By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    1 day ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    1 day ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    1 day ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    1 day ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ
Author

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor
Last updated: 2026/08/01 at 3:01 PM
Khaskhabar Editor 1 month ago
Share
6 Min Read
SHARE

ડૉ.દેવજી સાંખટ : ઓર્ડર ઓર્ડર

ભારતમાં ભાગીદારી પેઢીનું સંચાલન ભારતીય ભાગીદારી અધિનિયમ, ૧૯૩૨ હેઠળ થાય છે. જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કોઈ વેપાર કે વ્યવસાય કરવાનો નિર્ણય કરે છે, ત્યારે તેમની વચ્ચે સબંધોની શરૂઆત થાય છે. મુક્ત સ્પર્ધા અને આર્થિક લાભ મેળવવાની ઘેલછામાં ઘણીવાર ભાગીદારો વચ્ચે મતભેદો ઊભા થાય છે. આ કાનૂની માળખું ભાગીદારોના આંતરિક સંબંધોને નિયંત્રિત કરે છે અને દરેક વ્યક્તિના હકો તેમજ જવાબદારીઓની સ્પષ્ટ સીમા નક્કી કરે છે. કોઈ પણ વ્યાપારી સાહસ શરૂ કરતી વખતે ભાગીદારી કરાર સૌથી મહત્વનો દસ્તાવેજ ગણાય છે. જો કે, માત્ર કરાર હોવાથી વિવાદો સંપૂર્ણપણે ટળી શકતા નથી. વ્યાપારી નિર્ણયોમાં અસંમતિ, નફાની વહેંચણીમાં ગેરરીતિ, અને વહીવટી સત્તાનો દુરુપયોગ જેવા કારણોસર ભાગીદારો વચ્ચે સંઘર્ષ જન્મ લે છે.

- Advertisement -

ભાગીદારીમાં વિવાદના કારણો
ભાગીદારી પેઢીમાં વિવાદો ઉદ્ભવવા પાછળ અનેક વ્યાપારી અને માનવસહજ કારણો જવાબદાર હોય છે. સૌથી મુખ્ય કારણ હિસાબોની અસ્પષ્ટતા અથવા નાણાકીય ગેરરીતિ છે. જ્યારે કોઈ એક ભાગીદાર પેઢીના નાણાંનો અંગત ઉપયોગ કરે અથવા હિસાબી ચોપડા ગુપ્ત રાખવાનો પ્રયાસ કરે, ત્યારે અન્ય ભાગીદારોમાં અવિશ્વાસ પેદા થાય છે. આ ઉપરાંત, વહીવટી નિર્ણયોમાં અસંમતિ પણ મોટા વિવાદનું કારણ બને છે. એક ભાગીદાર કોઈ મોટો આર્થિક નિર્ણય અન્યની સંમતિ વિના લે ત્યારે કાનૂની અને વ્યાપારી સંઘર્ષ ઊભો થાય છે. કાર્યભારની અસમાન વહેંચણી પણ અસંતોષ જન્માવે છે, જેમાં સક્રિય રીતે કામ કરતો ભાગીદાર અન્ય નિષ્ક્રિય ભાગીદારો સામે વિરોધ નોંધાવે છે. નવા ભાગીદારને પ્રવેશ આપવો, જૂના ભાગીદારની નિવૃત્તિ અથવા કોઈ ભાગીદારના મૃત્યુ બાદ તેના વારસદારોના હક સંબંધિત બાબતોમાં પણ વિવાદો થાય છે. કાયદાકીય દ્રષ્ટિએ, જ્યારે કોઈ ભાગીદાર પોતાની મર્યાદા બહાર જઈને ત્રીજી વ્યક્તિ સાથે વ્યવહાર કરે છે અને પેઢીને આર્થિક જોખમમાં મૂકે છે, ત્યારે અન્ય ભાગીદારો વચ્ચે કાનૂની લડાઈ શરૂ થાય છે.

ભાગીદારનાં અધિકારો
નફાનો અધિકાર :કલમ-૧૩બી હેઠળ કરારમાં નક્કી થયા મુજબ અથવા કોઈ સ્પષ્ટતા ન હોય તો તમામ ભાગીદારો સરખા હિસ્સે પેઢીનો નફો કે નુકસાન વહેંચી લેવાનો કાનૂની અધિકાર ધરાવે છે.
સંચાલનનો અધિકાર :કલમ-૧૨બી હેઠળદરેક ભાગીદારને પેઢીના રોજિંદા ધંધાકીય કામકાજ અને સંચાલનમાં સક્રિયપણે ભાગ લેવાનો અને પોતાના મંતવ્યો રજૂ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
હિસાબો તપસવાનો અધિકાર :કલમ-૧૨ડી હેઠળભાગીદાર પેઢીના તમામ હિસાબી ચોપડાઓ, દસ્તાવેજો અને ચોપડાઓની નકલ જોવાનો, તેની તપાસ કરવાનો તથા પોતાની પાસે નકલ રાખવાનો અધિકાર ધરાવે છે.
મૂડી પર વ્યાજનો અધિકાર :કલમ-૧૩ડી હેઠળજો ભાગીદારે પેઢીને પોતાની મૂડી ઉપરાંત વધારાની લોન આપી હોય, તો કરાર મુજબ અથવા કાયદા અનુસાર વાર્ષિક ૬% લેખે વ્યાજ મેળવવાનો અધિકાર છે.
સંમતિનો અધિકાર :કલમ-૩૧(૧) હેઠળબધા ભાગીદારોની સર્વસંમતિ વગર પેઢીમાં કોઈ પણ નવી વ્યક્તિને ભાગીદાર તરીકે પ્રવેશ આપી શકાતો નથી. દરેક ભાગીદાર આ અંગે સમંતિ કે અસંમતિ આપી શકે છે.
ખર્ચ ભરપાઈનો અધિકાર :કલમ-૧૩ઈ હેઠળપેઢીના ધંધા માટે અથવા કટોકટીના સમયે ભાગીદારે પોતાના ખિસ્સામાંથી કરેલો વ્યાજબી ખર્ચ પેઢી પાસેથી પરત મેળવવાનો (ભરપાઈ કરવાનો) તેને પૂરો અધિકાર છે.
પેઢી માંથી નિવૃત્તિનો અધિકાર :કલમ-૩૨(૧) હેઠળકોઈપણ ભાગીદાર અન્ય ભાગીદારોને યોગ્ય નોટિસ આપીને અથવા કાયદાકીય શરતોનું પાલન કરીને પેઢીમાંથી નિવૃત્ત થવાનો કે છૂટા થવાનો અધિકાર ધરાવે છે.
પેઢીનાં વિસર્જનનો અધિકાર :કલમ-૪૪ હેઠળજો પેઢીમાં ગંભીર વિવાદ થાય કે અન્ય ભાગીદાર શરતોનો ભંગ કરે, તો કાયદાકીય માર્ગે પેઢીનું વિસર્જન (બંધ) કરાવવા માટે અદાલતમાં અરજી કરવાનો અધિકાર છે.

સિવિલ કેસની સંપૂર્ણ પ્રક્રિયા
(૧) કાનૂની નોટિસ :દાવો દાખલ કરતા પહેલાં અન્ય ભાગીદારોને એડવોકેટ મારફતે લીગલ નોટિસ મોકલવી હિતાવહ છે. જેમાં વિસર્જનની માંગણી અને હિસાબ પૂરો કરવાની મુદ્દત આપવી જોઈએ.
(૨) કોર્ટમાં દાવો દાખલ કરવો :વાદી પોતાના એડવોકેટ મારફતે Suit for Dissolution of Partnership Firm and Rendition of Accounts ની ફાઇલ તૈયાર કરી યોગ્ય કોર્ટમાં કેસ દાખલ કરશે.
(૩) સમન્સ અને હાજરી :કોર્ટ પ્રતિવાદીને સમન્સ ઇશ્યૂ કરશે અને સામાવાળાએ કોર્ટમાં હાજર થઈને પોતાનોલેખિત જવાબ (Written Statement) રજૂ કરવાનો રહેશે.
(૪) રીસીવરની નિમણૂક : કેસ ચાલુ હોય તે દરમિયાન જો મિલકતો વેચાઈ જવાની કે ગડબડ થવાની ભીતિ હોય, તો Order 40 CPC હેઠળ કોર્ટ પાસે Court Receiver ની નિમણૂક કરાવી શકાય છે.
(૫) પ્રાથમિક હુકમનામું : આધાર-પુરાવા અને સુનાવણી બાદ કોર્ટ પહેલાંપ્રાથમિક હુકમનામુંપસાર કરશે. જેમાં જાહેર કરાશે કે પેઢીનું વિસર્જન થાય છે અને હિસાબો તપાસવાનો આદેશ અપાશે.
(૬) રીસીવર વડે હિસાબની તપાસ:આર્થિક હિસાબોનું મુલ્યાંકન માટે કોર્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા લિક્વિડેટરને કોર્ટ કમિશ્નરતરીકે નીમે છે, જે હિસાબ તૈયાર કરીને કોર્ટમાં રિપોર્ટ રજૂ કરે છે.
(૭) આખરી હુકમનામું :કમિશનરના રિપોર્ટ અને બંને પક્ષોના વાંધા-વચકા સાંભળ્યા બાદ કોર્ટઆખરી હુકમનામું આપે છે જેમાં નક્કી થાય છે કે કોણે કોને કેટલા પૈસા ચૂકવવાના છે અને મિલકતની વહેંચણી કેમ થશે.

- Advertisement -

ભાગીદારી કેસમાં કાનૂની ઉકેલ
વિવાદ ઊભો થાય ત્યારે પ્રથમ તબક્કે ભાગીદારી કરારમાં દર્શાવેલી મધ્યસ્થતાની જોગવાઈનો ઉપયોગ કરી શકાય છે. જો મધ્યસ્થતા નિષ્ફળ જાય, તો ભાગીદારો દીવાની અદાલતમાં દાવો દાખલ કરી શકે છે. અદાલત વિવાદની ગંભીરતા જોઈને અંતરિમ મનાઈહુકમ આપી શકે છે, જેથી કોઈ ભાગીદાર પેઢીની મિલકતો વેચી ન દે અથવા નાણાકીય ગેરરીતિ ન કરે. આ ઉપરાંત, અદાલત પેઢીના વહીવટ અને મિલકતોની જાળવણી માટે સ્વતંત્ર રિસીવરની નિમણૂક પણ કરી શકે છે. ગંભીર નાણાકીય છેતરપિંડી કે બનાવટી દસ્તાવેજોના કિસ્સામાં ફોજદારી કાયદા હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે. કાનૂની માળખું વિવાદોના ઉકેલ માટે એક મજબૂત અને ન્યાયી પ્રણાલી પૂરી પાડે છે.

કોર્ટ કેસમાં ફ્રી કાનૂની માર્ગદર્શન માટે 9662633144 નંબર પર વોટ્સએપ કરી સંપર્ક કરી શકો છો, સામાજિક ઉત્તરદાયિત્વનાં ભાગ તરીકે આપને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે.

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી
Next Article કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?