સેવા એ શીખવાડાતી નથી સેવાનો ભાવ અંતરમાંથી જાગે છે.અને કોઇ દુખિયાની મદદ કરવા દોડી જાય છે સતા નહિ પણ લોકહિતના કાર્યો થી જે સંતુષ્ટ છે એવા માણાવદર નગરપાલિકાના પ્રમુખ અને મહિલા અગ્રણી શ્રી પુષ્પાબેન ગોર ચાર ચાર દાયકાથી સેવા ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યા છે 1990 – 1995 ના ગાળામાં પીવાના પાણી પ્રશ્ર્ને આ મહિલાએ ભારતને ખળભળાવી મૂકતું જન આંદોલન ચલાવ્યું હતુ અને સતાધારી નેતાઓ અધિકારીઓની નીંદર ઉડાડી મૂકી હતી

માણાવદર સરકારી દવાખાનામાં ડોક્ટરોની ભરતી, મહિલાઓના હક્કો, લોકોની તંદુરસ્તી, કોરોના વાયરસથી બચાવા માસ્ક નો ઉપયોગ વગેરે જેવા અનેક કાર્યો માં વ્યસ્ત રહેલા પુષ્પાબેન ગોર નું જીવન નિસ્પૃહી છે સતા નહી ,સેવા જ એમનું કેન્દ્રબિંદુ છે.

લોકડાઉન સમયે આ મહિલા માર્કેટ ચોકમાં ખડે પગે સતત રહીને લોકોને માસ્ક પહેરવા સમજાવી રહી હતી ત્યારે તેમની પાસે સતા ન હતી માત્ર સેવા જ હતી

વર્તમાન સમયમાં વરસી રહેલા વરસાદ માં પોતે જાતે જ સફાઈ કામદારો ના સફાઇકામને જોય વ્યવસ્થિત સફાઇકામ કરાવી રહ્યા છે. આ બધાની વચ્ચે નોંધનીય બાબત એ છે કે વરસાદ ને કારણે દગડ ડેમ માંથી તણાઈ આવેલી એક ગાયને બચાવવા આ મહિલા એ ધોધમાર વરસતા વરસાદ ની વચ્ચે નદીમાં કૂદી તણાતી ગાયને બહાર કાઢી હતી પણ કમનસીબે ગાય બચી શકી ન હતી તેમના આ કાર્ય ને માણાવદર ની જનતા તથા બૌધ્ધિક લોકો તથા પત્રકારોએ વખાણ્યું હતું અને આવા ઉમદા કાર્યો બદલ તેમને નવાજવા કલેકટર – મામલતદાર કાંઇ વિચારે તેવા સંદેશા પાઠવ્યા હતા

ગાયને બહાર કાઢવા નગરપાલિકા ના સભ્ય વિજયભાઈ ફુલેત્રા અને પાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશભાઇ કાલરીયા પણ મદદ કરી રહયા હતા

ધસમસતા પાણીના પ્રવાહમાં નગરપાલિકાનો કોઇ પ્રમુખ ઊતર્યો હોય તો પુષ્પાબેન ગોર નું નામ પ્રથમ આવે જીવના જોખમે આવું કામ કરનારને જ સેવા વરે છે અને એજ સાચી છે

(જીજ્ઞેશ પટેલ – માણાવદર)