પૂજા કગથરા

આજકાલ ડાયેટીંગ એ ફેશન બની ગઈ છે. આપણે ત્યાં અવારનવાર જુદા જૂદા ડાયેટ પર વાતો સાંભળવા મળે છે. ડાયેટ વજન ઘટાડાવા નો પર્યાય બની ગયો છે સામાન્ય રીતે આપણે ડાયેટ નો અર્થ જ પાતળા થવુ એવો કરતા હોય છીએ, પરંતુ ડાયેટ એ એક શરીરનું સાયન્સ છે. ડાયેટ એટલે તંદૂરસ્ત બનવુ ફીટ રહેવુ, એનર્જીથી ભરપુર રહેવુ

આપના આહાર નામુખ્યત્વે ત્રણ પ્રકાર છે.- 1) શક્તિ આપે તેવો ખોરાક -અનાજ,ઘી,તેલ,ખાંડ . ગોળ 2) વૃધ્ધી અને વિકાસ માટે ખોરાક- ડેરી પ્રોડક્ટસ, કઠોળ 3) રક્ષણ અને નીયમન કરતા ખોરાક – શાકભાજી, ફ્ળો, લીલી પાંદડાવાળા શાકભાજી

ખરેખર ડાયેટીંગ કેવુ હોવુ જોઈએ દરેક વ્યક્તિનો ડાયેટ તેના- BMI,પ્રકૃતિ (એટલે વાત,પિત્ત, કફ) ,કોઈ ખોરાકની એલર્જી છી કે નહી,કોઈ બીમારી છે કે નહી,તેની ફેમીલી હીસ્ટ્રી કેવી છે. બધા પાસા જોવાના રહે છે.
દરેક ખોરાક સીઝનને અનુરૂપ હોવો જોઈએ, ફળોના જ્યુસ કરતા ફળો ખાવા જોઈએ ,કારણ કે જ્યુસ કરતા ફળો માં વધારે ન્યુટ્રીશીન વેલ્યુ હોય છે, એક વખત ગરમ કરેલ તેલ ને બીજી વાર ગરમ કરીને ન વાપરવું જોઈએ

જ્યારે કોઈ વ્યક્તિ નું ઇખઈં 25 કરતા વધારે હોય તો જ વજન ઘટાડવુ આવશ્યક બને છે. હવે
વજન ઘટાડવા ક્યો ઓપશન બેસ્ટ છે ? ભુખ્યા રહેવુ ,ક્રશ ડાયેટ કરવું ,બજારમાં મળતા જૂદા જૂદા પાવડર કે દવાઓ લેવી,આખો દિવસ ભુખ્યા રહેવુ અને રાતે જમવું ,દિવસમાં એક વાર જમવુ,માત્ર ફળો કે શાકભાજી ખાવા.આવા ઘણા પ્રકારના ડાયેટ લોકો કરતા હોય છે. પરંતુ શું આ સાચી પધ્ધતી છે? નહી . આવી પધ્ધતી થી શરીર પાતળુ કરવુ જોઈએ નહી , આ રીતે ભુખ્યા રહીને ઘટાડેલું વજન ડાયેટીંગ છોડ્યા પછી ફરીથી બાઉંસ બેક થઈ ને વધે છે.

આ ઉપરાંત વજન જો અવારનવાર વધારવા ઘટાડવા માં આવે તો સ્કીન પર કરચલી દેખાવા લાગે છે. અને ઉમર પણ વધારે દેખાવા લાગે છે. શરીર ફીકુ સાદી ભાષામાં કહીએ તો નુર વગરનું દેખાવા લાગે છે.
ખરેખર વજન ઘટાડવા કે વધારવા માટે 6 થી 7 વાર જૂદા જૂદા પ્રકારનો ખોરાક લેવાનો હોય છે.
જો દર બે થી ત્રણ કલાક ના અંતરે ખોરાક લેવામાં આવેતો તે શરીર માટે ખુબજ ઉપયોગી બને છે. આ ખોરાક કેવો હોવો જોઈએ – નાસ્તો હેવી હોવો જોઈએ એટલેકે કાર્બોહાઈડ્રેડ, ફેટ અને પ્રોટીનથી ભરપુર
બપોર ના જમવામાં પ્રોટીનનું પ્રમાણ ખુબજ વધારે હોવું જોઈએ. રાતેનું ભોજન હંમેશા ખુબજ હળવુ અને બને તો સુર્યાસ્ત પહેલા લેવુ જોઈએ ,
બ્રેક ફાસ્ટ, લંચ અને ડીનર ની વચ્ચે ફાઈબર અને એન્ટી ઓક્સીડન્ટ થી ભરપુર ખોરાક લેવો જોઈએ. ફળો, નાળીયેર પાણી, સુપ, સ્પોઉટ્સ વગેરે વચ્ચે વચ્ચે લેવુ જોઈએ
વજન ઘટાડવા માટેની વાત કરીયે તો કાર્બોહાઈડ્રેડ, ફેટ, પ્રોટીન, વીટામીન નું બેલેન્સ કરીને દરેક વ્યક્તિના વજન, ઉંચાઈ અને ઉંમરના આધારે તેનું BMI નક્કી કરી તેના આધારે ડાયેટ પ્લાન બનાવવાનો હોય છે.
વજન વધારવા ની વાત કરીએ તો વજન વધારવા પ્રોટીન યુક્ત આહાર લેવો જોઈએ ચરબી વાળા ખોરાક કરતા પ્રોટીન યુક્ત ખોરાક થી વજન વધારવો જોઈએ.
ઘરના ખોરાકથી વજન વધારવો કે ઘટાડવો તંદૂરસ્તી માટે વધારે હીતાવહ છે. બજારમાં મળતા વિવિધ સપ્લીમેન્ટનો ઉપયોગ ટાળવો જોઈએ. LET YOUR FOOD MADE YOUR MEDICINE, ALWAYS STAY POSITIVE AND CHEER FULL