By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    23 hours ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    5 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    6 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    23 hours ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    24 hours ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    1 day ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    3 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    19 minutes ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    3 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    5 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    6 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટની સદાબહાર 7 સમસ્યાઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટની સદાબહાર 7 સમસ્યાઓ
રાજકોટ

રાજકોટની સદાબહાર 7 સમસ્યાઓ

Khaskhabar Editor
Last updated: 2020/08/30 at 12:53 AM
Khaskhabar Editor 6 years ago
Share
9 Min Read
SHARE

રાજકોટ મજાનું શહેર છે પરંતુ તેનાં ઘણાં માઇનસ પોઇન્ટસ પણ છે. કેટલાક ઉધારપાસા તંત્રની દેન છે તો ઘણાં આવા મુદ્દાઓ રાજકોટવાસીઓની મનોવૃત્તિની નીપજ છે. આવા જ સાત મુદ્દાઓ વિશે વાત…

વિશાખા વૈદ્ય

(૧) આજી… ક્યારે થશે સાજી?

- Advertisement -

અમદાવાદે સાબરમતીને શહેરની શાન બનાવી, રાજકોટે આજીને શહેરની શરમ બનાવી નાંખી. ચારેકોર દબાણો, નદીમાં ઠલવાતી ગટરો અને ભયાનક ગંદકી. આજીને આપણે નદીમાંથી વોંકળો બનાવી દીધી. દસકાઓથી આજીના બ્યુટિફિકેશનની ઠાલી વાર્તાઓ આપણે સાંભળતા આવ્યા છીએ. કશું જ થતું નથી. વાસ્તવમાં આજીએ ‘મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર’ અને ‘રોગ ઉત્પત્તિ સેન્ટર’ બની ગઈ છે. ભલું થજો ઈન્દ્રદેવનું, દર વર્ષે ઝાઝોબધો વરસાદ મોકલે છે અને આજીની આપોઆપ સફાઈ થઈ જાય છે. આજીને એકદમ સ્વચ્છ બનાવી, તેમાં બારેમાસ પાણી રહે તેવું આયોજન કરીને આખા પટ્ટાને હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવી શકાય. વાતો તો ઘણી થઇ છે, નક્કર કામ થાય ત્યારે સાચું.

વાતો તો ખૂબ થઈ ગઈ. લાલપરી, રાંદરડા અને ન્યારીના સૌંદર્યકરણની વાતો પણ હજ્જારો વર્ષોથી સંભળાય છે. ગ્રામદેવતા એવા રામનાથ મહાદેવના જીર્ણોદ્ધારની વાતો પણ હજ્જારેક વખત વાંચી છે. મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ રાજુ ધ્રુવ જ્યારે યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષનું પદ શોભાવતા હતા ત્યારે તેમણે રામનાથ મહાદેવના પુનરોદ્ધાર વિશે હાથીના કાન ફાડી નાંખે તેવી વાતો કરી હતી. ઘણાને તો એવું લાગ્યું કે, નવું મંદિર બની ગયું છે. થયું કશું નહીં. આ બધા કાર્યો સત્વરે પૂર્ણ થાય તો શહેરની શોભા વધે. થશે?

(૨) ટ્રાફિક, નગર આયોજન અને અધૂરાં વચનો…

- Advertisement -

શાસકો જેને મીની મુંબઈ કહે છે, તેવાં રાજકોટને હજુ મીની અમદાવાદ કે મીની સુરત બનવામાં પણ દસકો વીતી જશે. સુરતમાં નગર આયોજન અંગે ત્રણ દાયકા પહેલાં જ ગંભીરતા આવી ગઈ હતી. ત્યાં શહેરમાં ફ્લાયઓવર્સની હારમાળા સર્જાઇ. જેથી ટ્રાફિકમાં રાહત થઈ. રાજકોટમાં આવું કામ બહુ મોડે- મોડે શરૂ થયું. આમ્રપાલી ફાટક પાસે અંડરબ્રિજ કરવો કે ઓવર બ્રિજ એ વિચારવામાં જ આપણે દસ વર્ષ કાઢી નાખ્યાં. છેવટે કોઈએ સિક્કો ઉછાળીને અંડરબ્રિજનું નક્કી કર્યું. લક્ષ્મીનગરનું ગરનાળું હવે પુરાતત્વ વિભાગની સાઈટ કરતાં પણ વધુ જર્જરિત છે. કોઈ વિદેશીને કહો કે, આ ધોળાવીરા છે. તો એ માની જ લે.

પૂર્વાયોજન કરવામાં આવ્યું હોત તો આજે માધાપર ચોકડીએ ફ્લાયઓવર ઉભો હોત. સમયસર આયોજન થયું હોત તો કોટેચા ચોકમાં ક્યારેય ટ્રાફિક સમસ્યા સર્જાતી ન હોત. આ બધી સમસ્યાઓ ઓછી હોય તેમ મીટર વગર દોડતી રિક્ષાઓ અને રાજકોટથી નાના ગામો વચ્ચે ચાલતી ‘તૂફાન’નો ત્રાસ. તમે માસ્ક વગર નીકળો તો 1000 રૂપિયા દંડ લેવા પોલીસ તૈયાર ઉભી છે, ટ્રાફિકની પારાવાર સમસ્યા સર્જતા ‘તૂફાન’ને કોઈ રોકતું નથી .રાજકોટમાં અનેક કહેવાતા ‘જાંબાઝ’ પોલીસ કમિશનરો આવ્યા અને ગયા, કોઈમાં એવી મર્દાનગી નહોતી/ નથી કે, આ દૂષણ દૂર કરી શકે.

(૩)  રખડતાં ઢોર અને તંત્રની લૂંટાતી આબરૂ!

રખડતાં શ્વાન દર મહિને કેટલાં નિર્દોષ શહેરીજનોને કરડી ખાય છે? સંખ્યા હજારોમાં છે. માન્યું કે, કુતરાંઓ પકડવા બાબતે સુપ્રીમકોર્ટનો ઓર્ડર બહુ અટપટો છે. પરંતુ ખસીકરણનો રસ્તો તો ખુલ્લો જ છે. દર વર્ષે ખસીકરણ અંગે સાવ ભ્રામક આંકડાઓ આપવામાં આવે છે અને બીજી તરફ શહેરમાં શ્વાનની વસ્તી માણસો જેટલી થઇ ગઇ છે! શેરીમાં જેટલાં ઘર નથી હોતાં એટલાં કુતરાં હોય છે. અમુક વિસ્તારોમાં ભૂંડનો ત્રાસ પણ ઓછો નથી. જો કે, સૌથી વધુ ત્રાસ તો રખડતી ગાયો અને ખૂંટિયાઓનો છે. ખૂંટિયાઓમાં પાછા અંદરોઅંદર ડખ્ખા બહુ હોય છે. તેમની વચ્ચે ધિંગાણું થાય ત્યારે કેટલાંય નિર્દોષ મનુષ્યોનો ખો નીકળી જાય. ગાયો – ખૂંટીયાઓને કારણે અનેક લોકોને ગંભીર ઇજા થઇ છે, કેટલાંય લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. છતાં આ સમસ્યા પ્રત્યે ગંભીરતા સેવાતી નથી. દેખાવમાં, બુદ્ધિમત્તામાં અને કાર્યદક્ષતામાં સાવ નાના બાબલા જેવા મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલના કાર્યકાળમાં તો આ સમસ્યા ઓર વકરી છે. જ્યાં સુધી એકાદ મોટા નેતા કે મોટા અધિકારીને કોઈ જાંબાઝ ખૂંટિયો ઢિંકે નહીં ચડાવે ત્યાં સુધી આ સમસ્યા દૂર થવાની નથી.

(૪)  હામું હું જોવસ? કેમ એલા કાતર મારસ?

આ રાજકોટવાસીઓનો રાષ્ટ્રીય ડાયલોગ છે. કોઈની સામે જુઓ કે તીરછી નજરે જુઓ તો એ અહીં 302 જેવો ગંભીર ગુનો ગણાય છે. રાજકોટનો સરેરાશ લુખ્ખેશ યુવાન દરરોજ સવારે ઊઠીને ભગવાનને પ્રાર્થના કરે છે કે, “હે પ્રભુ! આજે ક્યાંક ડખ્ખાનો મેળ કરી દેજે !” એનાં જીવનનો સાર જ ડખ્ખો છે. શહેરનો દરેક લુખ્ખેશ પાછો છેડાં ધરાવતો હોય છે. બપોરે બે વાગ્યે ઊઠીને ૪ વાગ્યે જ્યારે એ બાબરી પાડીને નીકળે ત્યારે બે-ચાર પાગીયા –  ભાગીયા એની ભેળા હોય. રોડ પર તેઓ હંમેશા રોંગ સાઈડમાં વાહન ચલાવે, સાચી સાઈડમાં આવતા લોકોમાંથી કોઈ ગુસ્સાથી તેમની સામે જુએ એટલે પેલો સ્ટાન્ડર્ડ ડાયલોગ આવે: “સામું હું જોવસ? કાતર કેમ મારસ?”

(૫)  ભલભલાને ભૂ પીવડાવતા ભૂમાફિયા

અગાઉ થયેલાં બે – ત્રણ અધિકૃત સર્વે મુજબ રાજકોટ એ દેશનું ‘લેન્ડ-સ્કેમ કેપિટલ’ છે સરળ ભાષામાં કહીએ તો જમીન કૌભાંડનું રાષ્ટ્રીય પાટનગર. અહીં શેરી દીઠ એકાદ જમીન કૌભાંડીયો મળી રહે તમને. પાનની દુકાને કોઈને પૂછો કે, તમે શું કરો છો? જવાબ બેમાંથી એક જ હોય:(૧) શેરબજારનું અથવા (૨) જમીન- મકાનનું! આ ‘જમીન -મકાન’નું એટલે ટૂંકમાં કહીએ તો કોઠા- કબાડા. અહીં ખાલી પ્લોટને ઘરની જુવાન દીકરીની જેમ સાચવવો પડે. થોડી ગફલત કરો તો ગાય-ભેંસ ત્યાં બંધાઈ જાય. નાનું ઝૂંપડું પણ બની જાય. થોડા દિવસ પછી ત્યાં લાઈટ -પાણીનું કનેક્શન પણ આવી ગયું હોય. પછી તમારી જ જમીન તમારે દબાણકર્તા મહાનુભાવ પાસેથી ખરીદવી પડે. અહીં એક જ જમીનનું સાટાખત અનેક લોકોને કરી આપવાની ફેશન છે. જમીન કૌભાંડોનો કોઈ પાર નથી. આખેઆખી સોસાયટીઓ ગેરકાયદે ઉભી થઇ ગઈ હોય એવા અગણિત ઉદાહરણો છે. સરકારી જમીન પણ પચાવી પાડવામાં આવી હોય તેવાં અનેક દાખલાઓ છે. શહેરને અમસ્તું જ ‘લેન્ડસ્કેમ કેપિટલ’ નથી કહેવાયું.

(૬) ઈઝી મની…. આઇ લવ ઇટ, હની!

વિશી હોય કે શેરબજાર, કોમોડિટી હોય કે બીટકોઈન કે પછી જમીન કે લોટરી… દરેક સટ્ટામાં રાજકોટ આગળ પડતું જ હોય. ‘ઈઝી મની’ અથવા ટૂંકા રસ્તે પૈસા કમાવાનું અપલખ્ખણ આ શહેરના ડી.એન.એ.માં છે. વીશીના અને લોટરીના વિષચક્રમાં અનેક હોમાઈ ગયા. શેરબજારમાં ઘણા ફના થઇ ગયા તો અનેક તરી ગયા. ડબ્બા ટ્રેડિંગમાં ઘણાંના ડબલાં ડૂલ થઇ ગયા અને કેટલાયની પેઢીઓ તરી ગઈ. કોમોડિટીનો સટ્ટો, બીટકોઈન વગેરે અહીં લેટેસ્ટ ટ્રેન્ડ છે. ક્રિકેટ પરનો સટ્ટો ઓલ ટાઇમ હિટ છે. આ મનોવૃત્તિએ રાજકોટની અનેક પેઢીના યુવાધનને યુવાધણ બનાવી દીધું, તેમનું ધનોત-પનોત કાઢી નાખ્યું. અઢાર – વીસ વર્ષના જુવાનિયાઓ પણ ડબ્બાના ચક્કરમાં હોમાઈ ગયા હોય એવા ઉદાહરણો સગી આંખે જોયા છે. ઈઝી મનીની લાહ્યમાં યુવાઓની  કારકિર્દી ખતમ થઇ જાય છે. સટ્ટા – જુગારમાં દસમાંથી એક- બે વ્યક્તિ કમાય છે અને સાત-આઠ પોતે બરબાદ થાય છે, પરિવારને પણ રઝળાવી દે છે.

(૭)  પ્રોફેશનલિઝમ? સર્વિસ? એ કઈ બલાનું નામ?

આફ્ટર સેલ સર્વિસ જેવું અહીં કશું નથી. બીફોર સેલ સર્વિસ પણ નથી. ‘માલ લેવો હોય તો લો, નહિતર ચાલતા થાઓ!’ આવું અહીંના સરેરાશ વેપારીઓનું વલણ છે. એ જ અહીં ચલણ છે. વેપારીઓની વાત જવા દો, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક, મિસ્ત્રી વગેરે બધા જ લોકોમાં તમને ટણી જોવા મળે. મોટી કંપનીઓ પણ અહીં સાવ દેશી પદ્ધતિથી ચાલે છે. પ્રોફેશનલિઝમનો સદંતર અભાવ. મોટી કંપનીમાં ઘણી વખત ચાવીરૂપ પોઝીશન પર જે- તે વિષયના એક્સપર્ટની જરૂર હોય છે. પરંતુ કાઠીયાવાડી કંપનીઓમાં ઝાઝાભાગે આવા સ્થાન પર પણ મામા -માસીના દિકરાઓ કે ફોઇ -કાકાના લલ્લુ જેવા પુત્રરત્નો જ ગુડાયા હોય છે. આવા લોકો સ્લો- પોઈઝનની માફક કંપનીને એક દિવસ વૈકુંઠવાસી કરાવી નાંખે છે. વેપાર, સર્વિસ, કોર્પોરેટ… દરેક ક્ષેત્રે અહીં વ્યાવસાયિક અભિગમનો અભાવ છે. દેશી કોઠાસૂઝથી કંપનીઓ- વ્યાપાર ચલાવવાનો જમાનો હવે ગયો, હવે ગ્રાહકોને ભરપૂર સેવા આપવી પડે, નિષ્ણાંતોની સેવાઓ લેવી પડે. આ વાત હજુ નહીં સમજાય તો બધો જ વેપાર એમેઝોન -ફ્લિપકાર્ટ હડપી જશે.

You Might Also Like

રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો

‘દેવ ફાસ્ટ ફૂડ’માં વંદા અને ઉંદરનો ઉપદ્રવ: 132 કિલો વાસી ખોરાક મળતાં દુકાન સીલ

પડધરી-લોધિકા પંથકમાં વીજલાઈન અને ટાવર સામે ખેડૂતોમાં ભારે રોષ

સડક પીપળીયાથી હિરાસર એરપોર્ટ સુધી નવા બનનારા 6 લેન હાઈ વે સામે ખેડૂતોનો વિરોધ

યુનિવર્સિટીની ભૂલની સજા વિદ્યાર્થીઓને કેમ? : પરિણામ મોડું જાહેર કરો અને પછી વિદ્યાર્થીઓ પાસેથી 5,000 લેટ ફી લ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘરનું ફૂડ જ છે ઉત્તમ ઔષધ!
Next Article માણાવદરના મહિલા પ્રમુખે ધસમસતા પાણીમાં ઊતરી તણાઈ રહેલી ગાયને બહાર કાઢી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

નવરાત્રિ પહેલાં નવાજૂની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ
રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો
એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
‘દેવ ફાસ્ટ ફૂડ’માં વંદા અને ઉંદરનો ઉપદ્રવ: 132 કિલો વાસી ખોરાક મળતાં દુકાન સીલ
પડધરી-લોધિકા પંથકમાં વીજલાઈન અને ટાવર સામે ખેડૂતોમાં ભારે રોષ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાજકોટ

‘દેવ ફાસ્ટ ફૂડ’માં વંદા અને ઉંદરનો ઉપદ્રવ: 132 કિલો વાસી ખોરાક મળતાં દુકાન સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
રાજકોટ

પડધરી-લોધિકા પંથકમાં વીજલાઈન અને ટાવર સામે ખેડૂતોમાં ભારે રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?