ધારાસભ્ય અને ભાજપની ટુકડી હાથમાં ઝાડું લઈ ફોટો સેશનમાં મોખરે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે દેશભરમાં જુદા જુદા કાર્યક્રમો અને સામાજિક કાર્યો હાથ ધરાયા હતા જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વડા પ્રધાનના જન્મ દિન નિમિતે ઠેર ઠેર સ્વછતા અભિયાન હાથ ધરાયું હતું. આ કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેમાં મંત્રી, ધારાસભ્યો સહિતના ભાજપના આગેવાનો હાથમાં ઝાડું લઈ સ્વછતા કરતા હોવાના ફોટો વાયરલ કરાયા હતા પરંતુ ખરેખર જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વછતા માટે દરેક નગરપાલિકા કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાશ કરી રહી છે છતાં પણ જો નેતા અને આગેવાનોને આ પ્રકારે ઝાડું લઈને સ્વછતા હાથ ધરી પડે જેથી દરેક નગરપાલિકા વિસ્તારોમાં સ્વછતા વાતો ખોટી હોવાનું સાબિત થાય છે. આ તરફ જ્યારે મોદીના જાણ દિવસ નિમિતે દરેક ધારાસભ્યો અને ભાજપના આગેવાનો રોડ પર ઝાડું લઈને નીકળી ફોટો સેશન કરી ઝાડું સાઈડમાં મૂકી દીધા હતા અને એકાદ કલાક બાદ તે સ્થળે જ ફરીથી કચરો અને ગંદકી નજરે પડી હતી. જેથી સુરેન્દ્રનગર જિલ્લામાં મોદીના જન્મદિન નિમિતે ધારાસભ્યો અને ભાજપના આગેવાનો સ્વચ્છતાનું માત્ર નાટક કરતા હોવાનો સામાન્ય લોકોએ કટાક્ષ કર્યો હતો.



