By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    1 day ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    1 day ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    1 day ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    1 day ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    2 days ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 day ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    7 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગીધોનો વિનાશ: એક દવાએ બદલી નાખેલું ભારતનું આકાશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > ગીધોનો વિનાશ: એક દવાએ બદલી નાખેલું ભારતનું આકાશ
Authorમનીષ આચાર્ય

ગીધોનો વિનાશ: એક દવાએ બદલી નાખેલું ભારતનું આકાશ

Khaskhabar Editor
Last updated: 2026/10/10 at 1:36 PM
Khaskhabar Editor 1 hour ago
Share
8 Min Read
SHARE

1980 આસપાસ ભારતમાં ચાર કરોડથી વધુ ગીધો હતા

ગીધોના વિનાશના પગલે શ્વાન અને ઉંદરોનો વધેલો ઉપદ્રવ આજ દી સુધી ભારતને સતાવી રહ્યો છે

- Advertisement -

ડૉ. મનીષ આચાર્ય : નેચરોપેથ

એક સમય હતો, જ્યારે ભારતના આકાશમાં ગીધોનું જાણે સામ્રાજ્ય હતું. એક અંદાઝ મુજબ 1980 પહેલા ભારતમાં ગીધોની સંખ્યા ચાર કરોડથી વધુ હતી.
ગામની બહાર કોઈ ગાય કે ભેંસનું મૃત્યુ થાય, રસ્તાની બાજુએ કોઈ પશુનું મૃતદેહ પડ્યું હોય કે જંગલમાં કોઈ મોટું પ્રાણી મૃત્યુ પામ્યું હોય, તો થોડા સમય પછી આકાશમાં ગોળ ગોળ ચક્કર લગાવતા ગીધો દેખાવા લાગતા. જાણે કુદરતની પોતાની સફાઈ વ્યવસ્થા કામે લાગી હોય! આ દ્રશ્ય તે સમયે ખૂબ હિંસક લાગતું પણ હવે સમજાય છે કે પ્રકૃતિની પ્રત્યેક હિંસા પાછળ કેવો ઊંડો અને ઉમદા કલ્યાણભાવ હોય છે.
આપણને સુંદર લાગતા પક્ષીઓની સૂચીમાં ગીધને ક્યારેય સ્થાન મળ્યું નથી. તેમનું શરીર, તેમનો ખોરાક અને જીવનશૈલી માનવીના મનમાં એક ખાસ અભાવ, સૂગ પેદા કરે છે, પરંતુ પ્રકૃતિમાં દરેક જીવનું મૂલ્ય તેની સુંદરતાથી નક્કી થતું નથી. ઘણી વખત જે જીવ આપણને અપ્રિય લાગે છે, તે પર્યાવરણ માટે અત્યંત જરૂરી હોય છે.
ગીધો તેનું ઉત્તમ ઉદાહરણ છે.
ધરતી પર રોજ હજજારો લાખો નાના મોટા જીવો દેહ છોડતા હોય છે, તેના મૃતદેહનો નિકાલ કરવાની વ્યવસ્થા સરકાર તો નથી કરતી તો કોણ કરે છે? વાસ્તવમાં આપણને જેમના માટે સૂગ છે તેવા આ ગીધો કુદરતના સફાઈ કામદાર છે. મૃત પશુઓના મૃતદેહ તત્કાળ ઓહિયા કરી જઈ તેઓ આપણી આસપાસના સમગ્ર વાતાવરણને સત્તત સ્વચ્છ રાખે છે, પરંતુ કેટલાક દાયકા પહેલા ભારતે એટલી જંગી સંખ્યામાં ગીધો ગુમાવ્યા કે પર્યાવરણીય સમતુલા હચમચી ઊઠી. અને જોવા જેવી વાત તો એ હતી કે કોઈને તેનો અણસાર સુધ્ધાં ન્હોતો કે શું થયું અને કેવી રીતે થયું!
આ મહાવિનાશ પાછળનું મુખ્ય કારણ હતી એક દવા, ડાયક્લોફેનાક સોડિયમ નામની એક દર્દ શામક દવા એટલે કે, પે ઇ ન કી લ ર!
આજથી 45 47 વર્ષ પહેલા ભારતનું આકાશ ગીધોથી ભરેલું હતું. 1980ના દાયકામાં તો ભારતના અનેક વિસ્તારોમાં ગીધોના ઝુંડના ઝુંડ જોવા મળે એ સામાન્ય દૃશ્ય હતા. ખાસ કરીને Gyps સમૂહની ત્રણ પ્રજાતિઓ, ઓરિએન્ટલ વ્હાઇટ-બેક્ડ વલ્ચર, લોંગ-બિલ્ડ વલ્ચર અને સ્લેન્ડર-બિલ્ડ વલ્ચર, ગીધની આ પ્રજાતિ ભારતીય ઉપખંડમાં ઘણી ઘણી મોટી સંખ્યામાં જોવા મળતી હતી, પરંતુ 1990ના દાયકામાં કંઈક અસામાન્ય બનવા લાગ્યું…..ગીધો ઝડપથી મરવા લાગ્યા.

શરૂઆતમાં ગીધોના આટલી મોટી સંખ્યામાં મૃત્યુનું કારણ સ્પષ્ટ નહોતું. વૈજ્ઞાનિકોએ મૃત ગીધોની તપાસ શરૂ કરી ત્યારે વારંવાર એક જ પ્રકારનું ચિત્ર સામે આવવા લાગ્યું જેમાં તેમની કિડની કામ કરતી બંધ થઈ હોવાનું સમજાતું હતું અને શરીરના આંતરિક અંગોમાં યુરિક એસિડના સ્ફટિકો જમા થયા હોવાના સંકેતો સ્પષ્ટ થતા હતા. આ સ્થિતિને મેડિકલ પરિભાષામાં વિસેરલ ગાઉટ કહેવામાં આવે છે. પણ સવાલ હવે એ ઉભો થતો હતો કે હજારો લાખો ગીધોની કિડની એકસાથે કેમ નિષ્ફળ થઈ રહી હતી?
આ સવાલનો જવાબ ધીમે ધીમે મળ્યો!

- Advertisement -

ડાયક્લોફેનાક સોડિયમ એક NSAID દવા છે, જે માનવો ઉપરાંત પશુચિકિત્સામાં પશુઓના દુખાવા અને સોજા ઘટાડવા માટે વપરાતી હતી. ગાય ભેંસને પણ આ દવા છૂટથી આપવામાં આવતી હતી. ત્યારબાદ ડાયક્લોફેનિકનું લાંબા સમય સુધી સેવન કરનાર પશુનું જ્યારે મૃત્યુ થતું અને તેના મૃતદેહ ખુલ્લામાં પડી રહેતા ત્યારે ગીધોના ટોળા એ મૃતદેહ ખાવા ધસી આવતા.
આ રીતે પશુને આપવામાં આવેલી દવા ફૂડ ચેઇન મારફતે ગીધ સુધી પહોંચી પણ ગીધ માટે ડાયક્લોફેનાક અત્યંત કાતિલ સાબિત થઈ.
વૈજ્ઞાનિક અભ્યાસોમાં જણાયું કે ડાયક્લોફેનાકના સંપર્કમાં આવેલા ગીધોમાં કિડની નિષ્ફળતા અને ત્યારબાદ મૃત્યુ થઈ શકે છે. અન્ય ઘરેલું પશુ માટે સામાન્ય ગણાતી દવાની માત્રા ગીધ માટે જીવલેણ બની હતી.
અહીં સૌથી ગંભીર બાબત એ હતી કે દરેક મૃત પશુમાં દવાના અવશેષ જોવા મળ્યા હતા તે ઉપરાંત થોડાં અન્ય રીતે ઝેરી મૃતદેહોએ પણ ગીધની મોટી વસ્તીને ગંભીર નુકસાન પહોંચાડયુ હતું.

એક અભ્યાસ મુજબ, ગીધોની વસ્તીમાં થયેલા વિનાશક ઘટાડાને સમજાવવા માટે આશરે 130થી 760 મૃત પશુઓમાંથી માત્ર એકમાં પણ જીવલેણ ડાયક્લોફેનાક અવશેષ હોવો પૂરતો બની શકે હતો.
ગીધોની મંદ પ્રજનન ગતિ પણ આ સંકટને વધુ ગંભીર બનાવતી હતી. તેઓ ઝડપથી સંખ્યા વધારતા પક્ષીઓ નથી. એક જોડી સામાન્ય રીતે અન્ય પંખી યુગલ કરતા ઓછાં બચ્ચાંને જન્મ આપે છે. તેથી પુખ્ત ગીધોના મોટા પાયે મૃત્યુ પછી નવી પેઢી ઝડપથી ખાલી જગ્યા ભરી શકતી નથી.
પરિણામ અત્યંત ગંભીર આવ્યું.
1990થી 2007 વચ્ચેના સર્વેક્ષણોમાં ઓરિએન્ટલ વ્હાઇટ-બેક્ડ ગીધની સંખ્યામાં 99.9 ટકાથી વધુ ઘટાડો નોંધાયો. લોંગ-બિલ્ડ અને સ્લેન્ડર-બિલ્ડ ગીધની સંયુક્ત સંખ્યામાં પણ આશરે 96.8 ટકાનો ઘટાડો નોંધાયો.

2004 આસપાસ વૈજ્ઞાનિક સંશોધનોએ ડાયક્લોફેનાક અને ગીધોના મૃત્યુ વચ્ચેનો સંબંધ વધુ સ્પષ્ટ કરી દીધો. પાકિસ્તાનમાં થયેલા અભ્યાસો અને ત્યારબાદના પ્રયોગાત્મક સંશોધનોએ પણ દર્શાવ્યું કે ડાયક્લોફેનાકના અવશેષ ધરાવતા પશુઓના મૃતદેહ ગીધો માટે જીવલેણ બની શકે છે. આમ હવે રહસ્ય મોટાભાગે ઉકેલાઈ ગયું હતું. ભારતના કુલ લગભગ ચાર કરોડ ગીધોના મહાવિનાશમાં ડાયક્લોફેનાક મુખ્ય કારણ બની હતી.

ગીધો ગયા અને કુદરતનું ગણિત બદલાયું

વૈજ્ઞાનિકો, સંરક્ષણ સંસ્થાઓ અને પક્ષીપ્રેમીઓએ સરકાર સમક્ષ પશુચિકિત્સામાં ડાયક્લોફેનાકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી. અંતે 2006માં ભારતમાં પશુચિકિત્સા માટે ડાયક્લોફેનાકના ઉપયોગ સામે પ્રતિબંધ મૂકાયો. પરંતુ પ્રકૃતિને થયેલું નુકસાન સરકારી આદેશથી તરત સુધરતું નથી. પ્રતિબંધ પછી પણ કેટલાક સમય સુધી પશુઓના મૃતદેહોમાં ડાયક્લોફેનાકના અવશેષ જોવા મળતા રહ્યા. ત્યારબાદ તેની હાજરી અને સાંદ્રતામાં ઘટાડો થયો અને ગીધોની સંખ્યામાં ઘટાડાનો દર પણ ધીમો પડ્યો.

ગીધોની ગેરહાજરીથી બીજી સમસ્યા ઊભી થઈ.

મૃત પશુઓના શરીરનો નિકાલ ગાંધીના અભાવે અગાઉની જેમ ઝડપથી થતો ન્હોતો. આમ ખુલ્લામાં પડેલા મૃતદેહો બીજા scavengers માટે ખોરાક બન્યા. ખાસ કરીને રખડતા કૂતરાઓ માટે ખોરાકની ઉપલબ્ધતા વધી. આ મુદ્દો માત્ર ખોરાકની સ્પર્ધાનો નહોતો. મૃતદેહો લાંબા સમય સુધી ખુલ્લામાં પડ્યા રહેતાં સડવાની પ્રક્રિયા, પર્યાવરણમાં રોગકારક સૂક્ષ્મજીવોની હાજરી અને માનવ આરોગ્ય સાથે જોડાયેલા જોખમો પણ મહત્વના બન્યા હતા. ગીધ સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી Bombay Natural History Society, BNHS, પણ ગીધોની ગેરહાજરીને કારણે મૃત પશુઓના નિકાલ અને રખડતા કૂતરાઓ સાથે જોડાયેલા આરોગ્ય જોખમો અંગે નિસ્બત દર્શાવી હતી.
અહીં પ્રકૃતિનું એક સરળ ગણિત સમજાય છે,
એક જીવ માત્ર પોતાનું જીવન જીવતો નથી,
તે અનેક બીજા જીવો સાથે જોડાયેલો હોય છે. બીજા અનેક જીવોને નીભાવે છે.

ગીધોના વિનાશના કારણે મધ્યમ અને મોટા કદના પશુઓના મૃત દેહ ખાનારા પશુઓ ના રહ્યા. આ કામ હવે કૂતરા અને ઉંદરો કરવા લાગ્યા. આ નવા ભક્ષકોને વધુને વધુ ભક્ષણ મળવા લાગતા તેઓ રુષ્ટપુષ્ટ બન્યા અને પ્રજા જીવન પર તેનો ત્રાસ વધવા લાગ્યો. કૂતરાઓ માણસોને કરડવામા બેફામ બન્યા અને ઉંદરો ખેતી ધમરોળવા લાગ્યા. કુરૂપ દેખાતા ગીધો ખરેખર તો માનવજાત માટે મહાઉપકારક હતા, કારણ કે સાવ અનિચ્છનીય કચરાને પોતાનો ખોરાક બનાવી સામાન્ય જનજીવન પર કોઈ જફા પહોંચાડ્યા વીના તેઓ પડી રહેતા.
સરકારના જાગવા પછી હજુ આજ દી સુધી ગીધોની જૂની સંખ્યા પ્રાપ્ત થઈ શકી નથી!

You Might Also Like

સરહદનો સાચો સુપરકોપ

સ્ત્રી અને નવરાત્રી

સ્વર્ગ જેવી છે અહીં જિંદગી!

સમોસા, કચોરી અને હિસ્ટેરિયા

જીવનના ઉત્તરાર્ધની નવી શરૂઆત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વામી રામદાસનો ઉપદેશ
Next Article જીવનના ઉત્તરાર્ધની નવી શરૂઆત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સરહદનો સાચો સુપરકોપ

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
સ્ત્રી અને નવરાત્રી
ટેલિકોમ ક્ષેત્રે ભારતની હરણફાળઃ જિયો 2030 સુધીમાં 6G ટેકનોલોજી લોન્ચ કરવા સજજ
વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે
19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ
રાજકોટના વોર્ડ નં. ૭માં એલ.આઈ.સી. અને જનકલ્યાણ સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈનનું ખાતમુહૂર્ત
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

સરહદનો સાચો સુપરકોપ

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
Author

સ્ત્રી અને નવરાત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
Author

સ્વર્ગ જેવી છે અહીં જિંદગી!

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?