દિલ્હીમાં કડક સુરક્ષા, 28 હજાર સુરક્ષાકર્મી તૈનાતઃ CCTV કેમેરાઓનું નેટવર્ક વધારાયું
કોકરોચ જનતા પાર્ટી (CJP) શુક્રવારે સાંજે ૫ વાગ્યે દિલ્હીના કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં ‘તિરંગો લહેરાવો’ રેલી યોજવા જઈ રહી છે. પાર્ટીની માગ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની છે. આ ઉપરાંત, તે આશુતોષ રાંકા અને સૌરવ દાસને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના નિર્ણયનો વિરોધ કરશે. જોકે, કનોટ પ્લેસ અને આસપાસના વિસ્તારોમાં BNSSની કલમ ૧૬૩ લાગુ છે. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)એ કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કને ૧૬ અને ૧૭ ઑક્ટોબરે સામાન્ય લોકો માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. NDMCએ તેનું સ્પષ્ટ કારણ જણાવ્યું નથી. CJPના સ્થાપક અભિજીત દીપકેએ ધરપકડની આશંકા વ્યક્ત કરી છે. તેમણે ગુરુવારે રાત્રે ૧૨ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો કે દિલ્હી પોલીસ તેમને ગુરુવારે રાત્રે અથવા શુક્રવારે સવાર સુધીમાં ધરપકડ કરી શકે છે.
અભિજીતે ડ પર કેટલીક તસવીરો પોસ્ટ કરીને આરોપ લગાવ્યો કે સાદા કપડાંમાં પોલીસકર્મીઓ તેમનો પીછો કરી રહ્યા છે. તેમણે કહ્યું- હું નરેન્દ્ર મોદીને કહેવા માગું છું કે અમે આનાથી ડરવાના નથી. હું અહીં બેઠો છું, આવો અને ઉઠાવી લો. જો આ દેશમાં તિરંગો લહેરાવવા માટે જેલ જવું પડશે, તો અમે તેના માટે તૈયાર છીએ. CJP માર્ચ પહેલાં સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. કનોટ પ્લેસ અને આસપાસના વિસ્તારોમાં ૬,૦૦૦થી વધુ પોલીસકર્મીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની ૨૨૦ કંપનીઓ એટલે કે આશરે ૨૨ હજાર જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. દેખરેખ માટે CCTV કેમેરાના નેટવર્કમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કને બંધ કરવાના NDMCના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. CJPના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ પાર્ક બંધ કરવામાં આવ્યો છે. CJI સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જયમાલ્ય બાગચીની ખંડપીઠે આશા વ્યક્ત કરી કે તમામ પક્ષો સમજદારીથી કામ લેશે. ન્યાયમૂર્તિ બાગચીએ કહ્યું કે પ્રદર્શનનો અધિકાર, કાયદો અને વ્યવસ્થા તથા નાના દુકાનદારોની આજીવિકા જેવા મુદ્દાઓ એકબીજા સાથે જોડાયેલા છે. જો આ કાર્યવાહીથી વેપારીઓને નુકસાન થાય છે, તો કોર્ટ પોતાના બંધારણીય અધિકારો હેઠળ હસ્તક્ષેપ કરી શકે છે. અરજી પર ૨૬ અથવા ૨૭ ઓક્ટોબરે સુનાવણી થઈ શકે છે.




