાડાની રકમ ભરપાઈ કરી જવા જણાવવામાં આવેલ છે પરંતુ આપના દ્વારા બાકી ભાડાની રકમ ભરપાઈ કરવામાં આવેલ નથી તેમજ આ કામે કોઈ પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો નથી.
ઉક્ત વિગતો ધ્યાને લેતાં સંસ્થા દ્વારા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના સ્કૂલ બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવેલ હોવા છતાં ઉક્ત વિગતેની બાકી ભાડાની રકમ ભરપાઈ કરવામાં આવેલ ન હોય, બિલ્ડિંગ ખાલી કરી તેની ખાલી કબ્જો રાજકોટ મહાનગરપાલિકાને દિન-15માં પરત સોંપી આપવા કાર્યવાહી કરશો. આપના દ્વારા નિયત સમયમર્યાદામાં બિલ્ડિંગનો ખાલી કબ્જો સોંપવામાં નહીં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિલ્ડિંગ સીલ કરી તેનો કબજો સંભાળવા કાર્યવાહી કરવામાં આવશે.