છેલ્લા ચાર મહિનાથી ઓક્સિજન પ્લાન્ટ ટેકનિકલ ખામીઓના કારણે બંધ છે અને ધૂળ ખાઈ રહ્યો છે
રાજકોટ જિલ્લાના ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ચાલીસ લાખના ખર્ચ કરી ઓક્સિજન પ્લાન્ટ એક વર્ષ પહેલા બેસાડવામા આવ્યો હતો. છેલ્લા ચાર મહીનાથી ઓક્સિજન પ્લાન્ટ ટેકનિકલ ખામીઓના કારણે બંધ છે અને ધૂળ ખાઈ રહ્યો છે. ધોરાજીની સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા તંત્રને તથા ઓક્સિજન પ્લાન્ટની કંપનીને ઘણી રજુઆત કરાઈ છે, તેમ છતાંય આજ સુધી ઓક્સિજન પ્લાન્ટનું રિનોવેશન કામ કરવા કોઈ આવ્યું નથી. આકસ્મિક કોઈ દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત પડી તો શું થાશે એ એક મોટો પ્રશ્ન છે.
ધોરાજી સરકારી હોસ્પિટલમાં ચાલીસ લાખના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજનનો પ્લાન્ટ શરૂ કોરોનાકાળ દરમિયાન એટલે એકાદ વર્ષ પહેલા આ પ્લાન્ટ શરૂ કરવામા આવેલ હતો, પણ કોઈ ટેકનિકલ ખામીને કારણે આ ઓક્સિજન પ્લાન્ટ છેલ્લા ચાર મહીનાથી બંધ પડેલ છે. ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક જયેશ વેસેટીયને આ ઓક્સિજન પ્લાન્ટ બંધ હોય તેની રજૂઆત ઉપર તંત્રને કરેલ, તથા જવાબદાર કંપની પણ લેખિત જાણ કરેલ છે. પણ હજુ સુધી આ પ્લાન્ટનું રીપેરીંગ કામ કરવા કોઈ આવ્યો નથી. તેવુ ધોરાજી સરકારી હોસ્પિટલ ના અધિક્ષક જયેશ વેસેટીયન એ જણાવેલ.
- Advertisement -
બીજી તરફ ધોરાજીના સામાજિક આગેવાન મકબુલભાઈ ગરાણાએ આ બાબતે જણાવ્યું કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ચાલીસ લાખના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજન પ્લાન્ટ ચાર મહીનાથી બંધ હોય તે ગંભીર બાબત કહેવાય. આ ઓક્સિજન પ્લાન્ટ બંધ હોય તેને તાત્કાલિક શરૂ કરવામા આવે તેવી માંગ કરાઈ હતી.