By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    7 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    6 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    7 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    7 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    8 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    9 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ફન બ્લાસ્ટ’ બાબતે રજનું ગજ થયું: સામાન્ય તણખો થયો અને ફેલાઈ આગની અફવા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘ફન બ્લાસ્ટ’ બાબતે રજનું ગજ થયું: સામાન્ય તણખો થયો અને ફેલાઈ આગની અફવા
રાજકોટ

‘ફન બ્લાસ્ટ’ બાબતે રજનું ગજ થયું: સામાન્ય તણખો થયો અને ફેલાઈ આગની અફવા

Khaskhabar Editor
Last updated: 2026/04/27 at 4:14 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

ફાયર સેફ્ટીના તમામ નિયમોનું ચુસ્ત પાલન થતું હોવાનો અને કોઈ જ નુકસાન ન થયાનો મેનેજર જયદીપસિંહ પરમારનો દાવો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટના મોટા મોવા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત મનોરંજન કેન્દ્ર “ફન બ્લાસ્ટ” (ઋીક્ષ ઇહફતિ)ં અંગે ગઈકાલથી સોશિયલ મીડિયા અને અન્ય સ્થાનિક માધ્યમોમાં વિકરાળ આગ લાગવાની ઘટનાને લઈને અનેક અફવાઓ વહેતી થઈ હતી. સામાન્ય શોર્ટ સર્કિટની ઘટનાને ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ સાથે સાંકળી દેવામાં આવી હતી. આ અફવાઓને કારણે ત્યાં ઉપસ્થિત અને અનુપસ્થિત નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો. સમગ્ર મામલાની ગંભીરતાને જોતા સંસ્થાના મેનેજમેન્ટ મેનેજર જયદીપસિંહ પરમાર દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ મોટી દુર્ઘટના ઘટી નથી અને સંસ્થા તમામ સુરક્ષા માપદંડો પર ખરી ઉતરે છે. મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સંસ્થાના સંકુલમાં એક સામાન્ય ઇલેક્ટ્રિકલ સ્પાર્કિંગ (શોર્ટ સર્કિટના કારણે ઉડેલો તણખો) જોવા મળ્યો હતો. તણખો થતાની સાથે જ ત્યાં લગાવેલી આધુનિક સેન્સર આધારિત એલાર્મ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી. આધુનિક ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને સતર્ક સ્ટાફને કારણે ગણતરીની સેક્ધડોમાં જ પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર જે પ્રકારે મોટી આગના દાવા કરવામાં આવી રહ્યા છે, તેમાં કોઈ તથ્ય નથી. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી.

રાજકોટ ફન બ્લાસ્ટ મેનેજમેન્ટે પુરાવા સાથે કરી સત્તાવાર સ્પષ્ટતા

શોર્ટ સર્કિટના સામાન્ય તણખાને મોટી દુર્ઘટના ગણાવી ફેલાવાયેલી અફવાઓનું ખંડન

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અગાઉ બનેલી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને ફન બ્લાસ્ટ મેનેજમેન્ટ સુરક્ષા બાબતે અત્યંત ગંભીર છે. મેનેજર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ અહીં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ગત તા. 08-04-2026ના રોજ તંત્રએ ફાયર સેફ્ટી અંગે સકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (ગઘઈ) તાજેતરમાં જ રીન્યુ કરવામાં આવ્યું છે, જે 13-04-2026થી કાયદેસર રીતે માન્ય છે. આ ઉપરાંત ભીડભાડવાળા મનોરંજન કેન્દ્રોમાં સૌથી મહત્વની બાબત નિકાસની હોય છે ત્યારે સમગ્ર કેમ્પસમાં કુલ 8 ઇમરજન્સી એક્ઝિટ ગેટ્સ મૂકવામાં આવ્યા છે. આ તમામ ગેટ્સ હંમેશા ખુલ્લા રાખવામાં આવે છે, જેથી કટોકટીના સમયે લોકો સરળતાથી બહાર નીકળી શકે. આ તણખાની ઘટના વખતે પણ લોકો ખૂબ જ ઝડપથી અને સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા.
ફન બ્લાસ્ટ માત્ર સાધનો લગાવીને બેસી રહ્યું નથી, પરંતુ તેનું સંચાલન પણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે. ગેમ ઝોન જ્યારે પણ ચાલું હોય ત્યારે ક્વોલિફાઇડ સ્ટાફ સતત સ્થળ પર હાજર રહે છે. દર મહિને ફાયર ઓફિસરની દેખરેખ હેઠળ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવે છે, જેથી સ્ટાફ કોઈપણ પરિસ્થિતિ સામે લડવા તૈયાર રહે. કોઈપણ નવા સ્ટાફની નિમણૂક કરતા પહેલા તેને ફરજિયાતપણે ફાયર સેફ્ટીની સઘન તાલીમ આપવામાં આવે છે.
રવિવારે સાંજે બનેલી ઘટના સમયે હાજર ગ્રાહકો પ્રત્યે સંસ્થાએ ઉમદા અભિગમ દાખવ્યો હતો. જે ગ્રાહકોએ ગેમ્સ માટે રિચાર્જ કરાવ્યું હતું પરંતુ આ સામાન્ય ઘટનાને કારણે રમ્યા વિના બહાર આવવું પડ્યું, તેવા તમામ ગ્રાહકોને સંપૂર્ણ રકમ પરત (છયરીક્ષમ) કરી દેવામાં આવી હતી. આ બાબત દર્શાવે છે કે સંસ્થા માટે ગ્રાહકોની સુરક્ષા અને સંતોષ નફા કરતા વધુ મહત્વનો છે.
ફન બ્લાસ્ટના મેનેજર જયદીપસિંહ પરમારે જાહેર જનતાને નમ્ર અપીલ કરી છે કે, સોશિયલ મીડિયામાં ફરતા ખોટા વીડિયો કે ભ્રામક લખાણો પર વિશ્વાસ ન કરવો. અફવાઓ ફેલાવવી એ ગુનો છે અને તેનાથી બચવું જોઈએ. અમે તમામ સુરક્ષા નિયમોનું પાલન કરીએ છીએ અને લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હોવાથી અને માત્ર નિરીક્ષણના ભાગરૂપે કામગીરી અટકાવવામાં આવી હોવાથી, મેનેજમેન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી એક-બે દિવસમાં જ ફન બ્લાસ્ટ ફરીથી રાબેતા મુજબ ધમધમતું થઈ જશે. રાજકોટના નાગરિકો ફરીથી સુરક્ષિત વાતાવરણમાં મનોરંજન માણી શકશે.
આમ રાજકોટમાં ફન બ્લાસ્ટની ઘટનાને લઈને ફેલાયેલી વાતોમાં કોઈ દમ નથી. ફાયર સેફ્ટીના સાધનો અને સ્ટાફની સતર્કતાને કારણે નાની અમથી સ્પાર્કિંગની ઘટનાને પણ સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવી છે. શહેરીજનોએ સત્તાવાર માહિતીને જ સાચી માનવી જોઈએ.

You Might Also Like

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મનપામાં 51.18% મતદાન
Next Article કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?