પરેશ રાજગોર
દેવાંગી ભટ્ટની નવી લઘુ નવલ ઓલમોસ્ટ ઇશ્વર પ્રગટ
- Advertisement -
વર્તમાન ગુજરાતી સાહિત્યના આસમાનમાં ઝળહળે છે. એક નામ ‘દેવાંગી ભટ્ટ’. તેમની એક લઘુ નવલ ‘ઓલમોસ્ટ ઈશ્વર’ ઓક્ટોબર ૨૦૨૫થી જુલાઈ ૨૦૨૬ સુધી હપ્તાવાર ‘નવનીત સમર્પણ’ માસિકમાં પ્રગટ થઈ, જે ખાસી આકર્ષક રહી. તે નવભારત સાહિત્ય મંદિર દ્વારા હાલ તુરંત પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ છે, તેનું વિમોચન ૧૧ જુલાઈ એ થયું. એ હાથમાં લેતા જ સવળા કામ અને કાળનું ભાન ભૂલી પૂરી કરવી જ પડી કારણ… કારણ એ જ કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલો ગણતરીના દિવસો જીવશે એવો લેખક… નહીં આ કથા નો ‘સૂત્રધાર’ છેલ્લા બે કામ કરીને જ જવા મક્કમ છે. એક પોતાનો ફ્લેટ નંબર ૧૦૧ કોઈકના નામે કરી જવો અને બે મરતાં પહેલાં એક છેલ્લી કથા લખવી. ૧૦૦ વર્ષ જુના જર્જરિત ‘શકુંતલાબાઈચી ઈમારત’નો ઇતિહાસ વાગોળતા એટલીસ્ટ એ સુજયું કે અંતિમ કથા આજ હોવી જોઈએ, જેમાં કુલ ૧૫ મધ્યમ વર્ગીય કુટુંબો વસે છે, જેના હોવા ન હોવાથી કોઈને ફરક પડતો નથી. એવા આ દરેક કુટુંબની કથા લખવી અને એમાં જેની પાત્રતા હોય તેને આ મકાન સોંપવું અને શરૂ થઈ એ મહાન શોધની શરૂઆત ફ્લોટ નંબર ૧૦૨.. જે બિલકુલ સામે જ હતો. મારવાડી કુટુંબની બંને વહુઓ અને સંયુક્ત કુટુંબમાં સર્જાતો રોજનો કંકાસ, હુંસાતુંસી, હરિફાઈ, આક્ષેપો.. કંઈક કેટલુય.. સમી જશે જો હું આ ફ્લેટ તેને આપી જઈશ અને બંને પોતાનું આગવું ઘર વસાવશે ! પણ બીજા વિકલ્પો પણ જોવા જ પડશે તો ચાલો ફ્લેટ નંબર ૧૦૩ પર જેમાં રહેતા કુમાર અને સત્તુ સ્ટ્રગલિંગ એક્ટર્સ હતા જેને ત્રીજો રહેનારો બિલાલ જે અફવાની યુવક છે અને વારંવાર પહેલા બંનેને (ગર) ઘર ચલે જાઓ વાપીસ (ગર) ઘર ચલે જાઓ બોલતો રહે છે કારણ.. કારણ જાણવા તો પુસ્તક જ વાંચવું પડશે. હું તો અહીં માત્ર લેખકના અવલોકનનું વિહંગાવલોકન જ રજૂ કરી શકીશ. જેમાં ૧૦૪ નંબરના ફ્લેટમાં મળશે ‘દૂધીવાળી ચારુભાઈ જે ૩૬૫ દિવસમાંથી 390 દિવસ દૂધીની વાનગી બનાવીને લેખક જેવા અહીંસક જીવની પણ એવી દુશ્મન બની બેઠલી કે તેને જોઈને જ લેખકને પારાવાર ચીડ ચડતી પણ કારણ જાણ્યા પછી લેખકે તેને પણ વારસદારના લીસ્ટમાં સામેલ કરી લીધી! હવે જઈએ ઉપલા મજલે ફ્લેટ નં. ૨૦૧ જેમાં ચાલે છે ‘ફનવે ટ્રર્સ એન્ડ ટ્રાવેલ્સ’ એક મોટી કંપનીની નાનકડી બ્રાન્ચ, પણ ‘દુનિયા કી શેર કર લો’ના સપના બીજાને બતાવતા બતાવતા બ્રાન્ચ મેનેજર પ્રશુન પોતાના પાંચ વર્ષના છોટુને પણ એ સપના બતાવવાની ભૂલ કરી બેસે છે. લેખક એ નથી આંખોમાંથી પડતા બોર બોર જેવડા આંસુઓ સાથે “હમ કહી નહીં જાને વાલે છઠ્ઠી મેં” શબ્દોમાં છુપાયેલી મધ્યમવર્ગીય મજબૂરીને જાણીને આ જૉટ ટેણીયાને જ આપી દેવો જોઈએ તે વિચારે છે, છતાં ૧૫ માંથી હજુ ઘણા બાકી છે જેમ કે ૨૦૨ વાળા ‘માધવીના આઈ ‘બાબા’ જેને કંઈ ખૂટતું ન હતું છતાં એક મધ્યમ વર્ગીય પરિવારની માધવી પરણી બેઠી હતી સમૃદ્ધ ઘરમાં.. હવે આ વૃદ્ધ દંપતીને સતત અનુભવાતી હિણપતમાંથી મારો ક્લેટ બહાર લાવી શકે તો વિચારી શકાય કેમ કે આગળ ૨૦૩ ફ્લેટવાળા અજોબાને તો કાંઈ આર્થિક સમસ્યા જ નથી, પણ એ પરિપૂર્ણ કરવા જતા થઈ ગયેલો તોછડો સ્વભાવ અને થજમાનોને ઉતારી પાડવાની વૃત્તિ કદાચ મારા ફ્લેટને વેચીને ઉપજતા નાણાં ઓછી કરી શકે ખરી? વળી ક્લેટ ૨૦૪ માં તો આમ પણ કોઈ રહેતું નથી. ના.. ના એમ કહેવું સાવ ખોટું છે. એમાં જે રહે છે એ તો મારી સો ટકા નફરતનું વારસદાર બની શકે! ફ્લેટનું નહીં! સાલુ દુષ્ટ ભૂખરૂ બિલાડું!!
ત્રીજે માળે ૩૦૧ છે રોહન સમઝલેનો જે ફેશન ઇન્ડસ્ટ્રીઝના માહોલમાં ટકી રહેવા એક મોહરું પહેરી રાખે છે. લેખક પણ તેને થોડીવાર માટે સચ્ચાઈ સમજી લે છે. પણ એ તો નીકળ્યો સ્ટ્રેટ!! તો ૩૦૨ના પન્ન અને રમણીકલાલ.. એની સ્ટોરી જાણ્યા પછી લેખકને મહદંશે તે ફ્લેટદાન માટે સપાતર લાગ્યા કેમ કે આ કેસમાં તો બેટો એ બાપને કપાતર ગણે છે, જે ખરેખર તો દીકરા માટે એક દિવસ કંઈક કરી જઈ આદર પામવાની અભિપ્સા સેવતો હતો.
પણ જેણે આખી ઈમારત પોતાના રોજિંદા ઝઘડાઓથી ખળભળાવી દીધેલી એવી બે સગી પારસી બાટલાવાલા બહેનો.. જે ૩૦૩માં રહેતી હતી, તેને જો ફ્લેટ આપુ તો એ બંને સાથે સાથે આખી ઈમારતને પણ શાંતિ થઈ જાય. વળી, આગળ ૩૦૪માં એસ્થેટિક સ્ટુડિયો વાળી લેડી તો આમેય હજારો કી વસૂલી કરે છે એટલે એને મારી સંપત્તિ સોંપી જવાનો અર્થ નથી પણ કારણ છે ખરું!!
- Advertisement -
છેલ્લો મજલો ફલેટ ૪૦૧ જેનો મોટીવેટર મુકુંદ દરેક પાત પ્રાસ મેળવીને જ કરતો અને તેથી જ લેખકને એટલો ખટકતો કે લેખકે એને મોકલેલો વિરાર લોકલમાં લટકતો, આને તો કઈ આપી શકીશ નહીં… મુકુંદરૂપી કતરના વિચારોના નકતરને ભેદી આગળ ચાલતા મળ્યો બંટી ! ફલેટ નં. ૪૦૨નો બાળક પણ ત્યાં સુધી પુલબુલો રહ્યો જ્યાં સુધી એના હાથમાં નહોતો આવ્યો. પેલો “ઓરેન્જ બોલ’..!! છેલ્લે બે ફ્લેટ શું બાકી રાખવા, પણ ૪૦૩માં રહેતા મરાઠી અસ્મિતા માટે લડતા પ્રમુખ કરતાં એણે કમ અને રાખેલો બિહારી નોકર લલન વધુ પાત્ર લાગતો હતો, પણ એ તો બહારનો હતો. એટલે ૪૦૪માં નજર દોડાવી જ્યાં ૩૦ની થવા આવેલી ભણેલી ગણેલી બુલા અને તેના લગ્નના સપનાં જોતી બુદ્ધી દાદી થાકોમાં રહેતા હતા. જેને બુલાના લગ્નનો આનંદ તો હતો પણ મેવ મેકિંગ સાઈટ પરથી મળેલો મુરતિયો, બધું માપી તોલીને કરેલા વિવાહમાં પ્રેમથી શી રીતે હોય એ વાતનો વસવસો પણ હતો! અંતે આટલી શોધ પછી તો લેખક ખુદ પોતાને ઓલમોસ્ટ ઈસ્વર માનવા લાગ્યા. છેવટે નિર્ણય જાહેર કરવા બેઠા કે.. હું મારો ફોટ….
ધણણણ…..ધડામ…લેખક તો ખુદ ઈશ્વર પાસે પહોંચવા નીકળી ગયા! તો અંતે થયું યું ?એ જાણવા અને માત્ર ચાર લીટીમાં લખાયેલા દરેક ફ્લેટના ચિત્રણને પૂરું માણવા વાંચવું જ રહ્યું દેવાંગીબેન ભટ્ટનું પુસ્તક “ઓલમોસ્ટ ઈશ્વર.




