By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    24 hours ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    2 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    2 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    3 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
    2 minutes ago
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    1 day ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    1 day ago
    5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
    1 day ago
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 day ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    6 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા
રાજકોટ

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

Khaskhabar Editor
Last updated: 2026/10/08 at 1:40 PM
Khaskhabar Editor 56 minutes ago
Share
4 Min Read
SHARE

સ્માર્ટ મીટર અભિયાન : રાજકોટમાં 4 વર્ષથી મીટર બદલવાની PGVCLની કવાયત

રાજકોટમાં 70% ગ્રાહકોએ હજુ સ્માર્ટ મીટર અપનાવ્યા નથી

- Advertisement -

PGVCL દ્વારા છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી સ્માર્ટ મીટર નાખવાની યોજના અમલમાં મૂકી છે. જોકે, રાજકોટ શહેરમાં 7 લાખમાંથી 2.11 લાખ વીજ ગ્રાહકોને ત્યાં જ સ્માર્ટ મીટર લાગ્યા છે. બિલ વધુ આવે છે તેવા ડરને કારણે લોકો સ્માર્ટ મીટર નાખવાનું ઓછું પસંદ કરે છે તે આ આંકડાઓ પરથી જોઈ શકાય છે. જોકે વિજ કચેરીના સુપ્રીન્ટેન્ડિંગ એન્જિનિયરનું કહેવું છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ ઉપરાંત લોકપાલ અનુસાર સ્માર્ટ મીટર નાખવું ફરજિયાત છે.

રાજકોટ શહેર વર્તુળ કચેરીના સુપ્રીન્ટેન્ડિંગ એન્જિનિયર ટી. એન. વોરાએ જણાવ્યું હતું કે, અમારા રિપોર્ટ પ્રમાણે સૌથી પ્રથમ તો સ્માર્ટ મીટર છે એ અમારું RDSSનું સેન્ટ્રલ ગવર્મેન્ટ ડ્રીવન અને ગુજરાત સરકારના એક મોટા અભિયાન તરીકે ભવિષ્યમાં સ્માર્ટ ટેકનોલોજી દરેક ગ્રાહકો વાપરતા થાય એ હેતુથી સ્માર્ટ મીટરનું આ અભિયાન ચાલી રહ્યું છે. જેના અનુસંધાને રાજકોટમાં કુલ 7 લાખ ગ્રાહકો છે. જેમાંથી આશરે 30% જેટલા ગ્રાહકો એટલે 2 લાખ 11 હજાર જેટલા ગ્રાહકોમાં સ્માર્ટ મીટરો લાગી ચૂક્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓટોમેટિક મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક જે ટીમ છે. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નિયુક્ત થયેલી છે. જેની સાથે રહી અમારા દરેક ઇન્ડસ્ટ્રીઝ અને દુકાનોમાં જઈ અમે સ્માર્ટ મીટર બદલાવવાનું કાર્ય રોજે રોજ હાથ ઉપર લઈએ છીએ. અત્યાર સુધીમાં ઘર વપરાશમાં પણ 3 લાખ 72 હજારથી વધારે મીટરો લાગી ગયા છે. વાણિજ્યમાં પણ 1 લાખ 8 હજારથી વધારે મીટરો લાગી ગયા છે. કારખાનાઓમાં તથા એનઆરજીપી નાના કારખાનાઓમાં થઈને 17 હજાર જેટલા અમારા સ્માર્ટ મીટરો લાગી ગયા છે અને આ કામ સતત પ્રગતિ હેઠળ છે.

- Advertisement -

તેમણે અંતમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જે ગ્રાહકો ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ઈચ્છુક છે, જાણે છે, સિસ્ટમને જાણે છે અને ભવિષ્યમાં જે કોઈ નવી ટેકનોલોજી આવી છે તેનો લાભ લેવા માટે ઉત્સુક છે તે લોકો તો સામેથી સ્માર્ટ મીટર લગાડે છે. બાકીના લોકો માટે અમે IEC એક્ટિવિટી એટલે ઈન્ટરેક્ટ કરી, એમને એજ્યુકેટ કરી, કોમ્યુનિકેટ કરી અને અમે એમને સમજાવીએ પણ છીએ કે કોઈપણ જાતના એવા ઈનપુટ કે જેમાં સ્માર્ટ મીટરને રિલેટેડ કોઈ લોકોના મનમાં દ્વિધાઓ હોય તો એ અમે કાઢી અને લોકોને પણ આહ્વાન કરીએ છીએ કે સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરવામાં કોઈપણ જાતનો પ્રોબ્લેમ નથી. શરૂઆતમાં જે થોડોઘણો વિરોધ હતો એ કોઈપણ કારણોસર હશે પણ હવે અત્યારે એ વિરોધ ઓછો થઈ ગયો છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિક એજન્સી ઓથોરિટી, ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન ઉપરાંત લોકપાલ આ બધાના પણ જુદા જુદા રિઝોલ્યુશન દ્વારા સ્માર્ટ મીટર લગાડવું હવે ફરજિયાત પણ છે.

11થી 5 દરમિયાન વીજળી વાપરો તો યુનિટદીઠ 60 પૈસાની રાહત
સ્માર્ટ મીટરનો ઉપયોગ માત્ર વીજ વપરાશનું રેકોર્ડિંગ પૂરતો મર્યાદિત નથી. ગ્રાહકોને વીજ વપરાશના સમય પ્રમાણે બિલમાં રાહત મેળવવાની તક પણ મળે છે. PGVCLના સુપ્રીન્ટેન્ડિંગ એન્જિનિયર મુજબ, સવારે 11થી સાંજે 5 વાગ્યા દરમિયાન કરવામાં આવતા વીજ વપરાશ પર પ્રતિ યુનિટ 60 પૈસાના રિબેટની જોગવાઈ છે. આ ઉપરાંત, ગ્રાહક પ્રીપેડ મોડ અપનાવે તો તેને વધારાના 3 ટકા રિબેટનો લાભ મળી શકે છે. આથી સ્માર્ટ મીટર દ્વારા ગ્રાહકોને વીજ વપરાશનું આયોજન કરીને બિલમાં બચત કરવાની તક મળી શકે છે. સ્માર્ટ મીટર સાથેની મોબાઇલ એપ્લિકેશનમાં ગ્રાહક કયા સમયે કેટલો વીજ વપરાશ થયો, વપરાશની પેટર્ન શું છે અને કયા સમયગાળામાં વધુ વીજળી વપરાઈ રહી છે તેની માહિતી જોઈ શકે છે. ખાસ કરીને વધુ વીજ વપરાશ ધરાવતા ઘર, દુકાન અને વ્યવસાયિક એકમો માટે આ માહિતી ઉપયોગી બની શકે છે. આ ડેટાના આધારે ગ્રાહક Demand Side Management કરી શકે છે, એટલે કે વધુ વીજળી વાપરતા ઉપકરણોનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી યોગ્ય સમયગાળામાં ખસેડીને વીજ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી શકે છે.

You Might Also Like

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો

રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ
Next Article મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ
કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી
મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે
વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ
અમદાવાદની 10 સ્કૂલ અને મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
રાજકોટ

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
રાજકોટ

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?