સૌથી વધુ મતદાન વોર્ડ નં.15માં 68.39% અને સૌથી ઓછું મતદાન વોર્ડનં.1માં 43.12%
કાળઝાળ ગરમી વચ્ચે લોકશાહીના પર્વની ઉજવણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતભરમાં 26 એપ્રિલના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગરમીના પ્રકોપ વચ્ચે પણ મતદારોએ ઉત્સાહ દાખવતા 51.18 ટકા મતદાન નોંધાયું છે, જે છેલ્લા 26 વર્ષનો સૌથી ઊંચો આંકડો છે. બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો, જેમાં તાલુકા પંચાયતોમાં મતદાનનો આંકડો 60 ટકાને પાર કરી ગયો છે.
રાજકોટ ચૂંટણી શાખાના સત્તાવાર આંકડાઓ મુજબ, મહાનગરપાલિકાના 18 વોર્ડની ચૂંટણીમાં નોંધાયેલા 51.18 ટકા મતદાનમાં પુરુષોનો ફાળો 55.87 ટકા અને મહિલાઓનો ફાળો 46.15 ટકા રહ્યો હતો. તેવી જ રીતે, રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 58.98 ટકા મતદાન થયું છે, જેમાં પુરુષ મતદારોનું પ્રમાણ 63.85 ટકા અને સ્ત્રી મતદારોનું 53.66 ટકા નોંધાયું છે. જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 60.36 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ગોંડલ નગરપાલિકાના 7 વોર્ડમાં 48.51 ટકા મતદાન સાથે મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
રાજકોટમાં આજે કાળઝાળ ગરમીએ મતદાનની પ્રક્રિયા પર મોટી અસર પાડી હતી. શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી જતાં બપોરના સમયે મતદાન મથકો પર સન્નાટો જોવા મળ્યો હતો. સવારના પ્રથમ બે કલાકમાં 6.91 ટકા મતદાન બાદ ગતિ વધી હતી, પરંતુ બપોરે 1 થી 3 માં 9.21 ટકા અને 3 થી 5 દરમિયાન માત્ર 6.08 ટકા જ મતદાન થયું હતું. સામાન્ય રીતે દરેક ચૂંટણીમાં છેલ્લી કલાકોમાં 15 થી 17 ટકાનો ઉછાળો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે છેલ્લી કલાકોમાં માત્ર 5.97 ટકા જ મતદાન
વધ્યું હતું.
ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો, વર્ષ 2000માં 36.54 ટકા થી શરૂ થયેલો મતદાનનો ટ્રેન્ડ 2026માં 51.18 ટકા સુધી પહોંચ્યો છે. જોકે, એસઆરઆઈ (જછઈં) અને અન્ય જાગૃતિ અભિયાનો બાદ મતદાનમાં જે મોટા ઉછાળાની અપેક્ષા હતી, તેના પર ગરમીએ પાણી ફેરવી દીધું હોય તેમ જણાય છે. બપોરના સમયે મતદારો ઘરમાં પૂરાઈ રહ્યા હતા, જેની અસર અંતિમ ટકાવારી પર સ્પષ્ટ દેખાય છે. હવે આ નીચું મતદાન સત્તાધારી પક્ષને ફળશે કે વિપક્ષને, તે તો પરિણામના દિવસે જ ખબર પડશે.
- Advertisement -
રાજકોટ મનપાની છેલ્લી 6 ચૂંટણીઓનું વિશ્લેષણ
2000: 36.54%
2005: 39.79%
2010: 41.06%
2015: 50.40%
2021: 50.72%
2026: 51.18%
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 58.98% જ્યારે તાલુકા પંચાયતમાં 60.36% મતદાન થયું
છેલ્લી એક કલાકમાં માત્ર 5.97% અને બપોરે 3થી 5માં માત્ર 6.8% જ મતદાન થયુ: 236 ઉમેદવારોનું ભાવિ ઊટખમાં કેદ
માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ અગ્રણી ચેતનભાઇ ગોંડલીયાએ પરિવાર સાથે મતદાન કર્યું
સામાજિક અને સહકારી અગ્રણી ભાગ્યેશ વોરાએ મતદાન કરી નૈતિક ફરજ નિભાવી
કોંગ્રેસના યુવા નેતા રોહિતસિંહ રાજપૂતે ગીર સોમનાથ જિલ્લાના અનીડા ગીરમાં મતદાન કર્યું
સ્વ. પૂર્વ ઈખ વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ વોર્ડ નંબર 10મા મતદાન કર્યું
રાઈ માનો જબરો જોશ: 90 વર્ષની વયે પણ મતદાન કર્યું
રાજકોટના 90 વર્ષના રાઈ માના હાથમાં લાકડી અને મોઢે એક જ વાત- “મતદાન તો જ કરવું પડે ને !” રાજકોટની વીર ભગતસિંહ પ્રાથમિક શાળા નં. 58 ખાતે હૃદયસ્પર્શી દ્રશ્ય સર્જાયું હતું. રાઈ મા ઉંમરના થાક કે શારીરિક અશક્તિને ગણકાર્યા વગર, હાથમાં લાકડીનો ટેકો લઈને મતદાન કરવા પહોંચ્યા હતા. અને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વરરાજાએ નાગરિક ધર્મને સર્વોપરી ગણી મતદાન કર્યું
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે લોકશાહીના પર્વે નાગરિક જાગૃતિનું જીવંત પ્રતિબિંબ જોવા મળ્યું હતું. પેઢલા ગામના યુવાન જયદીપ મકવાણાના લગ્નની વિધિઓ પૂર્ણ કરીને નવવધૂ સાથે ઘરે પરત ફર્યા બાદ વરરાજા જયદીપભાઈ પરિવારના સભ્યો તથા જાનૈયાઓ સાથે સીધા જ મતદાન મથકે પોતાનો કિંમતી વોટ આપ્યો હતો
લોકશાહીના પર્વમાં રાજકોટના ઝેન-ઝીનો થનગનાટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રવિવારે વહેલી સવારથી જ રાજકોટના વિવિધ મતદાન મથકો ઉપર મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરતા જોવા મળ્યા હતા. જેમાં યુવા મતદાર હેપીબેન કાચા પંડિત દીનદયાળજી પ્રાથમિક શાળા ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મતદાન એ દેશના નાગરિક તરીકે આપણી પવિત્ર ફરજ છે. રાજકોટના દરેક યુવા મતદારોએ ઘરની બહાર નીકળી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.



