પરિવારની ન્યાયની માંગણી સાથે પોલીસમાં અરજી
એક મહિલાની પોલીસે એડી દાખલ કરી, વધુ તપાસ શરુ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ માણાવદરમાં આવેલ ટ્યુલીપ ખાનગી હોસ્પિટલમાં થોડા સમય પેહલા ત્રણ પ્રસૃતાના મોત મામલે પરીવાર દ્વારા તબીબની બેદરકારીના કારણે થયાની ત્રણ અરજી પોલીસમાં કરી છે જેમાં પોલીસે ભીંડોરા ગામના રામભાઈ ડવની અરજીના આધારે એડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે એક સપતાહમાં ત્રણ પ્રસૂતાના મોત મામલે માણાવદર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે પ્રસૂતાના મોત મામલે પોલીસે ડો.જયદીપ ભાટુનું નિવેદન લઈને જિલ્લા આરોગ્ય અધિકારીને મોકલી આપ્યું છે અને હવે સિવિલ હોસ્પિટલના તબીબો વધુ તપાસ કરશે. માણાવદર તાલુકાના ભીંડોરા ગામના રામભાઇ બચુભાઇ ડવના પત્ની પ્રવિણબેન ગર્ભવતી બનતા તેઓને માણાવદરની ટ્યુલિપ હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લાવવામાં આવતા હતા. ડો.જયદીપ ભાટુ અને ડો.દિશા જયદીપ ભાટુએ નિદાન અને રિપોર્ટના આધારે પ્રવિણાબેનની સંભવિત ડિલીવરીની તારીખ 12-10-23 આપી હતી.
- Advertisement -
બાળક અને માતા સ્વસ્થ હોવાથી નોર્મલ ડિલીવરી થશે એમ કહ્યુ હતુ તા.9-10-23ના પ્રવિણાબેનને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ત્યારે ડો.જયદીપ ભાટુ અને ડો.દિશાબેન ભાટુએ નોર્મલ ડીલીવરી થઇ જશે એમ કહી પ્રવિણાબેનને દાખલ કરી દીધા હતા. સાંજે પાંચેક વાગ્યે તબીબે કહ્યુ કે, નોર્મલ ડિલીવરી થશે નહી, સિઝેરીયન કરવુ પડશે. બાદમાં સિઝેરીયન કર્યુ હતુ. જેમાં એક દીકરી અને એક દીકરાનો જન્મ થયો હતો. સિઝેરીયનના ત્રણ કલાક બાદ પ્રવિણાબેન બોલતા ચાલતા ન હતા અને ખૂબ જ રકત વહેવા લાગ્યો હતો. બે ઇન્જેકશન માર્યા બાદ પ્રવિણાબેનની તબીયત વધુ લથડી હતી છતાં કોઇ તકલીફ નથી એમ કી તબીબે ઘ્યાન આપ્યુ ન હતુ. સવારે પાંચેક વાગ્યે પ્રવિણાબેનના પતિ રામભાઇ બોલાવવા ગયા ત્યારે તબીબ પોણો કલાક બાદ આવ્યા હતા. ત્યારે પ્રવિણાબેનનું હલચનલન બંધ થઇ ગયુ હતુ. પ્રવિણાબેનને જૂનાગઢ લઇ જતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
- Advertisement -
એક અન્ય કિસ્સામાં માણાવદર તાલુકાના જીંજરી ગામના રાજગીરી મૂળગીરી મેઘનાથીના ગર્ભવતી પત્ની ધર્મિષ્ઠાબેનની પણ નિદાન અને સારવાર ન્યુ ટ્યુલિપ હોસ્પિટલમાં ચાલતી હતી. જેમાં 7-10-23ના દુ:ખાવો થતા ધર્મિષ્ઠાબેનને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાં ડો.ભાટુ કહ્યુ હતુ કે, બાળકે મળ કરી લીધુ છે તૂરંત ઓપરેશન કરવુ પડશે. નોર્મલ ડિલીવરી થઇ શકશે નહી અને રાજગીરી ડરી ગયા હતા તેઓએ કાગળમાં સહી કરી આપી હતી અને ધર્મિષ્ઠાબેને પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ ખૂબ રક્ત સ્ત્રાવ થયો હતો. ત્યારબાદ ધર્મિષ્ઠાબહેનની તબીયત લથડતા રાજકોટ લઇ જવાનું કહેતા રાજકોટ સિવિલમાં લઇ ગયા હતા. ત્યાના તબીબે ઓપરેશનમાં બેદરકારીના કારણે તબીયત લથડી ગઇ છે તમારો કેસ બગડી ગયો છે એમ કહ્યુ હતુ. જયા ધર્મિષ્ઠાબહેનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતુ. આ ઉપરાંત માણાવદર તાલુકાના કોઠારીયા ગામના ઉદયભાઇ કરશનભાઇ જાટીયાના પત્ની વૈશાલીબેન ગર્ભવતી હોવાથી તેઓની રૂટીન નિદાન ટ્યુલિપ હોસ્પિટલમાં કરવામાં આવતુ હતુ. ત્યારે 15-10-23ના રોજ વૈશાલીબેનને દુ:ખાવો થતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા ત્યારે પણ કહેવાયુ હતુ કે, સવાર સુધી રાહ જુઓ નોર્મલ ડિલીવરી નહી થાય તો સિઝેરીયન કરવુ પડશે. 16-10-23ના વૈશાલીબેનને નોર્મલ ડિલેવરી થઇ હતી અને પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ વૈશાલીબેનની તબીયત લથડતા બેસુદ થઇ ગયા હતા અને ત્યાર બાદ 3 ઇન્જેકશન આપી બાટલો ચઢાવ્યો હતો અને વૈશાલીબેનનું લોહીનો નમૂનો લેતા લોહી કાળુ પડી ગયુ હતુ. ઉદયભાઇએ 108માં વૈશાલીબેનને જૂનાગઢ ખસેડયા હતા જયા વૈશાલીબેનન મૃત જાહેર કર્યા હતા આમ ત્રણ પ્રસુતાના મોતથી માણાવદર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
માણાવદર ટ્યુલિપ હોસ્પિમાણાવદર ટ્યુલિપ ખાનગી હોસ્પિટલના તબીબનું નિવેદન
આ અંગે ડો.જયદીપ ભાટુએ જણાવ્યુ હતુ કે, હોસ્પિટલને બદનામ કરવા માટે ષડયંત્ર છે. જે ફરિયાદ અરજી થઇ છે તે પાયાવિહોણી છે એનેસ્થેસિયા તબીબ વગર ઓપરેશન કરવાના આક્ષેપ અંગે તેઓએ કહ્યુ કે એનેસ્થેસિયા તબીબ વગર ઓપરેશન શકય નથી.ટલમાં ત્રણ મહિલાના મોત મામલે પોલીસમાં ત્રણ અરજી