By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    15 hours ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    15 hours ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    2 days ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    2 days ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    15 hours ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    15 hours ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    15 hours ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    16 hours ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભગવાન શિવના પરમ ઉપાસક સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજીએ સમાજને આપેલી અણમોલ ભેટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > ભગવાન શિવના પરમ ઉપાસક સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજીએ સમાજને આપેલી અણમોલ ભેટ
Shailesh Sagpariya

ભગવાન શિવના પરમ ઉપાસક સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજીએ સમાજને આપેલી અણમોલ ભેટ

Khaskhabar Editor
Last updated: 2025/05/03 at 4:50 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ભગવાન શિવના પરમ ઉપાસક સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજીએ સમાજને આપેલી એક અણમોલ ભેટની આપને વાત કરવી છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા સ્વામીજી એમનો પ્રવાસ હંમેશા પગપાળા જ કરતા. આ પ્રવાસ દરમ્યાન એક બાબત એમના ધ્યાન પર આવી કે ગામડામાં રહેતા કેટલાય લોકો આર્થિક મુશ્કેલીને કારણે રોગોની સારવાર કરાવી શકતા નથી અને પારાવાર પીડા સાથે જીવન વિતાવે છે. સ્વામીજીએ લોકોનું આ દુ:ખ જોઈને એમની પીડા દૂર કરવા માટે 2005માં સંકલ્પ કર્યો કે ગરીબ લોકોની સારવાર માટે એક એવી હોસ્પિટલ બનાવવી છે કે જ્યાં કોઈ પ્રકારની ફી લેવામાં ન આવે. સંપૂર્ણ વિનામૂલ્યે સારવાર કરવામાં આવે આવી હોસ્પિટલનું નિર્માણ કરવું દુષ્કર છે પરંતુ સ્વામીજીને ભગવાન પર વિશ્વાસ હતો કે ભગવાન આ કામ પાર પાડવામાં મદદ કરશે. સ્વામીજીએ પોતાનો વિચાર એમના સેવકો પાસે મૂક્યો અને સેવકોએ સ્વામીજીના સંકલ્પને પૂર્ણ કરવા કમર કસી. ભાવનગર જિલ્લાના ટીંબી ગામે વિશાળ જગ્યામાં “સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી માનવસેવા હોસ્પિટલ” નો એક જાન્યુઆરી 2011માં શુભારંભ થયો. કોર્પોરેટ હોસ્પિટલને પણ ઝાંખી પાડે એવી સુવિધાઓ આ હોસ્પિટલમાં ઊભી કરવામાં આવી છે. આપને જાણીને આશ્વર્ય થશે કે આ હોસ્પિટલમાં કેશબારી છે જ નહિ, નાત – જાત કે ધર્મના ભેદભાવ વગર તમામ પ્રકારના રોગોની સારવાર આ હોસ્પિટલમાં થાય છે. દરેક વિભાગના ઓપરેશન થિયેટરમાં અતિ આધુનિક મશીનરી છે. દર્દીએ નિદાન માટે, સર્જરી માટે, રીપોર્ટસ માટે, દવા માટે કે ભોજન માટે કશું જ ચૂકવવાનું નથી. દર્દીએ માત્ર દર્દ સાથે આવવાનું અને દર્દ મુક્ત બનીને જવાનું. દર્દીની સાથે એમના સગા વહાલા આવ્યા હોય એમના માટે પણ વિનામૂલ્યે જમવાની વ્યવસ્થા છે. અત્યાર સુધીમાં 38 લાખ કરતાં વધુ લોકોને ભોજન કરાવ્યું છે. આ હોસ્પિટલમાં તમામ વિભાગોમાં નિષ્ણાંત ડોકટરોની નિમણૂક કરવામાં આવી છે. મૂળ ઢસા ગામના વતની અમેરિકા સ્થિત ડો. નટુભાઈ રાજપરા દર વર્ષે 6 મહિના આ હોસ્પિટલમાં સેવા આપવા અમેરિકાથી આવે છે અને કોઈપણ જાતના વેતન વગર સેવા આપે છે. સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવે છે. અત્યાર સુધીમાં 29 લાખ કરતા વધુ લોકોનું નિદાન અને 90000 કરતા વધુ લોકોના ઓપરેશન થયા છે. સ્વામીજીએ એમના સેવકોને સૂચના આપી છે કે સારવાર કરાવવા આવતા લોકો પાસેથી એક નૈયો પૈસો પણ લેવાનો નથી એની સાથે હોસ્પિટલમાં ક્યાંય દાનપેટી પણ મૂકવાની નથી. જો દાનપેટી હોય તો દાનપેટી જોઈને કોઈ ગરીબ માણસ શરમને કારણે પણ એમાં કંઈક આપવા માટે મજબૂર બને એટલે દાનપેટી નહિ રાખવાની પણ એના બદલે વ્યસન પેટી રાખવાની જેમાં લોકો એના વ્યસન મૂકીને જાય. છેલ્લા 14 વર્ષ કરતાં પણ વધુ સમયથી લાખો લોકોની સારવાર વિનામૂલ્યે ચાલી રહી છે એ માટે દિલેર દાતાઓ દિલ ખોલીને દાન પણ આપી રહ્યા છે. હોસ્પિટલનું સંચાલન કરતા સેવકોને સ્વામીજીએ બીજી એક સૂચના પણ આપી છે કે સામેથી ક્યારેય દાન માંગવું નહિ, લોકો એની મેળે આપવા આવે તો સ્વીકારવું. માંગ્યા વગર તો દાન કેવી રીતે મળે ? સ્વામીજી એવું કહેતા કે આ કામ ભગવાનનું છે એટલે બધી વ્યવસ્થા પણ એ કરશે. એમને જ્યાં સુધી ચલાવવુ હશે ત્યાં સુધી એ ચલાવશે આપણે તો નિમિત્ત બનીને સેવાયજ્ઞમાં આહુતિ આપવાની છે. સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજીના ભગવાન પરના આ વિશ્વાસને કારણે આ હોસ્પિટલ 14 વર્ષ કરતા વધુ સમયથી વિનામૂલ્યે ચાલી રહી છે અને દિવસે ને દિવસે નવા નવા વિભાગો અને બિલ્ડિંગો ઉમેરતા જાય છે જેથી વધુમાં વધુ રોગોની વધુમાં વધુ લોકો સારવાર લઈ શકે.

You Might Also Like

સૌથી મોટો મૂર્ખ

મને તમારો સમય આપો

વાત કરવાનો યોગ્ય સમય

શું આપણે જીવીએ છીએ ?

ખુદ કો તું જાન

TAGGED: swami nirdoshnanand
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યોગીઓએ જીવાત્માને પરમાત્મા સાથે મેળવ્યા, જીવ અને શિવનું મિલન કરાવ્યું
Next Article તર્પણની છાતીનાં ભાગે એક ડૉક્ટરને ઝખ્મોનાં ત્રણ નિશાન દેખાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત
LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

સૌથી મોટો મૂર્ખ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
AuthorShailesh Sagpariya

મને તમારો સમય આપો

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
AuthorShailesh Sagpariya

વાત કરવાનો યોગ્ય સમય

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?