By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    1 hour ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    1 day ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    1 day ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    1 hour ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    1 hour ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    1 hour ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    1 hour ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર
મનીષ આચાર્ય

વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર

Khaskhabar Editor
Last updated: 2026/05/02 at 3:56 PM
Khaskhabar Editor 6 months ago
Share
8 Min Read
SHARE

હની બેઝર સિંહ વાઘ દીપડા સાપ વિછી સહિત કોઈથી ડરતું નથી

શુધ્ધ મધ ઝેરી સાપ વિછી અને મગરના ઈંડા તેનો પ્રિય આહાર છે

- Advertisement -

હની બેઝર કલાકો સુધી અવિરત થાક્યા વીના લડી શકે છે

તમને કોઈ કહે કે આ જગતનું સહુથી વધુ નીડર બહાદુર ઝનૂની અને લડાયક પ્રાણી કયું છે તો તમે કોનું નામ આપશો? સિંહ વાઘ દીપડા ચિત્તા હાથી જંગલી કૂતરા કે મગરનું જ ને? પણ તો તમે આ જગતના સહુથી ખુંખાર, મહાલડાયક પ્રાણી વીશે કાંઈ જ નથી જાણતા. આવું જે પ્રાણી છે તે આ દુનિયાના કોઈ પ્રાણીથી ડરતું નથી. તેનું નામ છે “હની બેઝર”
યસ હની બેઝર આપણી પૃથ્વી પરના કોઈ પ્રાણીથી ડરતું નથી. એવું નથી કે તે મહાકાય છે. તેનું કદ સામાન્ય એવા કૂતરા જેટલું અને વજન માત્ર 20 થી 25 કિલો હોય છે, પણ આ વીસ પચ્ચીસ કિલોના એક કૂતરાના કદના પ્રાણીને વનરાજ સિંહે પણ રસ્તો આપી દેવો પડે છે. તેનું ઝનૂન, અવિરત લડવાની ક્ષમતા, લડવાના વ્યૂહ રચવાની કુશળતા અને તેના શરીરની વિશિષ્ટ રચના તેને બેજોડ બનાવે છે.
હની બેઝર મૂળ આફ્રિકી વંશનું એક કરોડ વર્ષનો ઈતિહાસ ધરાવતું એક નાનું એવું પ્રાણી છે. તેના જૂનામાં જૂના જે અશ્મિભૂત અવશેષો મળ્યા છે તે એંશી લાખ વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. તેના હુમલાખોર સ્વભાવ અને જરૂરતના સમયમાં રક્ષણાત્મક ગેમ રમવાની તેની કુશળતાએ આ પૃથ્વી પરથી તેને લુપ્ત થવા દીધું નથી. અહીં એક સ્પષ્ટતા કરી દઉ કે ભારતમાં ક્યાંક ક્યાં જોવા મળતું “ઘોરખોદિયુ” એક જ કુળના પશુ છે પણ ભારતનું ઘોરખોદિયું હની બેઝરની ઘણી નબળી આવૃતિ છે. ઘોરખોદિયા પાસે એ ઝનૂન નથી હોતું જે હની બેઝરના અસ્તિત્વની ઓળખાણ છે. આ હની બેઝરનું વૈજ્ઞાનિક નામ મેલિવોરા કેપેન્સિસ છે અને તેને રેટલ પણ કહેવામાં આવે છે. રેટલ એટલે કે ચિચિયારી પાડવી. આ પ્રાણી લડતી વખતે સખ્ખત ચિચિયારીઓ કરતું હોવાથી તેને આ નામ આપવામાં આવ્યું છે.
તેના આ હની બેઝર નામ પાછળનું રહસ્ય એ છે કે હની બેઝર મધના ખૂબ શોખીન હોય છે. રોજ તેને કિલો બે કિલો મધ ખાવા જોઈએ છે. આ મધ તેને ક્યાંથી મળે છે તે જાણવું પણ ખૂબ રસપ્રદ છે. આફ્રિકાના ઘોર દુર્ગમ જંગલોમાં એક એવું પક્ષી હોય છે જે હની બેઝરને અગોચર જગ્યાએ આવેલા મધપૂડા સુધી દોરી જાય છે. તેના ધ્યાનમાં કોઈ મધપૂડા આવે ત્યારે તે ખાસ પ્રકારનો અવાજ કરી હની બેઝરને આમંત્રણ આપે છે. તેનો અવાજ સાંભળતા જ હની બેઝર દોડી આવે છે ને પછી આગળ પક્ષી ઊડતું જાય છે ને હની બેઝર તેની પાછળ હોય છે. મધપૂડો હાથમાં આવતા જ હની બેઝર તેના પર તરાપ મારી પુડા છીનવી લે છે. હજજારો માખીઓ તેને ડંખ મારે છે પણ તેની જાડી મજબૂત ચામડીમાં એકેય ડંખ ઉતરતો નથી. તે આ મધ નિરાતે ખાઈ લે પછી બાકી વધેલો ભાગ પેલા પક્ષીને આપી દે છે. આ પક્ષી અને હની બેઝર વચ્ચેનો આ સંબંધ લાખો વર્ષ જૂનો છે.
હની બેઝર ઝઘડો કરવાનું શોખીન પ્રાણી છે. તે કોઈપણથી પંગો લઈ લેવો એ તેની ચોવીસે કલાકની પ્રવૃતિ છે. પછી ચાહે તે સિંહ હોય વાઘ હોય દીપડો હોય જંગલી કૂતરા હોય હાથી હોય મગર હોય કે અત્યંત ઝેરી એવા કિંગ કોબ્રા કે બ્લેક મામ્બા સર્પ હોય. ઝેરીમાં ઝેરી વિછી, ગમ્મે તેવા ઝેરી સાપને હની બેઝર જીવતા ચાવી જાય છે. તેના શરીરમાં જે ઇમ્યુનિટી સિસ્ટમ હોય છે તે આ ઝેરને ન્યુટ્રલાઇઝ કરતા રસાયણોનો સ્ત્રાવ કરે છે, એટલે હની બેઝર જ્યારે કોઈ ઝેરી સાપ વિચ્છીને ખાઈ જાય ત્યારે વધુમાં વધુ તે બે ચાર કલાક સૂઈ રહે છે અને પછી ફરીને એ ઝેરી સાપ વિછીનુ અધૂરું ભોજન પૂરું કરે છે. હની બેઝર કોઈ પણથી બાખડી પડે છે ને મોટા ભાગે વિજયી જ બને છે. હની બેઝરને મગરના ઈંડા બહુ ભાવે છે અને તે ખાવા માટે મગરને ચેલેન્જ આપી તેની નજર સામે મગરના રહેઠાણમાં ઘૂસે છે.
હની બેઝરનું ચામડું એટલું જાડું અને મજબૂત હોય છે કે ભલભલા પશુ તેમાં દાંત કે નખ ભરાવી તેને મ્હાત કરવામાં સફળ રહેતા નથી. આવા કોઈ સિંહ વાઘ દીપડા કે મગરના જડબામાં તે આવી પણ જાય તો સહેજે હિંમત ગુમાવ્યા વીના 180 ડીગ્રીએ પોતાના શરીરને ટર્ન આપી સામેના પશુની પક્કડ છોડાવી દે છે. હની બેઝર મોટા ભાગે સામેના પશુના મોઢા પર સખ્ખત ઝડપે પ્રહાર કરી તેના દાંત ઝડબા હચમચાવી નાખે છે. તે એટલો લાંબો સમય સત્તત લડી શકે છે કે સિંહ વાઘ દીપડા જેવા પશુ તેની સામે અથડામણ ટાળવા છેલ્લે સુધી પ્રયાસ કરે છે પણ હની બેઝર તેમને ઉશ્કેરી ઉશ્કેરી લડવા માટે મજબૂર કરે છે.
જંગલી કૂતરા સખ્ખત ઝનૂની હિંસક અને આક્રમક પ્રાણી ગણાય છે. તેઓ આઠ દસનું ઝુંડ બનાવી પોતાના શિકારને થકવી દેવામાં માહેર હોય છે, પરંતુ આવા આઠ દસ જંગલી કૂતરાને એક હની બેઝર એકલું જ થકવી દે છે. તેની ઝડપ, મોઢા પર ઝડપી પ્રહાર કરવાની ખાસ ટેકનીક કૂતરાને મૂંઝવી દે છે. હની બેઝર હંમેશા એકલા જ રહે છે પણ તે એકે હજજારા હોય છે. આઠ દસ જંગલી કૂતરા તેને ઘેરી વળે તો પણ કલાકો સુધી તે તેમનો મુકાબલો કરી ઘણું કરીને વિજયી બને છે. ગમ્મે તેવી ઇજા તેના આત્મવિશ્વાસ અને ઝનૂનને તોડી શકતી નથી, ગમ્મે એવું ઝેર તેને મારી શકતું નથી. હની બેઝરના કરડવાથી નપુસંકતા આવવાની સંભાવના હોય છે. જંગલી પશુઓ આ વાતથી કુદરતી રીતે જ્ઞાત હોવાથી તેનાથી અથડામણ ટાળતા હોય છે.
સિંહ વાઘ દીપડા સામે તો તેને એટલું ખુન્નસ હોય છે કે તે સહુ પ્રથમ પ્રહાર તેની ઇન્દ્રિય પર કરવા પ્રયાસ કરે છે. તેનું કદ નાનું હોવાથી તે આ મોટા પ્રાણીની નીચે ઘૂસી તેને ત્રાહીમામ કરી દે છે. હાથીને તો તે ગુસ્સામાં પાગલ કરી મૂકે છે. પોતાની ઊંચાઈ કરતા અનેક ગણો ઊંચો કૂદકો મારી તે છેક હાથીની આંખ સુધી પંજો મારી લે છે. તેની ચપળતાના કારણે તે હાથી જેવા પ્રાણીની પક્કડમાં આવતું નથી. એક સિંહ હોય, એક દીપડો હોય એક વાઘ હોય તો પણ હની બેઝર એકલા જ આ ત્રણેય ને ફાઇટ માટે આમંત્રણ આપી મુકાબલો કરે છે.
આવું ખુંખાર હની બેઝર પોતાના બચ્ચાને દિલો જાનથી ચાહે છે. સિંહ દીપડા જેવા પશુ ક્યારેક તેના રેઢા બચ્ચા ને ઉપાડી જાય અને માતા હની બેઝરને ખબર પડે તો તેનો પીછો ગમ્મે તેમ કરી તેને છોડાવી લે છે. હની બેઝર પશુના પગલાંની છાપમાંથી તે કયું પ્રાણી છે અને કઈ દિશામાં ગયું છે તે પામી જાય છે. તે અત્યંત બુધ્ધીશાળી હોય છે અને આક્રમણ તેમજ બચાવની વ્યૂહરચનામાં માહેર હોય છે.
હની બેઝેનની આ તમામ ખાસિયતો ધ્યાનમાં રાખી ગિનિઝ બુક દ્વારા તેને વિશ્વના સહુથી નીડર લડાયક અને બહાદુર પ્રાણીનો ક્રમાંક એકનો દરજ્જો આપવામાં આવ્યો છે.

You Might Also Like

ગીધોનો વિનાશ: એક દવાએ બદલી નાખેલું ભારતનું આકાશ

છત્તીસગઢ : પૂરી પંચોતેર ભાજીનું લીલુંછમ વિશ્વ!

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકીટમાં કોનો ફોટો છે ?
Next Article નાસડેકની તેજી નવો ફુગ્ગો કે નવો યુગ??

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Authorમનીષ આચાર્ય

ગીધોનો વિનાશ: એક દવાએ બદલી નાખેલું ભારતનું આકાશ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Authorમનીષ આચાર્ય

છત્તીસગઢ : પૂરી પંચોતેર ભાજીનું લીલુંછમ વિશ્વ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Authorમનીષ આચાર્ય

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?