ભારત સહિત 122 દેશોમાં 25 % તબીબો 55 વર્ષથી વધુ વયના; 2030 સુધીમાં 1.11 કરોડ આરોગ્ય કર્મીઓની ઘટ પડશે
ધનિક દેશોમાં 30% ડોક્ટરો રિટાયરમેન્ટ નજીક; વિશ્વ સંસ્થાએ ‘ગુપ્ત વર્કફોર્સ કટોકટી’ ગણાવી નીતિગત સુધારા સૂચવ્યા
- Advertisement -
વિશ્વભરમાં તબીબો તેમજ આરોગ્ય કર્મચારીઓની તોળાતી ગંભીર અછત અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા વૈશ્વિક સ્તરે ચેતવણી જારી કરવામાં આવી છે. ’નેશનલ હેલ્થ વર્કફોર્સ એકાઉન્ટ્સ ૨૦૨૬’ ના અહેવાલ મુજબ,
વર્ષ ૨૦૩૦ સુધીમાં સમગ્ર વિશ્વમાં ૧.૧૧ કરોડ હેલ્થકેર વર્કર્સની અછત સર્જાઈ શકે છે. અહેવાલમાં દર્શાવ્યા મુજબ, વિશ્વભરમાં હાલ દર ચારમાંથી એક ડોક્ટર નિવૃત્તિની ઉંમરના આરે પહોંચી ચૂક્યા છે અને આગામી એક
દાયકામાં નિવૃત્ત થઈ જશે. ભારત સહિત દુનિયાના ૧૨૨ રાષ્ટ્રેમાં સરેરાશ ૨૫ ટકા ડોક્ટરોની ઉંમર ૫૫ વર્ષ કે તેથી વધુ છે. ખાસ કરીને ઊંચી આવક ધરાવતા સમૃદ્ધ દેશોની સ્થિતિ વધુ ચિંતાજનક છે, જ્યાં આશરે ૩૦ ટકા
જેટલા તબીબો નિવૃત્તિ નજીક છે. WHOએ આ પરિસ્થિતિને વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થા સામેની ’ગુપ્ત વર્કફોર્સ કટોકટી’ ગણાવી છે.
જોકે છેલ્લા બે દાયકામાં વૈશ્વિક સ્તરે આરોગ્ય કર્મચારીઓની સંખ્યામાં ૫૨ ટકાનો વધારો થયો છે અને હાલ કુલ સંખ્યા ૭ કરોડથી વધુ છે, પરંતુ તેની વહેંચણી સમાન નથી. ૨૦૩૦ સુધીમાં ૬૭ દેશો એવા હશે જ્યાં પાયાની
તબીબી સેવાઓ આપવા માટે પણ પૂરતા ડોક્ટરો કે નર્સ ઉપલબ્ધ નહીં હોય. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો પર આ સંકટ વધુ ઘેરું બનશે.WHOના આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હેલ્થ વર્કર્સની વધતી જતી
સરેરાશ ઉંમર મોટો પડકાર છે. આ સંકટને પહોંચી વળવા માટે વિશ્વના તમામ દેશોએ તાત્કાલિક નવી ભરતી, શિક્ષણ માળખાનું વિસ્તરણ અને આરોગ્ય ક્ષેત્રે યોગ્ય નીતિગત નિર્ણયો લેવા પડશે.




