કલેક્ટરે વિદ્યાર્થીઓ અને સ્ટાફ સમક્ષ એક માનવ પુસ્તક તરીકે સંબોધન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
ક્રાઈસ્ટ કોલેજ ખાતે પ્રદેશની સૌ પ્રથમ હ્યુમન લાઈબ્રેરીનું ગૌરવપૂર્વક અનાવરણ કરવામાં આવ્યું છે. 27 ઓક્ટોબરના રોજ યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મેહમાન અને પેહલી હ્યુમન બુક તરીકે રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી હાજર રહ્યા હતા. ઉપરાંત ઘણા મહાનુભાવો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. જ્ઞાન, સહાનુભૂતિ અને વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને એક માનવ પુસ્તક તરીકે સંબોધન કર્યું હતું અને જીવનમાં સફળ થવા માટે ખુબ ઉપયોગી એવી વાતો પણ કરી હતી. તેઓએ હ્યુમન લાયબ્રેરીના કોન્સેપ્ટને પણ ખુબજ ઉપયોગી ગણાવ્યો હતો અને ક્રાઇસ્ટ કોલેજની આ શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા હતા. માનવ પુસ્તકાલય એ એક ગ્રાઉન્ડ બ્રેકિંગ અને લેટેસ્ટ કોન્સેપ્ટ છે. જે વ્યક્તિઓને ’જીવંત પુસ્તકો’માં પરિવર્તિત કરે છે. આ જીવંત પુસ્તકો સ્વયંસેવકો અને મહાન વ્યક્તિત્વ ધરાવતા લોકો હોઈ છે. જેઓ તેમના અનન્ય જીવનના અનુભવો, પરિપ્રેક્ષ્યો અને વ્યક્તિગત વાર્તાઓ વાચકો સાથે શેર કરે છે, સંવાદ અને સમજણ માટે ગતિશીલ પ્લેટફોર્મ બનાવે છે.
હ્યુમન લાઇબ્રેરીનો પ્રાથમિક ઉદ્દેશ્ય સ્ટીરિયોટાઇપ્સને તોડવાનો, પૂર્વગ્રહ સામે લડવાનો અને વિદ્યાર્થીઓમાં સમાવિષ્ટ અને ખુલ્લા મનના વિચારને પ્રોત્સાહન આપવાનો છે. માનવ પુસ્તકાલય વિદ્યાર્થીઓને વિવિધ દ્રષ્ટિકોણ, સહાનુભૂતિ, સહિષ્ણુતા, સંદેશાવ્યવહાર કૌશલ્ય, જટિલ વિચાર કૌશલ્ય, વ્યક્તિગત વૃદ્ધિ અને ઇન્ટરેક્ટિવ કૌશલ્યો જેવી ગુણવત્તા વિકસાવવામાં મદદ કરશે. માનવ પુસ્તકાલયની વિભાવના વિદ્યાર્થીઓને તેમના માર્ગદર્શકો અથવા તેમના રોલ મોડલ પાસેથી વાર્તાલાપ કરવામાં અને પ્રેરિત કરવામાં પણ મદદ કરશે. જ્યારે આવા મહાનુભાવો માનવ પુસ્તક તરીકે ક્રાઇસ્ટ માનવ પુસ્તકાલયની મુલાકાત લેશે અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે
આ અંગે ક્રાઇસ્ટ કેમ્પસના ડાયરેક્ટર ફાધર જોમોન થોમનના જણાવે છે કે, આ કોન્સેપ્ટ એકદમ આધુનિક છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ હ્યુમન લાયબ્રેરીની સ્થાપના ક્રાઇસ્ટ કોલેજ દ્વારા કરવામાં આવી છે. વિધાર્થીઓને નિયમિત અભ્યાસમાંથી એક સ્ટેપ આગળ વધી બૌદ્ધિક અને તાર્કિક સ્કિલ્સ વિક્સવામાં મદદરૂપ થશે.