બગોદરા અને ખેરાળી રોડ પરથી ખનિજ ભીલ ડમ્પર ઝડપી લીધા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ફરી એક વખત રોડ પર ખનીજ ભરેલા વાહનો પર તવાઈ બોલાવી છે. જેમાં સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જગદીશભાઈ વાઢેર સહિતની ટીમ દ્વારા લીંબડીના બગોદરા હાઈવે તથા સુરેન્દ્રનગરના ખેરાડી રોડ પરથી ગેરકાયદેસર બ્લેક ટ્રેપ તથા સિલિકા સ્ટેન્ડ અને સાદી રેતી જેવા ખનીજ ભરેલા કુલ 11 ડમ્ફરો સહિત કુલ ત્રણ કરોડ રૂપિયાનો જપ્ત કરી વાહન માલિકો પાસે 22.20 લાખ રૂપિયાની વસૂલાત કરી કાર્યવાહી હાથ ધરી હતી.



