By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    32 minutes ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    1 day ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    1 day ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    20 minutes ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    21 minutes ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    23 minutes ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    24 minutes ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    27 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નાસડેકની તેજી નવો ફુગ્ગો કે નવો યુગ??
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > નાસડેકની તેજી નવો ફુગ્ગો કે નવો યુગ??
Author

નાસડેકની તેજી નવો ફુગ્ગો કે નવો યુગ??

Khaskhabar Editor
Last updated: 2026/05/02 at 3:58 PM
Khaskhabar Editor 6 months ago
Share
5 Min Read
SHARE

1995 આસપાસ થી અમેરિકન શેર બજારમાં આઇટી કંપનીઓમાં તેજી ફાટી નીકળી. અચાનક દરેક આઇટી કંપનીના ભાવ ઊંચકાવા લાગ્યા. જેની પાછળ ડોટ કોમ લાગતું હોય તે બધી કંપનીઓના શેરના ભાવ રાજાના કુંવરની જેમ વધવા લાગ્યા..અમુક કંપનીઓના શેરના ભાવ લગભગ છ થી દસ ગણા થઈ ગયા.

આ લાલચોળ તેજીનું કારણ હતું કે અમેરિકન લોકોને આઇટી માં ભવિષ્ય દેખાવા લાગ્યું. એમને થયું કે આવતી કાલ આઇટી (ઇન્ફોર્મેશન ટેકનોલોજી)ની છે અને બધું કમ્પ્યુટરાઈઝડ થવાનું છે..

- Advertisement -

આ વાત તો સાચી જ હતી કે આઇ ટી યુગ આવવાનો હતો. બેંકિંગથી લઈને હવાઈ યાત્રા બુકિંગ — બધું જ ઓનલાઇન થવાનું હતું.. આઇટી ક્રાંતિ દુનિયાને દરવાજે જોર જોરથી ટકોરા દઈ રહી હતી.

પરંતુ લગભગ ઈસ 2000 આસપાસ આ ધારણાઓ સાવ ખોટી હોય એમ માતેલા સાંઢની જેમ ભાગી રહેલી આઇટી કંપનીઓના ભાવ ધડાધડાટ હેઠે આવ્યા!! લોકોએ આ ઘટનાને આઇટી બબલ કહી. આઈટી ની આંધીનો ફુગ્ગો ફૂટી ગયો!! ઇન્ટેલ જેવી દિગ્ગજ કંપનીઓના ભાવ એંસી ટકા જેટલા તૂટ્યા.. છેક છ હજારને આંબવા આવેલો નાસડેક ઇન્ડેક્સ અગિયારસો સુધી ગગડી ગયો!!

નાસડેક એક ઇલેક્ટ્રોનિક ઢબે ચાલતો ઇન્ડેક્સ છે જેમાં અમેરિકાની ટેક્નોલોજીકલ અને ફ્યુચરિસ્ટિક (ઉજ્જવળ ભવિષ્ય ધરાવતી) કંપનીઓ શામેલ છે.

- Advertisement -

પછી છેક 2015માં નાસડેકે છ હજાર નો આંકડો ટચ કર્યો.

આ નાસડેક પુરાણ અહિયાં કાઢવાનું કારણ છે.કારણ એ છે કે છેલ્લા અમુક વર્ષોમાં નાસડેકમાં રહેલી કંપનીઓએ રોકાણકારોને માલામાલ કર્યા છે. એ તો ઠીક પણ હમણાં પ્રથમ ક્વાર્ટર ના નાસડેક કંપનીઓના જે પરિણામો આવ્યા તે પણ એકદમ સોલ્લિડ છે જેને કારણે નાસડેકે માત્ર મહિના દહાડામાં પચીસથી પાંત્રીસ ટકા જેટલું અધધ રિટર્ન
આપ્યું છે.

જ્યારે બધા બજાર ઉંધે કાંધ પડ્યા છે, સોનું ચાંદી પણ દોડી દોડીને થાકી ગયા છે .. યુદ્ધને કારણે આખા વિશ્વના દેશોના અર્થતંત્ર પ્રભાવિત છે અને બધાના હિસાબ વિખાઈ ગ્યા છે ત્યારે આ અમેરિકન ટેકનોલોજીકલ કંપનીઓ (નાસડેક) ટોપ કરી રહી છે.. આ બધી કંપનીઓના શેરોના ભાવ પોતાની ઐતિહાસિક ટોચ ઉપર છે!!

મેગનીફિસંટ સેવન તરીકે ઓળખાતી તોતિંગ કંપનીઓ જેમાં ગૂગલ, મેટા(ફેસબુક), એનવિડિયા, માઇક્રોસોફ્ટ એમેઝન અને એપલ નો સમાવેશ થાય છે તે બધી કંપનીઓએ એકદમ મજબૂત પરિણામો જાહેર કર્યા છે જેને કારણે આ કંપનીઓના રોકાણકારો માલામાલ થઈ ગયા છે.
લેખના પ્રારંભે જેનું વર્ણન કર્યું તે આઇ ટી બબલ બન્યો ત્યારે લોકો જેમ આઇ ટી કંપનીઓ માટે એકદમ ઉત્સાહી હતા એમ આજે એ આઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કંપનીઓ માટે ઉત્સાહી છે. લોકોને એ આઇમાં ભવિષ્ય દેખાય છે. ખરું કહીએ તો લોકોને તો ઓછું, પણ આ જે સાત કંપનીઓ અને એ ઉપરાંતની બીજી ઘણી નાસડેક કંપનીઓના કર્તા ધરતાઓ એ આઇ કંપનીઓમાં આંકડે મધ દેખાયું છે !! તેઓ આ એ આઇ કંપનીઓમાં બેફામ રોકાણ કરી રહ્યા છે..કરોડો ડોલર તેઓ એ આઇ રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ ઓરી રહ્યા છે.

પરંતુ જો આ કંપનીઓ એ આઇ કંપનીઓને ધિરાણ કરતી હોય તો એમની પોતાની બેલેન્સ શીટ સદ્ધર કેમ બને? એ જાણવા જેવી વાત છે.

આ કંપનીઓ શું કરે છે કે એ આઇ કંપનીઓને માતબર ફંડીંગ આપે છે સાથે સાથે તેઓ આ એ આઇ કંપનીઓ પાસેથી “ભાડું” પણ પ્રાપ્ત કરે છે કેમકે એ આઇ કંપનીઓ ને તેઓ અમુક સેવાઓ (ડેટા સેન્ટર, સર્વર, હાર્ડવેર વગેરે) પૂરી પાડે છે.

આથી આ આખું ચક્કર છે. મોટી કંપનીઓ (ગૂગલ માઇક્રોસોફ્ટ અમેઝન વગેરે) એ આઇ કંપનીઓને નાણા આપે,સામે એ આઇ કંપનીઓ આ મોટી કંપનીઓ ની સર્વિસ કે હાર્ડવેર ખરીદીને એને ખટવે.

મોટી કંપનીઓ (મેગનીફિસંટ સેવન — ગૂગલ એમેઝન માઇક્રોસોફ્ટ વગેરે) ની આવકનો મોટો ભાગ આ એ આઇ કંપનીઓ (ચેટ જીપીટી વાળી ઓપન એ આઇ કે પરપ્લેક્સીટી કે એનથરોપિક) થકી આવે છે અને એને કારણે એમણે એકદમ સ્ટ્રોંગ પરિણામો આપ્યા છે.

પરિણામો તો સ્ટ્રોંગ છે પણ આ તો “ગેમ” કહેવાય ને?? પોતે જેને રૂપિયા ધીરે એની પાસેથી ભાડું લઈને, નફો દેખાડીને ભાવ ચડાવવા?

પરંતુ શેર બજાર હમેશા “ભાવ” ઉપર ચાલે છે. ગુજરાતી ભાષી શેરબજારિયાઓમાં એક કહેવત છે કે “ભાવ એ જ ભગવાન”. ભાવ એટલે પ્રાઇઝ નહિ પણ સેન્ટિમેન્ટ.

આજે એ આઇ ની સેન્ટિમેન્ટ ચાલે છે. કદાચ કાલે એમાં થોડું કરેકશન આવે એટલે કે આ કંપનીઓના ભાવ નીચા જાય.. પણ જેમ આઇટી માં થયું એમ વહેલો મોડો આઇટી નો યુગ આવ્યો ખરો.. એમ એ આઇ નો યુગ આવશે તો ખરો . એને કોઈ રોકી શકે એમ નથી.

બસ, આ “ભાવ” ને કારણે નાસડેક કંપનીઓના ભાવ બંપર વધતા જાય છે.. ભાવ કદાચ વહેલો કે મોડો હોઈ શકે, તે કદી ખોટો નથી હોતો!! ભાવ જ ભગવાન છે!

You Might Also Like

ગરબો: દેહ, દીપ અને દર્શન

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

સરહદનો સાચો સુપરકોપ

સ્ત્રી અને નવરાત્રી

સ્વર્ગ જેવી છે અહીં જિંદગી!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર
Next Article ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

સરહદનો સાચો સુપરકોપ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?