By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    4 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    5 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    7 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    7 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    2 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    2 days ago
    અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી
    2 days ago
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    3 days ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    2 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    4 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    5 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    6 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    7 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઋતુરાજ વસંત.. વસંત પંચમી… સરસ્વતી પ્રાગટય દિન…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > ઋતુરાજ વસંત.. વસંત પંચમી… સરસ્વતી પ્રાગટય દિન…
AuthorHemadri Acharya Daveધર્મ

ઋતુરાજ વસંત.. વસંત પંચમી… સરસ્વતી પ્રાગટય દિન…

Khaskhabar Editor
Last updated: 2022/02/04 at 3:46 PM
Khaskhabar Editor 5 years ago
Share
8 Min Read
SHARE

આપણી પ્રાચીન પરંપરામાં ઋતુરાજ વસંતનો અનેરો મહિમા છે, પૌરાણિક કથાઓમાં વસંત ઋતુને કામદેવના પુત્ર તરીકે વર્ણવવામાં આવે છે વસંત ઋતુના વર્ણનમાં શાસ્ત્રકારો લખે છે કે રૂપ અને સૌંદર્યના દેવતા કામદેવના ઘરે પુત્રજન્મના સમાચાર સાંભળી પ્રકૃતિ પૂરબહાર ખીલી ઊઠે છે.

Contents
– હિમાદ્રી આચાર્ય દવે સૌપ્રથમ શ્રીકૃષ્ણએ વસંત પંચમીના દિવસે સરસ્વતી વંદના કરી હતી અને દેવી સરસ્વતીને વરદાન આપ્યું હતું કે, આ દિવસે ત્રણે લોકમાં સરસ્વતીનું પૂજન થશે. 

– હિમાદ્રી આચાર્ય દવે 

‘ઋતુનાં કુસુમાકર:’ અર્થાત ઋતુઓમાં હું વસંત છું. શ્રી કૃષ્ણએ ભગવદ ગીતાના વિભૂતિયોગમાં કહ્યું છે… સ્વયં ઈશ્વર પણ જેને પોતાની વિભૂતિ ગણાવે છે એ ઋતુ છે વસંતઅને વસંત ઋતુનું પ્રવેશદ્વાર એટલે વસંતપંચમી!
વસંતપંચમી એક અનેરું પર્વ છે. વસંતપંચમી એક બાજુ જ્યાં પ્રેમવિહાર, શૃંગાર અને જીવનને પુરબહારમાં, ભરપૂર માણવાનો સંદેશ આપે છે તો બીજી તરફ, મા સરસ્વતીના આ પ્રાગટ્યદિને જ્ઞાન, બુદ્ધિ ,વાણી, વિવિધ કળા , સંગીત વગેરેથી સભર થઈને વિવેકપૂર્ણ જીવનની યથાર્થતાનો સંદેશ આપે છે. વસંતપંચમીથી શરૂ થતી ઋતુ વસંત દરમિયાન હોળી અને શિવરાત્રી જેવા પર્વ પણ આવે છે હોળી રાગ, ફાગ અને અનુરાગનો તહેવાર તો શિવરાત્રી વીતરાગી ભાવનો તહેવાર…! આ અર્થમાં, ફાગ રાગ, અનુરાગથી વીતરાગ સુધીના મનુષ્યજીવનની ઊર્ધ્વતાના તબકકા, મનુષ્યની ગતિને સમજાવતી ઋતુ એટલે વસંત!

- Advertisement -

પ્રાચીન સમયમાં વસંત પંચમીથી શરૂ થઈને હોળી સુધીના ગાળામાં વસંતોત્સવનો ગાળો ગણાતો જેમાં વિવિધ રીતે ઉજવણીઓ થતી. સંસ્કૃત સાહિત્યકારો અને શાસ્ત્રકારો અનેક જગ્યાએ વસંતોત્સવના વર્ણન કર્યા છે.
આપણી પ્રાચીન પરંપરામાં ઋતુરાજ વસંતનો અનેરો મહિમા છે. પૌરાણિક કથાઓમાં વસંત ઋતુને કામદેવના પુત્ર તરીકે વર્ણવવામાં આવે છે વસંત ઋતુના વર્ણનમાં શાસ્ત્રકારો લખે છે કે રૂપ અને સૌંદર્યના દેવતા કામદેવના ઘરે પુત્રજન્મના સમાચાર સાંભળી પ્રકૃતિ પૂરબહાર ખીલી ઊઠે છે. ભારતીય સંસ્કૃતિના સાહિત્ય અને સંગીતમાં વસંતઋતુનું અનેરૂ મહત્વ આંકવામાં આવ્યું છે. શાસ્ત્રીય સંગીતની પરંપરામાં વસંતનું સન્માન કરીને તેના નામે ’રાગ વસંત’નું પણ નિર્માણ થયેલું છે. તો ભારતની અનેક ચિત્રશૈલીમાં ’વસંત રાગ’નું અનેરુમહત્વ દર્શાવતી અનેક ચિત્ર કૃતિઓ છે.

વસંતના પ્રવેશદ્વાર સમાન વસંતપંચમી દિવસને કવિઓ, સાહિત્યકારો, પ્રકૃતિપ્રેમી અને પ્રેમી જીવોએ ખોબલે ખોબલે વધાવ્યો છે. વસંત એટલે જીર્ણ ત્યજીને નવપલ્લવિત થવાની ઋતુ . નિરાશા ત્યજીને પ્રફુલ્લિત થવાની ઋતુ. પાનખરમાં પોતાનું સૌંદર્ય ગુમાવી ચૂકેલી પ્રકૃતિ હવે ડાળી-ડાળી, પર્ણ-પર્ણ, પુષ્પે-પુષ્પે ફળીને જીવમાત્ર પર પોતાનો પ્રેમ ઓળઘોળ કરતી હોય તેમ લીલી લિલાશને નોતરી ધરતીને હરીભરી સભર કરી દે છે. વસંતની હવામાં જ જાણે કે સુગંધ ભળેલી હોય તેમ વાસંતી વાયરો આખા વાતાવરણને સુરમઈ-સુગંધી બનાવી દે છે. વાસંતી વાયરામાં લહેરાતા ગરમાળો, કેસુડો, ગુલમ્હોર અને પીળા પીતાંબર સમા સરસવના ખેતરો .. જાણે કે પ્રકૃતિ રંગબેરંગી ઓઢણી ઓઢીને સાજ શણગાર સજેલી નવયૌવના! વાસંતી વાયરા એટલે કે જાણે હવામાન વહેતો પ્રેમસંદેશ અને વસંત એટલે ઋતુઓની રાણી કે જાણે કોઈ ઉન્માદઘેલી નારી! વસંત એટલ મનુષ્યના હૃદયમાં લ્હેરાતી વનરાજી! વસંત એટલે વનનો વૈભવ.

વસંત એટલે તન મનનો થનગનાટ!. વસંત એટલે આમ્રમંજરી, વસંત એટલે કોયલ ટહકી! વસંત એટલે ફૂલોની ગુફતગુ, વસંત એટલે પ્રેમીઓની ગુટર્ગુ! વસંત એટલે કે જાણે કુદરતે લખેલી શૃંગારકવિતા! વસંત એટલે રાધાકૃષ્ણની રાસલીલા! વસંત એટલે પ્રણયવિહાર, વસંત એટલે રાધાકૃષ્ણને ફૂલના ઝૂલે ઝુલાવવાનો પુષ્પ ઉત્સવ!(ભાગવતના દશમાં સ્કંધમાં રાધા કૃષ્ણની રાસલીલા અને વાસંતી ક્રીડાઓનું રોમાંચક વર્ણન છે) વસંત એટલ વસંત એટલે રંગોત્સવ, વસંત એટલે રાગોત્સવ!

- Advertisement -

પ્રાચીન સમયમાં અને થોડા ઘણા અંશે આજે પણ,વસંતના આગમન સમાન વસંતપંચમીના દિવસે કૃષ્ણ મંદિરો અને હવેલીઓ હવેલી સંગીતથી ગુંજી ઊઠે છે. જ્યાં શ્રીકૃષ્ણના હિંડોળા ગીત ગવાય છે. વસંત પંચમીના દિવસે શાસ્ત્રીય ગાયકીના કલાકારો આઠે પ્રહર સંગીતના વિવિધ રાગનું ગાયન વાદન કરે છે.આપણા ગીત-સંગીતમાં વસંતના વધામણા કરતાં ગીતો લખાયા છે. વસંતા ખીલી શત પાંખડીએ હરિ આવોને આ ધરતીએ સજ્યાં શણગાર પ્રભુજી તમે આવોને…. ઓલી આવે વસંત વરણાગી…. ફૂલ ફૂલ ફૂલ ભમરાનું ગુંજન કળી કળીને ચૂમે પવન…. વસંત તારા વધામણા…. તો આપણા શાસ્ત્રમાં વસંતને લગતા અનેક શ્લોક મળે છે.

સૌપ્રથમ શ્રીકૃષ્ણએ વસંત પંચમીના દિવસે સરસ્વતી વંદના કરી હતી અને દેવી સરસ્વતીને વરદાન આપ્યું હતું કે, આ દિવસે ત્રણે લોકમાં સરસ્વતીનું પૂજન થશે. 

હરિવંશ, વિષ્ણુ અને ભાગવત પુરાણોમાં વસંતોત્સવનું વર્ણન છે. શિશુપાલ વધ’માં નવાં પર્ણ અને પરાગ રસથી ભરેલા પલાશનાં વૃક્ષો, કમળના ફૂલો અને ફૂલોના ઝુંડ સાથેની વસંતઋતુની ખૂબ જ સુંદર શબ્દો વર્ણવેલ છે.

नव पलाश पलाशवनं पुर: स्फुट पराग परागत पंवानम्
मृदुलावांत लतांत मलोकयत् स सुरभि-सुरभि सुमनोमरै:

વસંત પંચમીને વધામણા દેતા પણ વધામણા દેતા પણ અનેક શ્લોક જેવા કે,

वतु प्रीणातु च त्वां भक्तवत्सलः ईश्वरः।
वसंतपञ्चमीशुभाशयाः/ शुभाशयाः/शुभाकाङ्क्षाः

आपृच्छस्व पुराणम् आमन्त्रयस्व च नवम् आशा-सुस्वप्न-जिगीषाभिः।वसंतपञ्चमीशुभाशयाः

वसंतपञ्चमी आशास्महे नूतनहायनागमे भद्राणि पश्यन्तु जनाः सुशान्ताः।
निरामयाः क्षोभविवर्जितास्सदा मुदा रमन्तां भगवत्कृपाश्रयाः।।

ઉપર કહ્યું તેમ વસંત પંચમીનું વિશેષ મહત્વ છે વાગેશ્વરી, વાગ્દેવી, જ્ઞાનેશ્વરી વાગીશા, શારદા…બુદ્ધિ પ્રતિભા, જ્ઞાન, કળા ,સંગીત વાણી, જીવનના રસનું રસપાન અને સાથોસાથ વિવેકભાન કરાવનારી, મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ. આ કારણે વસંત પંચમીને જ્ઞાનપંચમી અથવા સરસ્વતી જયંતી તરીકે પણ કહેવાય છે. ઋગ્વેદમાં પણ સરસ્વતીનું વર્ણન છે.

प्रणो देवी सरस्वती वाजेभिर्वजिनीवती धीनामणित्रयवतु।

અર્થાત, આ પરમ ચેતના છે જે સરસ્વતીના રૂપમાં આપની બુદ્ધિ, પ્રજ્ઞા અને મનોવૃત્તિની સંરક્ષિકા છે
પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શંકરની આજ્ઞા લઈને બ્રહ્મા એ સૃષ્ટિનું સર્જન કર્યું. સૃષ્ટિ તો બની ગઈ પરંતુ તે રસહીન નૈરાષ્ય ભરી લગતા બ્રહ્માએ સરસ્વતીનું સર્જન કર્યું . સરસ્વતી સાથે શુભ્રતા વણાયેલી છે શુભ વસ્ત્ર ધારણ કરનારી, શ્વેત વસ્ત્ર, શ્વેત કમળ શ્વેત હંસ… શ્વેત એટલે કે શાંતિ અને સાત્વિકતા તેમજ પવિત્રતાનું પ્રતીક, જે મનુષ્યને કળા થકી ઉન્મુક્ત થઈને જીવનની સાર્થકતા સાત્વિકતા તેમજ પવિત્રતા તેમજ શાંતિમાં છે, એ સમજાવે છે માં શારદાના હાથ વીણા,પુસ્તક, કમળ અને અભય મુદ્રાયુક્ત છે સરસ્વતીએ તેની ઉત્પત્તિ બાદ તરત જ આ સૃષ્ટિને વીણાના તાર ઝંકૃત સંગીતમય બનાવી દીધી અને પુસ્તક થકી જ્ઞાનબોધનો પ્રસાર કર્યો. કમલ થકી પ્રકૃતિમાં સૌંદર્ય રંગ ભર્યા અને અભ મુદ્રા દ્વારા સમગ્ર સૃષ્ટિને વવિવેક અને મર્યાદાનું જ્ઞાન કરાવ્યુ.

કહેવાય છે કે સૌપ્રથમ શ્રીકૃષ્ણએ, વસંત પંચમીના દિવસે સરસ્વતી વંદના કરી હતી અને દેવી સરસ્વતીને વરદાન આપ્યું હતું કે, આ દિવસે ત્રણે લોકમાં સરસ્વતીનું પૂજન થશે પ્રાચીન સમયમાં વસંત પંચમીના દિવસે વિદ્યાલયો, ગુરુકુળ, ઋષિઆશ્રમ વગેરે સરસ્વતી વંદનાથી ગુંજી ઉઠતા. વિદ્યાર્થીઓ આ દિવસે સરસ્વતીનું પૂજન કરી વિદ્યારંભ કરતા. પંડિતો, આચાર્યો, વિવિધ કલાના સાધકો, સંગીતકારો, ગાયકો, નૃત્યકારો દેવી સરસ્વતીની આરાધના કરતા. સરસ્વતી સમક્ષ ગ્રંથ, પુસ્તકો તેમજ અન્ય પૂજન સામગ્રી રાખી સરસ્વતીના અનુષ્ઠાન કરતા. આજે પણ આ પરંપરા અનેક જગ્યાએ જીવિત છે. અને અનેક જગ્યાએ સારસ્વત મહોત્સવ ઉજવાય છે.

આ ઉપરાંત પણ આ દિવસનું પૌરાણિક મહત્વ ઘણું છે વસંત પંચમીના દિવસે શબરી અને રામનો મિલાપ થયો હતો. શીખ પરમ્પરાના ગુરૂ ગોવિંદસિંહના લગ્ન વસંત પંચમીના દિવસે થયા હતા રાજા ભોજનો જન્મદિવસ વસંત પંચમીના દિવસે થયો હતો અને આ દિવસે રાજા ભોજ પ્રીતિભોજનું આયોજન કરી સમગ્ર પ્રજાને ચાલીસ દિવસ સુધી પ્રેમપૂર્વક જમાડતા હતા.

આપણી સંસ્કૃતિ અને તેની પુરાતન વાતો જ્યારે જાણીએ કેવાંચીએ ત્યારે જરૂર એ પ્રતીતિ થાય કે પહેલાના સમયમાં, જીવન જ્યારે આધુનિક ટેકનોલોજી વગરનું, યંત્રવત ન હતું ત્યારે ત્યારે મનુષ્ય પ્રકૃતિની ખૂબ નજીક હતો. પ્રકૃતિ સાથે વાતો કરતો, પ્રકૃતિમાં આવતા પરિવર્તન અને તેના સૌંદર્યને ભરપૂર માણી શકતો હતો. ઋતુઓ અનુસાર તહેવાર અને પર્વની ઉજવણી એ આ વાતની પ્રતીતિ કરાવે છે કે મનુષ્યમાં પ્રકૃતિના સૌંદર્યને, પ્રકૃતિના આંગણમાં ખીલતા, ખરતા અને કરમાતા સૌંદર્યને સમજવાની, જોવાની અને માણવાની તત્પરતા રહેતી, એની પાસે એ દૃષ્ટિ હતી. પ્રકૃતિ એના જીવનનું પ્રત્યક્ષ રીતે અભિન્ન અંગ હતી અને ઉઆ કારણે જ પ્રકૃતિ સુરક્ષા કે પર્યાવરણના ઔપચારિક રીતે શીખવા ન પડતા કારણ, પ્રકૃતિ અને તેની જાળવણી એમના માટે ફક્ત ફરજ ન હતી, એમનો પ્રેમ હતો.

You Might Also Like

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

“સુંદરતા યુવાનીમાં નહીં, અનુભવમાં વસે છે.”

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગીર અભ્યારણ્ય પાસે ગેસ લાઇન પ્રોજેક્ટ મુદ્દે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
Next Article સુરત AAPમાં મોટું ભંગાણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
રાજકોટમાં ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પડાવી લેવા ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?