By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    8 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    9 hours ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    9 hours ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    1 day ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    9 hours ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    9 hours ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    10 hours ago
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    1 day ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    10 hours ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    1 day ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    3 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    6 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    9 hours ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 day ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    3 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એનિમલની મુલાકાત લેવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > એનિમલની મુલાકાત લેવી
Author

એનિમલની મુલાકાત લેવી

Khaskhabar Editor
Last updated: 2025/12/06 at 5:19 PM
Khaskhabar Editor 7 months ago
Share
5 Min Read
SHARE

પ્રસ્થાન:
“મજા આવીને દીકરા?”, શિકારીએ તેના દીકરાને પૂછ્યું.
“હા, પણ પપ્પા મને એ ન સમજાયું કે આ વાઘ તો માણસોનાં માથા કાપીને પોતાના ઘરમાં ટીંગાડતા નથી તો પછી શિકાર શુંકામ કરતાં હશે?”, તેના ચાર વર્ષનાં દીકરાએ પૂછ્યું.

કાલે ધુરંધર ફિલ્મ રિલીઝ થયું. હિંસાના અતિરેક અને અધધ સાડા ત્રણ કલાકના રનટાઈમન લીધે વાજબીપણે તેની સરખામણી એનિમલ ફિલ્મ સાથે થઈ રહી છે તો એનિમલ ફિલ્મ જોઈને ઉદ્ભવેલા અમુક વિચારો અહીં પ્રસ્તુત છે: એનિમલ મુવીનું ટ્રેલર જોયું હોય તો તેમાં અનિલ કપૂર રણબીર કપૂરને કહે છે કે મને ખબર નથી કે છોકરાને કેવી રીતે ટ્રેઈન કરવો અને રણબીર કહે છે કે તમે મને સરસ ટ્રેઈન કર્યો છે. બસ, આ ડાઇલોગથી જ ફિલ્મમાં બાપ બેટા ની માનસિકતા સ્પષ્ટ થઈ જાય છે. ટ્રેઈન તો જાનવરને કરવાના હોય ને – પાલતુ બનાવવા માટે!

- Advertisement -

એનિમલ રિલીઝ થઈ ત્યારથી હિંસા, સ્ત્રીદ્વેષ, કામુક દૃશ્યો, અભદ્ર ભાષા વગેરે કારણોને લીધે તેનો વિરોધ થાય છે તો સામે આ બધું બાજુ પર મૂકીને તેને પૈસવસુલ મનોરંજન માનવાવાળા પણ છે. હું અપેક્ષા રાખીને ગયો હતો એક્શન જોવાની પણ મૂવીમાં વાંગાએ ઠેરઠેર આપણી આસપાસના સમાજની તેની માનસિકતાની, આપણા દંભની જે ઠેકડી ઉડાડી છે તે જોતાં મને ફિલ્મ ડાર્ક હ્યૂમર અને સટાયર જોનરની વધુ લાગી.

સગાઈના ફોટોશૂટ વખતે રશમિકાના ચહેરા પર કે પ્લાસ્તિકિયું સ્મિત હોય અને નજર રણબીર કપૂર પર હોય, તેની માસી કે ફઈ દ્વારા થતું ધરમનો ભાઈ બનાવવાનું ડિંડક હોય; સંદીપ ક્યાંય આપણી ઠેકડી ઉડાવવાથી ચૂકતો નથી. કટાક્ષની પરાકાષ્ઠા તો રણબીર આલ્ફા મેલની વ્યાખ્યા સમજાવે ત્યારે આવે છે. ઘણીવાર તક જોઈને કવિતાઓ કે લેખો ફટકારતાં તકવાદી કવાઓ ને લેખકડાઓ પર ગજબ કટાક્ષ છે. (કે પુરુષ માદાનું રક્ષણ કરવા સમર્થ ન હોય તે તેને આકર્ષવા કવિતા લખે, ખીખીખી!) યુરોપની પ્રજાના જર્મની, હિટલર પ્રત્યેના દ્વેષની પણ મજાક જી ઉડાવી છે. મૂવીમાં છેલ્લે રણબીર રશ્મિકા ને કહે કે મે જ્યારે 200 લોકોને માર્યા ત્યારે તને આટલો ગુસ્સો નતો આવ્યો અને હવે એક છોકરી સાથે સૂતો તો તને બળતરા થઈ ગઈ એ પણ જોરદાર કટાક્ષ છે. છેલ્લે છેલ્લે લોહિયાળ ફાઇટ વખતે પણ મેરા ભાઈ બોલ નહિ સકતા ઓર મેરા ભાઈ સુન નહિ સકતા જેવી સ્થૂળ રમૂજ પણ મૂકી છે જેની પર ઓલરેડી ઘણાએ રિલ બનાવી છે. હજી પણ ઘણું બધું લખી શકાય છે ફિલ્મમાં કરેલા વ્યંગ પર.

ફિલ્મ કેવી છે? જેવો વિરોધ થયો છે એવી બિલકુલ નથી. રણવિજયના પાત્રને મિસોજેનિક, હિંસક કહેનારા ફિલ્મને સરખી સમજ્યા નથી એવું લાગે છે. ફિલ્મ મનોરંજન માટે હોય એવો બચાવ નથી પણ એ જે કરે છે તે બધું પરિવારના બચાવ માટે હોય છે. બધું રીએકશન હોય છે એક્શન નહિ! ઇન્ટરવલ પછી જ્યારે એક ગજબ સીનમાં રણબીર સાવ દિગંબર અવસ્થામાં આંટા મારતો હોય છે તે જાણે કે માણસમાંથી આદિમાનવ તરફનું ડીવોલ્યુશન! અને તેના સાથીઓ પણ કોઈ આદિમ કબિલાની જેમ જ તેની ઉજવણી કરે છે. ઉપરથી ઉપરથી હિંસક, કામુક લાગતો રણવિજય અંદરથી પરિવાર ને પ્રેમ કરતો માણસ પણ હોય છે ગીતાંજલિના તેના મમ્મી પપ્પા સાથેના સંવાદથી ખબર પડી જવી જોઈએ. તે દુશ્મનને પણ એકવાર સુલેહ કરવાનો મોકો આપે જ છે. હા, ઇન્ટર્વલ બ્લોક, બોબીની એન્ટ્રી કે એન્ડ વખતના અમુક સિનમાં હિંસાનો અતિરેક છે જે ટાળી શકાયો હોત.

- Advertisement -

રણબીર કપૂર માટે હું ખૂબ ખુશ છું. બોસ, જે રેન્જ બતાવી છે બાકી. છેલ્લી દસ મિનિટમાં પણ તેણે અઝીઝનું પાત્ર જે ખૂબીથી નાયક કરતા અલગ ઉપસાવ્યું છે તે જોતાં તે બીજા બધા નવા હીરો કરતાં જોજનો આગળ છે અદાકારી બાબતે તે સ્પષ્ટ છે. ફિલ્મમાં એકપણ ગીત નકામું કે કટાણે આવેલું નથી લાગતું કે ડિરેક્ટરની ખૂબી છે.
બાકી લોજીક અમુક હદ સુધી ઘરે રાખીને જોવો તો સારું રહે. કાશ, બીબીને વધુ સ્ક્રીન ટાઇમ મળ્યો હોત. રશ્મિકાએ જે સીન માટે તેના સૌથી વધુ મિમ બન્યા તે જ સીનમાં આખી ફિલ્મની તુલનામાં સૌથી સારી એક્ટિંગ કરી છે. બાકીના કલાકારોનું કામ સરસ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મનો મુખ્ય નાયક છે.

પૂર્ણાહુતિ:
મેં થોડા સમય પહેલાહરકિસન મહેતાની ’પીળા રૂમાલની ગાંઠ’ વાંચી હતી. તેમાં ઇસ્માઇલ ઠગનું પાત્ર જે રીતે ઠંડા કલેજે હત્યા કરે છે એ જોતાં જો આના પર મૂવી કે સિરીઝ બને તો તે જોઈને એનીમલથી ઓફેન્ડ થનારાઓને હાર્ટ એટેક આવી જ જવાનો!

You Might Also Like

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક જ પરિવારમાં ટકરાવ
Next Article વ્લાદિમીર રશિયન વિશ્ર્વ વિજેતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
PCB રાજકોટની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર ચાર દિવસમાં ૨૪ ગેરકાયદે હથિયાર સાથે ૧૧ આરોપી ઝબ્બે
ગુજસીટોકમાં જેલમાંથી કબ્જો લેવાયેલા ફિરોઝ સહિતના 5 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર
રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?