By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ!
    32 minutes ago
    બિલ્ડિંગ ધરાશાયી, જીવ બચાવવા સબવે સ્ટેશનમાં છુપાયા લોકો…: યુક્રેન પર રશિયાના હુમલામાં 9ના મોત
    1 hour ago
    અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર
    1 day ago
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    3 days ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત
    58 minutes ago
    ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો
    23 hours ago
    દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો
    23 hours ago
    UPમાં વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાનો આરોપી અસદ એન્કાઉન્ટરમાં ઠાર
    23 hours ago
    પેટ્રોલ-ડિઝલ બાદ હવે કોમર્શિયલ બાટલો મોંઘો
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    2 hours ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    23 hours ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    3 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    3 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 hour ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    6 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાહુબલી ગુજરાતી થાળી જેવું અમારું ‘ખાસ-ખબર’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > બાહુબલી ગુજરાતી થાળી જેવું અમારું ‘ખાસ-ખબર’
Kinnar Acharya

બાહુબલી ગુજરાતી થાળી જેવું અમારું ‘ખાસ-ખબર’

Khaskhabar Editor
Last updated: 2024/08/12 at 3:45 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

એક વાત પર વિચાર કરો: માની લો કે, ભારતની ટીમ દરરોજ એક ટી-ટ્વૅન્ટી મેચ રમે છે. દરરોજ ચાહકોને, ભારતીય ક્રિકેટફેન્સને ટીમ તરફથી મોટી અપેક્ષાઓ હોય છે. ફેન્સ ઈચ્છે છે કે, રોજ સૂર્યા યાદવ ચોગ્ગા-છગ્ગાની આતશબાજી કરે, દરરોજ બુમરાહ કાતીલ બોલિંગ કરે, દરેક મેચમાં પંત અને ગીલ ફટકાબાજી કરે…. અપેક્ષાઓ અપાર હોય છે પણ સાતત્ય કેટલું રાખવું? અમારી પરિસ્થિતિ ટીમ ઈન્ડિયાની જેવી જ છે. અમે એક ડેઈલી છીએ, ડેઈલી રણમેદાનમાં ઉતરીએ છીએ. નિત્ય અમારે નવા શૉટ્સના પ્રયોગ કરવા પડે છે, હંમેશા અમારે એક-બે દૂસરા કે તીસરાનો આવિષ્કાર કરવો પડે છે. છેલ્લાં ચાર વર્ષથી ‘ખાસ-ખબર’ નિત્ય એક મેચ રમવા ઉતરે છે, ભરપૂર મહેનત કરે છે અને જીતે છે. વાચકો એટલે જ ‘ખાસ-ખબર’ના હવે ચાહકો બની ગયા છે.

અમારું અખબાર બહુ રૂપકડું છે, લે-આઉટ્સ એકદમ બ્યૂટીફુલ છે, આકર્ષક છે…. આવા કોમ્પ્લીમેન્ટ્સ અમે રોજ સાંભળીએ છીએ છેલ્લાં ચાર વર્ષથી. વાત સાચી પણ છે. અમારી પાસે સૌરાષ્ટ્રના શ્રેષ્ઠત્તમ આર્ટિસ્ટની ટીમ છે. ડીઝાઈનિંગ પાછળ અમે ચિક્કાર મહેનત કરીએ છીએ. દર વર્ષે તંત્રીલેખમાં પણ આ વાતનો ઉલ્લેખ હોય છે. આજે અન્ય કેટલાં મુદ્દાઓ અંગે વાત.

- Advertisement -

‘ખાસ-ખબર’ એક પ્રયોગ છે. સફળત્તમ પ્રયોગ છે. પણ આ સફળતા પામ્યા તે પહેલાં અમે ખૂબ મ્હેણાં સાંભળ્યા છે. અમે ડિજિટલ પ્લેટફોર્મ માટેના અખબારની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે ઘણાં લોકો મૂછમાં હસતાં હતાં. અનેક વ્યંગ્યબાણ પણ અમારી તરફ છૂટ્યાં. પરંતુ આજે પુરવાર થયું કે, અમે સમયથી આગળ હતાં અને દૂરનું વિચારનારા શરૂઆતમાં બહુ જૂતાં ખાય છે. પછી લોકો શરણાગતિ સ્વીકારે છે.

ડીઝાઈનિંગ ઉપરાંત ક્ધટેન્ટ અને પ્રેઝન્ટેશન એ અમારા અખબારનો આત્મા છે. અમે ‘વૉકલ ફોર લોકલ’નું સૂત્ર ભલે અપનાવ્યું હોય, રાજ્ય, દેશ અને દુનિયાને ભૂલ્યાં નથી. અમારું અખબાર બાહુબલી ગુજરાતી થાળી જેવું છે. તેમાં સ્થાનિક સમાચારો પણ છે, સૌરાષ્ટ્ર-ગુજરાત, દેશ અને દુનિયાના ન્યૂઝ પણ મળી રહે છે. અમારો ઞજઙ હાર્ડ હિટિંગ, પુરાવા સાથેનાં સ્ફોટક સ્કૂપ્સ છે તો બીજી તરફ દેશ-દુનિયાને સ્પર્શતા સમાચારો અમે વીણી-વીણીને વાચકોને પીરસીએ છીએ. આ બાહુબલી થાળીમાં ભોજનનાં રસ જ નહીં, જીવનનાં નવરસ પણ રીડર્સ અનુભવી શકે છે. એટલે જ આજે ‘ખાસ-ખબર’ માત્ર રાજકોટ- સૌરાષ્ટ્રના જ નહીં, ગુજરાતમાં અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પ્રિય બન્યું છે. અમેરિકા, બ્રિટન, કેનેડા, યુરોપ, ઑસ્ટ્રેલિયા અને ગલ્ફના દેશોમાં વસતા ગુજરાતીઓમાં પણ અમારું અખબાર પોપ્યુલર થઈ રહ્યું છે.

સાંધ્ય અખબારોમાં ‘ખાસ-ખબર’એ પોતાનું એક સ્થાન બનાવ્યું છે. કોઈ દાવો નથી કરવો. પ્રથમ, બીજું કે ત્રીજું…. એવી કોઈ નંબર ગેઈમમાં પડીને કોઈની લીટી નાની કરવાનો પ્રયાસ હરગીઝ નથી. અમે યથાશક્તિ અમારી લીટી લાંબી કરવામાં વ્યસ્ત છીએ. અમે કોઈ રેસમાં નથી. અમારો માર્ગ અલગ છે અને અમે નિરંતર યાત્રામાં છીએ. મંઝીલનો મોહ નથી, યાત્રાનો આનંદ છે. અમે અમારી પોતાની કેડી પર ચાલી રહ્યાં છીએ અને એ કેડી અમે જ બનાવેલી છે.

- Advertisement -

ઈવનિંગ ડેઈલીમાં સામાન્યત: મેગેઝિન સેકશન પર ખાસ ધ્યાન અપાતું નથી. ન્યૂઝ અને મેગેઝિન વિભાગ વચ્ચે સંતૂલન જાળવવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યાં છીએ. શનિવારી ‘વીક ઍન્ડ સ્પેશિયલ’ અંકમાં ગુજરાતીના ખ્યાતનામ લેખકોના તથા તરવરીયા નવા લેખકોના રસ ઝરતાં લેખો આપણાં અખબારમાં પ્રકાશિત થાય છે અને ખૂબ વંચાય છે. અમે પરંપરાગત પત્રકારત્વના અનેક નિયમો તોડ્યા છે. તદ્દન હટકે કહી શકાય તેવા ઍકસ્ક્લુઝિવ અહેવાલોની અમે ફ્રન્ટ પેજ લીડ સ્ટોરી બનાવી છે. અનેક પ્રસંગોએ પ્રથમ પેજ પર લેખ પ્રકાશિત કર્યા છે. અમે કોઈ ધારાધોરણમાં બંધાયા નથી, બંધાશું પણ નહીં.

આજે જમીન કૌભાંડિયાઓથી લઈને ભ્રષ્ટ અધિકારીઓ સુધીનાં વર્ગમાં ‘ખાસ-ખબર’નો ખૌફ છે. એમને ખ્યાલ છે કે, આ લોકોની હડફેટે ચડીશું તો કોઈ બચાવી નહીં શકે. પરિણામની પરવા કર્યાં વગર અમે સતત આક્રમક પત્રકારત્વ કરી રહ્યાં છીએ. અમારી ટેગલાઈન જ બધું કહી જાય છે: છોડે નહીં કોઈ કસર….

સાંધ્ય અખબારોમાં ‘ખાસ-ખબર’એ પોતાનું એક સ્થાન બનાવ્યું છે. કોઈ દાવો નથી કરવો. પ્રથમ, બીજું કે ત્રીજું…. એવી કોઈ નંબર ગેઈમમાં પડીને કોઈની લીટી નાની કરવાનો પ્રયાસ હરગીઝ નથી. અમે યથાશક્તિ અમારી લીટી લાંબી કરવામાં વ્યસ્ત છીએ. અમે કોઈ રેસમાં નથી. અમારો માર્ગ અલગ છે અને અમે નિરંતર યાત્રામાં છીએ. મંઝીલનો મોહ નથી, યાત્રાનો આનંદ છે. અમે અમારી પોતાની કેડી પર ચાલી રહ્યાં છીએ અને એ કેડી અમે જ બનાવેલી છે.

You Might Also Like

આવતીકાલે ઉમેદવારોની નહીં મતદારોની પરીક્ષા

અઘોરાચાર્ય બાબા કામરાજજી અને સિદ્ધ દક્ષિણ કાલી પીઠ, હરિદ્વારનું દિવ્ય તીર્થ…

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

હાઈડ્રોજન બૉમ્બ નહીં… ફક્ત સૂરસૂરિયાં

ફિનલેન્ડ, જાપાન અને જર્મની: ભારતીયો માટે નવા ડ્રીમ ડેસ્ટિનેશન

TAGGED: Khas-Khabar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રચાર પ્રસારના યોગ્ય આયોજનના અભાવે સારી ગુજરાતી ફિલ્મોના બાળ મૃત્યુ થઇ રહ્યા છે ?
Next Article સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તો શિવતત્વમાં લિન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ!

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત
AI કંપનીઓનું જોર : તાઇવાન બાદ દક્ષિણ કોરીયાનું શેરબજાર ભારતથી આગળ
`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
બિલ્ડિંગ ધરાશાયી, જીવ બચાવવા સબવે સ્ટેશનમાં છુપાયા લોકો…: યુક્રેન પર રશિયાના હુમલામાં 9ના મોત
અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંતા ગ્રુપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આવતીકાલે ઉમેદવારોની નહીં મતદારોની પરીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
Kinnar Acharya

અઘોરાચાર્ય બાબા કામરાજજી અને સિદ્ધ દક્ષિણ કાલી પીઠ, હરિદ્વારનું દિવ્ય તીર્થ…

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
Kinnar Acharya

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?