By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    6 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    6 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    35 seconds ago
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    3 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    3 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    3 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે
રાજકોટ

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

Khaskhabar Editor
Last updated: 2026/08/17 at 2:21 PM
Khaskhabar Editor 60 minutes ago
Share
4 Min Read
SHARE

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી અને શોભાયાત્રા માટે તૈયારીઓ શરૂ

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 42 વર્ષથી જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે

- Advertisement -

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી એટલે પ્રેમ, ભક્તિ, ધર્મ અને સંસ્કારનો મહાપર્વ. ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર, ઉપદેશો અને જીવનમૂલ્યોનું સ્મરણ કરાવતો આ પાવન પર્વ રાજકોટમાં દર વર્ષે ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે ઉજવવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 42 વર્ષથી રાજકોટની પાવન ધરતી પર લાખો ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવને વધુ ભવ્ય, શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત બનાવવા માટે તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ વિભાગના મંત્રી તથા જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મહામંત્રી પરેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમી મહોત્સવને સફળ બનાવવા માટે વિવિધ મંડળો, ટ્રાન્સપોર્ટરો, સંસ્થાઓ, કાર્યકર્તાઓ તેમજ મહોત્સવ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા તમામ લોકોની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે. આથી મહોત્સવના આયોજનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે વિવિધ સ્તરે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

જન્માષ્ટમી મહોત્સવમાં જોડાનારા તમામ મંડળોના પ્રતિનિધિઓ માટે 19 ઓગસ્ટ, બુધવારે રાત્રે 9 વાગ્યે બેઠક યોજાશે. આ બેઠકનું આયોજન નાગર બોર્ડિંગ, વિરાણી સ્કૂલના ગેટ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. જન્માષ્ટમી મહોત્સવ સાથે સંકળાયેલા તમામ મંડળોના પ્રતિનિધિઓને બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. મહોત્સવ દરમિયાન વાહનવ્યવસ્થા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવા માટે ટ્રાન્સપોર્ટરોની અલગ બેઠક પણ યોજાશે. 20 ઓગસ્ટ, ગુરુવારે સાંજે 7 વાગ્યે નાગર બોર્ડિંગ, વિરાણી સ્કૂલના ગેટ સામે, ટાગોર રોડ ખાતે આ બેઠક યોજાશે. તમામ ટ્રાન્સપોર્ટરોને ઉપસ્થિત રહી મહોત્સવના આયોજનમાં જરૂરી સહયોગ આપવા અને વાહન વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવા અપીલ કરવામાં આવી છે.

જન્માષ્ટમી મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત ન રહે પરંતુ ભક્તિ, સંગીત, નૃત્ય અને સાંસ્કૃતિક વિવિધતામાં એકતાનો સંદેશ આપે તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણના કરુણા, ધર્મ, કર્મ અને માનવતાના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ આ પર્વની વિશેષતા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા મહોત્સવને ભવ્ય, શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે ઉજવવા માટે વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌનો સહયોગ મેળવવા અપીલ કરવામાં આવી છે. સાથે જ રાજકોટ શહેરની જનતા મોટી સંખ્યામાં જન્માષ્ટમી મહોત્સવમાં જોડાઈ ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે આ ભવ્ય આયોજનને સફળ બનાવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

જન્માષ્ટમી કાર્યાલય પરથી સાહિત્યનું વિતરણ
દરમિયાન જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે નાગર બોર્ડિંગ ખાતે કાર્યરત જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલય પરથી મહોત્સવને લગતા વિવિધ પ્રકારના સાહિત્યનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. મહોત્સવમાં જોડાવા ઇચ્છતા મંડળો, સંસ્થાઓ, કાર્યકર્તાઓ તથા અન્ય લોકો માટે વિવિધ પ્રકારની નોંધણી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને જન્માષ્ટમી ફ્લોટ સુશોભનની નોંધણી, લતા સુશોભનની નોંધણી સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેના કારણે જન્માષ્ટમીની શોભાયાત્રામાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઝાંખીઓ તથા વિવિધ પ્રકારના આકર્ષણો ઉમેરવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જન્માષ્ટમી મહોત્સવમાં ભાગ લેવા ઇચ્છુક મંડળો, સંસ્થાઓ, કાર્યકર્તાઓ તથા અન્ય સંબંધિત લોકો વધુ માહિતી મેળવવા તેમજ નોંધણી કરાવવા માટે નાગર બોર્ડિંગ ખાતે આવેલા જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલયનો સંપર્ક કરી શકે છે. મહોત્સવ કાર્યાલય કમિટીના સભ્યો તરીકે રાજુભાઈ ઉંમરણીયા (9879847306), દિલીપભાઈ દવે (9429018609), પંકજભાઈ તાવીયા (9824992688), હેનિલસિંહ પરમાર (8000664444), ધનરાજભાઈ રાઘાણી તથા અનંતભાઈ નેનૂજીનો સંપર્ક કરી શકાય છે.

You Might Also Like

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા

શ્રાવણના પ્રથમ સોમવારે સ્વંભૂ રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનો ઘોડાપૂર

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા
Next Article જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 36 seconds ago
અમદાવાદના પાર્થ પટેલ અને ગ્રૂપે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર બાઇક અભિયાન પૂર્ણ કર્યું
રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!
ગુજરાતની 10 લાખથી વધુ દીકરીને દર મહિને મફત સેનેટરી નેપકીન
જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે
દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
રાજકોટ

દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

શ્રાવણના પ્રથમ સોમવારે સ્વંભૂ રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનો ઘોડાપૂર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?