રેપો રેટ 0.25% વધારીને 5.50% કર્યોઃ મોંઘવારી વધી, હવે લોન લેવી અને ચૂકવવી પણ મોંઘીઃ RBIની ચેતવણી- હજુ ભાવ વધશે
મોંઘવારી હજુ વધવાની છે, એ તો નક્કી છે. સાથે જ બેંકો પાસેથી લોન લેવી પણ મોંઘી થવાની છે. આ વાતો રિઝર્વ બેંક એટલે કે RBIની છે. આ ચિંતાને ધ્યાનમાં રાખીને RBIએ રેપો રેટ ૫.૨૫%થી વધારીને ૫.૫૦% કરી દીધો છે. ફેબ્રુઆરી ૨૦૨૩ એટલે કે લગભગ ૪ વર્ષ બાદ રેપો રેટ વધારવો પડયો છે. આ વખતે આ વધારો તહેવારોની મોસમના બરાબર પહેલાં થયો છે, જ્યારે લોકો સૌથી વધુ ખરીદી કરે છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ તેની ઓક્ટોબર નીતિ સમીક્ષામાં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટ (૦.૨૫%) નો વધારો કર્યો છે. આ સાથે, પોલિસી રેટ હવે ૫.૨૫% થી વધીને ૫.૫૦%થઈ ગયો છે. રેપો રેટમાં આ વધારાથી બેંકો માટે ઉધાર લેવાનું વધુ મોંઘું થશે. આની સીધી અસર સામાન્ય લોકો પર પડશે, કારણ કે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન પર વ્યાજ દરમાં વધારાને કારણે, માસિક હપ્તા (EMI) મોંઘા થઈ શકે છે.
નોંધનીય છે કે ફેબ્રુઆરી ૨૦૨૩ પછી રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં વધારો કર્યો હોય તેવું આ પ્રથમ વખત છે. અગાઉ, RBI એ ફગાવાને પહોંચી વળવા માટે ૨૦૨૫ સુધી વ્યાજ દરમાં કુલ ૧૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. જો કે, તાજેતરના ભૂ-રાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે કેન્દ્રીય બેંકને ફુગાવાને કાબુમાં લેવા માટે આ કડક નિર્ણય લેવાની ફરજ પડી છે.આનો સ્પષ્ટ અર્થ એ છે કે હોમ લોન, કાર લોન અથવા રેપો રેટ સાથે જોડાયેલી અન્ય લોન પર ઊખઈં વધશે. નવી લોન લેવી પણ વધુ મોંઘી બનશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ પોતાના ભાષણની શરૂઆત પશ્ચિમિ એશિયા સંઘર્ષ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારાનો ઉલ્લેખ કરીને કરી. આ દરમિયાન, તેમણે ઊર્જા અને ખાદ્ય ચીજવસ્તુઓના વધતા ભાવ સહિત વૈશ્વિક ફુગાવા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે રેપો રેટ અંગે ખડઈના નિર્ણયની પણ જાહેરાત કરી, જેમાં જણાવ્યું હતું કે રેપો રેટમાં વધારો કરવાનો નિર્ણય ત્રણ દિવસની બેઠક દરમિયાન ચર્ચા-વિચારણા પછી લેવામાં આવ્યો હતો. તેમણે નોંધ્યું કે વૈશ્વિક ફગાવામાં વધારો અને શેરબજારમાં અનૈિતિતાનું જોખમ યથાવત છે.
- Advertisement -
2026-2027માં GDP વૃધ્ધિ 7.1% રહેવાનો અંદાજ
રિઝર્વ બેન્કે દેશના આર્થિક વિકાસ દરનો અંદાજ ૬.૭%થી વધારીને ૭.૧% કર્યો છે. તેમાં બીજા ત્રિમાસિક ગાળામાં (Q2) વૃદ્ધિ ૭.૨% અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં (Q3) વૃદ્ધિ ૬.૯% રહેવાની અપેક્ષા છે. ચોથા ત્રિમાસિક ગાળાનો અંદાજ ૬.૮% પર યથાવત રાખવામાં આવ્યો છે.




