અધિકારીઓ-કર્મચારીઓએ આંતરિક વિભાગો અને આજુબાજુના પરિસરની સઘન સફાઈ કરી : વૃક્ષારોપણ થકી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો
‘જનસેવાથી રાષ્ટ્રસેવા’ના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચાલી રહ્યું છે. જેના અંતર્ગત ‘સેવા મારુ યોગદાન’ કાર્યક્રમ હેઠળ પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના કર્મયોગીઓએ સ્વચ્છતા જાળવણી માટે શ્રમદાન કર્યું હતું. માહિતી કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ‘સ્વચ્છ કાર્યસ્થળ, હરિયાળું પરિસર’ના ઉમદા ધ્યેય સાથે ઉત્સાહભેર પર્યાવરણ જતનની નૈતિક ફરજ નિભાવી હતી. આ તકે સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસીયા, નાયબ માહિતી નિયામક પ્રશાંત ત્રિવેદી સહિત તમામ કર્મયોગીઓએ જ્યુબિલી બાગમાં કચેરી પરિસર તેમજ તેની આસપાસના વિસ્તારોને ચોખ્ખાચણાક કર્યા હતા. જેમાં સાહિત્યના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ઘુમલી હોલ તેમજ નવગ્રહ મંદિરની આજુબાજુના વિસ્તારમાં સઘન સાફસફાઈ કરીને કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત, ગત તા. ૨૩ના રોજ કચેરીના સંપાદન, વહીવટ, ટેક્નિકલ સહિત તમામ વિભાગોની આંતરિક સફાઈ કરવામાં આવી હતી.
- Advertisement -




