By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    17 hours ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    18 hours ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    18 hours ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    18 hours ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    18 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    17 hours ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    18 hours ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    2 days ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    2 days ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    19 hours ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    3 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor
Last updated: 2026/08/06 at 4:20 PM
Khaskhabar Editor 1 month ago
Share
13 Min Read
SHARE

નકલી પનીર, બટર, ઘી અને ઘણુંબધું….

નકલી પનીર-બટર કે ઘી બનાવવા બદલ 6 મહિનાની સજા પર્યાપ્ત નથી, આવા લોકો માટે આજીવન કેદ સુધીની જોગવાઈ હોવી જોઈએ

- Advertisement -

શાકભાજી કે અનાજના પાકમાં માનવજાત માટે અત્યંત જોખમી જંતુનાશકો પાણીની જેમ છાંટતા ખેડૂતો પર ઍકશન કેમ નહીં? સવાલ એ પણ છે કે, મોટાભાગનાં દેશોમાં પ્રતિબંધિત છે એવા જંતુનાશકો અને ખાતર પર ભારતમાં શા માટે બૅન નથી?

ચોતરફ નકલી અને માત્ર નકલીની ભરમાર છે. નકલી IPS, નકલી IAS, નકલી ટોલનાકા, નકલી ઘી, નકલી તેલ, નકલી ઘી-માખણ અને દહીં આપણે સૌ નકલી માનવીઓ છીએ, નહીંતર જંતરમંતર પર એક પ્રચંડ આંદોલન નકલી-કેમિકલયુક્ત ફૂડ વિરુદ્ધ ક્યારેક તો થયું હોય

ભારતના લગભગ દરેક મોટાં શહેરમાં સ્થાનિક ઑથોરિટી હોટેલ-રેસ્ટોરાં પર દરોડા કરે છે, ચેકિંગ કરે છે. દરરોજ તેઓ સમાચાર માધ્યમોને સમાચાર મોકલે છે: આજે ફલાણી રેસ્ટોરાંમાંથી 50 કિલો વાસી ગ્રેવી, ધનેડાંવાળો લોટ ઝડપાયો, કિચનમાં વંદા જેવા મળ્યાં, ફુગવાળા ખાદ્ય પદાર્થો મળ્યા, સડેલાં શાકભાજી મળી આવ્યા અને બસ્સો કિલોગ્રામ ખાદ્યસામગ્રીનો નાશ કરાયો… ચાલો, તાળીઓ વગાડો… સરકારી વિભાગે અદ્ભુત કામગીરી કરી. પણ, બીજે દિવસે શું થાય છે? ફરી એ જ રેસ્ટોરાં ચાલું થઈ ગઈ હોય છે. નોટિસ આપવામાં આવે છે, ક્યારેક થોડો દંડ કરવામાં આવે. બસ, આટલી જ સજા.
ભારતમાં કોઈને થપ્પડ મારવા માટે સજા છે, ડ્રાઈવિંગ લાયસન્સ વગર કે પી.યુ.સી. વિના નીકળો તો દંડ છે, આર.સી. બૂક ન હોય તો સ્કૂટર સીઝ થઈ જાય છે પરંતુ લોકોના જીવ સાથે રમત રમતાં શઠ-બદમાશ વેપારીઓ, નકલી ખાદ્યપદાર્થો બનાવતાં દૈત્યો સામે કાનૂનનાં હાથ હેઠાં પડી જાય છે. ખાદ્યપદાર્થોમાં ઝેરી ભેળસેળ સામે કારગત થઈ શકે તેવાં કોઈ કાયદા જ નથી અને કાનૂન બનશે પછી તેનો યોગ્ય અમલ નહીં થતો હોય.
ખાડામાં જાય વન નેશન, વન ઈલેકશન અને તેલ લેવા જાય બાંધકામની ઊંચાઈ નક્કી કરતા કાયદાઓ… અહીં નકલી દૂધ બનાવતાં કે નકલી ઘી ઉત્પાદન કરતાં લોકોને ફાંસી સુધીની જોગવાઈ હોય તેવાં ફૂડનાં કાનૂન કેમ બનતાં નથી? શાકભાજી કે અનાજના પાકમાં માનવજાત માટે અત્યંત જોખમી જંતુનાશકો પાણીની જેમ છાંટતા ખેડૂતો પર ઍકશન કેમ નહીં? સવાલ એ પણ છે કે, મોટાભાગનાં દેશોમાં પ્રતિબંધિત છે એવા જંતુનાશકો અને ખાતર પર ભારતમાં શા માટે બૅન નથી?
માનવ જિંદગી આ દેશમાં બહુ સસ્તી જણસ છે. જાહેર આરોગ્ય કે પબ્લિક હેલ્થ સરકારોનાં અગ્રતાક્રમમાં એકથી ત્રણ નંબરમાં હોવા જોઈએ, આપણે તેને એકથી પચાસ નંબરમાં પણ સામેલ કર્યાં નથી. ગુજરાત સરકારે ગઈકાલે જ એનાલોગ પનીર-બટર પર પ્રતિબંધ મૂક્યો. ત્રણ-ચાર દશક સુધી ભેળસેળિયા તત્ત્વોએ આવું ઝેર લોકોને ખવડાવ્યું. આ પામ ઓઈલ, કેમિકલ, મેંદા વગેરેના ઉપયોગથી બનેલાં પનીરને લીધે અને બટરના નામે વેંચાતા હલકા વેજીટેબલ ઓઈલ તથા રસાયણોને લીધે અનેક લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું. કોઈને કશો ફરક પડ્યો નહીં. હવે નિયમ બન્યો તો પણ કેવો? માત્ર છ મહિના સુધીની સજા! વાસ્તવમાં આવા અપરાધ માટે આજીવન કેદ અથવા મૃત્યુદંડ સુધીની સજા હોવી જોઈએ. નવા કાનૂન મુજબ તો આવું કરનારા આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જશે.
શું આપણને આ બાબતે કોઈ ગંભીરતા નથી? ચોતરફ નકલી અને માત્ર નકલીની ભરમાર છે. નકલી આઈ.પી.એસ., નકલી આઈ.એ.એસ., નકલી ટોલનાકા, નકલી ઘી, નકલી તેલ, નકલી ઘી-માખણ અને દહીં. આપણે સૌ નકલી માનવીઓ છીએ, નહીંતર જંતરમંતર પર એક પ્રચંડ આંદોલન નકલી-કેમિકલયુક્ત ફૂડ વિરુદ્ધ ક્યારેક તો થયું હોય. નીટના પેપર લીક અને કૠઇઝચ સમાજની તીડીઓનાં રાઈટ્સ કરતાં ઝેરરહિત ખાદ્યપદાર્થો મેળવવાનો હક્ક શું વધારે અગત્યનો નથી?
ભારત-જે દેશ તેના સમૃદ્ધ મસાલા, તાજા શાકભાજી અને ‘અન્ન એ જ પૂર્ણબ્રહ્મ’ના સનાતન સંસ્કારો માટે જગતભરમાં પ્રખ્યાત છે. તે જ દેશના આધુનિક રસોડામાં અને ડાઇનિંગ ટેબલ પર આજે ક્ષણિક જીભના ચટાકા પાછળ એક ધીમું, અદ્રશ્ય અને ભયાનક મીઠું ઝેર પીરસાઈ રહ્યું છે. રસ્તાના ખૂણે મળતાં સ્ટ્રીટ ફૂડથી લઈને ઝગમગતા સુપરમાર્કેટના રેક્સમાં સજાવેલી આકર્ષક પેકેજ્ડ ચીજો સુધી, આજે ભારતીય પબ્લિક હેલ્થ (જાહેર આરોગ્ય) સાથે જે રીતે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યાં છે, તે માત્ર વ્યાપારી બેદરકારી નથી, પણ એક સાંસ્કૃતિક અને શારીરિક શોષણની કરૂણ કથા છે.
આપણે એવા દોરમાં જીવી રહ્યાં છીએ જ્યાં ‘ઝડપ’ એ જીવનનો મંત્ર બની ગઈ છે. ‘ઇન્સ્ટન્ટ’ સંસ્કૃતિના આ યુગમાં, પેકેજ્ડ ફૂડ કંપનીઓએ આપણી આ આળસ અને સગવડપ્રિયતાનો લાભ ઉઠાવીને સ્વાસ્થ્યની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે. પરંતુ સૌથી દુ:ખદ અને આક્રોશજનક બાબત તો એ છે કે, વિશ્ર્વવિખ્યાત મલ્ટીનેશનલ કંપનીઓ ભારતીય ગ્રાહકો માટે અને વિકસિત દેશોના ગ્રાહકો માટે બેવડાં ધોરણો અપનાવી રહી છે.
વિચારો કે એક જ બ્રાન્ડ, એક જ નામ અને એક જ પેકિંગ ધરાવતી વસ્તુ પશ્ર્ચિમના દેશોમાં સ્વાસ્થ્યવર્ધક બનીને વેચાય છે, જ્યારે ભારતમાં તે જ વસ્તુ શરીરના અંગોને ધીમે ધીમે કોરી ખાતું રસાયણ બની જાય છે!
અમેરિકા કે યુરોપના બજારોમાં જ્યારે તમે પ્રિંગલ્સની ચિપ્સનો ડબ્બો ખરીદો છો, ત્યારે તેમાં વપરાયેલું તેલ મહદઅંશે ઓલિવ ઓઇલ , સનફ્લાવર કે કોર્ન ઓઇલ હોય છે. પરંતુ ભારતના સુપરમાર્કેટમાં મૂકેલા એ જ પ્રિંગલ્સના કેનમાં પાછળનું નાનું લેબલ વાંચો-ત્યાં સ્પષ્ટ લખેલું મળશે: ‘પામ ઓઇલ’. અને પામ ઓઇલ એ સેચ્યુરેટેડ ફેટથી ભરપૂર એવું સ્વસ્તું તેલ છે જે હૃદયની ધમનીઓને બ્લોક કરવા માટે સૌથી વધુ જવાબદાર માનવામાં આવે છે. બ્રિટનમાં કેડબરી ચોકલેટ બનાવતી વખતે ગુણવત્તાયુક્ત કોકો બટર કે હેલ્ધી ઓઇલનો ઉપયોગ કરવાનો આગ્રહ રખાય છે, જ્યારે ભારતમાં વેચાતી એ જ ચોકલેટોમાં કોકો બટરનો ભાગ ઘટાડીને સસ્તા ‘હાઇડ્રોજનેટેડ વેજિટેબલ ઓઇલ’ કે પામ ઓઇલનો બહોળો ઉપયોગ થાય છે. પરિણામે, બાળકો જેને પ્રેમથી દાબે છે, તે ચોકલેટ ભારતમાં માત્ર સુગર અને હાનિકારક ફેટનો ગોળો બનીને રહી જાય છે.
શા માટે આ ભેદભાવ? શું ભારતીય નાગરિકોના હૃદય અને કોલેસ્ટ્રોલ અમેરિકન કે બ્રિટીશ નાગરિકો કરતાં અલગ ધાતુના બનેલા છે? ના, કારણ માત્ર એટલું જ છે કે પશ્ર્ચિમમાં કડક કાયદાઓ અને જાગૃત ગ્રાહકો છે, જ્યારે ભારતમાં ‘ચાલશે, દોડશે’ની મનોવૃત્તિ અને ઢીલું કાયદાકીય માળખું છે.

- Advertisement -

ટ્રોપિકાનાથી લઈ રીયલ સુધીની બ્રાન્ડનાં જ્યુસમાં ફળોનો રસ માત્ર 25% હોય છે અને પેકેટ પર તેઓ લખે છે 100% નેચરલ જ્યુસ! ટોમેટો કેચપમાં વધીને આઠથી પંદર ટકા ભાગ ટમેટાંનો હોય છે, બાકી કોળું અને સસ્તાં શાકભાજી અને રસાયણો. ક્રીમ બિસ્કિટમાં મોટું કૌભાંડ ચાલે છે. બેઉની વ્યાખ્યામાં પણ ફરક છે. વેજીટેલ ઓઈલ (ડાલ્ડા કે પામ ઓઈલ અને એવું બધું)માંથી બનાવેલી પ્રોડક્ટ. જ્યારે  એટલે મિલ્કફેટમાંથી બનેલી વસ્તુ. ભારતની એક બિસ્કિટ બ્રાન્ડ દેખાડો-જેનાં પર ઈછઊઅખ બિસ્કિટ લખ્યું હોય.

આજે બિસ્કિટ, કોલ્ડ્રિંક્સ, નૂડલ્સ, સોસ અને પેકેજ્ડ જ્યુસના નામે જે વેચાઈ રહ્યું છે તે ખરેખર ‘ખોરાક’ છે કે રાસાયણિક કચરો? કોઈપણ ડાયાબિટીસના દર્દી કે વજન ઘટાડવા માંગતા વ્યક્તિના હાથમાં ‘ડાઇજેસ્ટિવ બિસ્કિટ’ કે ‘મલ્ટીગ્રેન બિસ્કિટ’નું પેકેટ જોવા મળશે. બ્રાન્ડ્સ દાવો કરે છે કે આમાં ઘઉં અને ફાયબર છે. પરંતુ પેકેટ ફેરવીને તેના ઘટકો વાંચશો તો ખબર પડશે કે તેમાં 60થી 70 ટકા તો મેંદો જ છે! અને સાથે ઉમેરેલું છે અતિશય પામ ઓઇલ અને સુગર. એ જ રીતે ‘મસાલા ઓટ્સ’ના નામે વેચાતી વસ્તુઓમાં સોડિયમ (મીઠું) અને કૃત્રિમ ફ્લેવર્સ એટલી માત્રામાં હોય છે કે તે બ્લડ પ્રેશરને સીધું આસમાને પહોંચાડી દે.
કોલ્ડ્રિંક્સમાં કેફીન, ફોસ્ફોરિક એસિડ અને અતિશય ખાંડ હોવાનું તો જાણીતું છે જ, પણ ‘100% નેચરલ જ્યુસ’ના નામે વેચાતા ડબ્બાઓ પણ કંઈ ઓછા ખતરનાક નથી. ફળોના રસમાંથી નેચરલ ફાયબર કાઢી નાખીને તેમાં ‘ક્ધસન્ટ્રેટ’ (એકાગ્રિત રસ) અને ફ્રુક્ટોઝ કોર્ન સિરપ ઉમેરવામાં આવે છે. એક બોટલ કોલ્ડ્રિંક કે પ્રોસેસ્ડ જ્યુસ પીવાનો અર્થ છે એકસાથે 8 થી 10 ચમચી ખાંડ સીધી લીવરમાં ઠાલવવી!
કંપનીઓ ગ્રાહકને મૂર્ખ બનાવવા માટે લેબલ પર મોટા અક્ષરે લખે છે: પરંતુ પાછળથી તે જ વસ્તુમાં ‘માલ્ટોડેક્સટ્રિન’, ‘ડેક્સ્ટ્રોઝ’, કે ‘કોર્ન સિરપ’ ઉમેરે છે. આ બધા ખાંડના જ બીજાં નામો છે, જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ સાદી ખાંડ કરતાં પણ ઊંચો હોય છે!

ભારતીય થાળીમાંથી તાજો ખોરાક ગાયબ થઈ રહ્યો છે અને તેની જગ્યા પ્રોસેસ્ડ ફૂડે લઈ લીધી છે. આ ખોરાકને મહિનાઓ સુધી બગડતો અટકાવવા માટે જે કેમિકલ્સ વપરાય છે, તે માનવ શરીર માટે ધીમું ઝેર છે.
ભારતમાં નમકીન, ભુજિયા, બિસ્કિટ, બેકરી પ્રોડક્ટ્સ, ચોકલેટ્સ અને ઇન્સ્ટન્ટ નૂડલ્સ-બધામાં પામ ઓઇલનો આડેધડ ઉપયોગ થાય છે. સસ્તું હોવાને કારણે કંપનીઓ ગ્રાહકોના હૃદયની ધમનીઓ ચોંટાડી દેતાં આ તેલનો ઉપયોગ અટકાવતી નથી. ચાઇનીઝ ફૂડથી લઈને ચિપ્સ સુધી વપરાતો ‘મોનોસોડિયમ ગ્લુટામેટ’ મગજના સ્નાયૂઓને ઉત્તેજિત કરીને વધુ ખાવાની આદત પાડે છે. આ સિવાય, પ્રોસેસ્ડ ફૂડમાં વપરાતા ટેટ્રાઝીન જેવા કૃત્રિમ રંગો બાળકોમાં ચંચળતા અને કેન્સર જેવા રોગો માટે આશંકા જગાડે છે. ખોરાકને સાચવવા માટે તેમાં અતિશય માત્રામાં પ્રોસેસ્ડ મીઠું ઉમેરાય છે, જે નાની ઉંમરે હાઈ બ્લડ પ્રેશર અને કિડનીની સમસ્યાઓને નોતરે છે.

ભારત આજે એક વિચિત્ર સ્વાસ્થ્ય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ આપણે ડાયાબિટીસની વૈશ્ર્વિક રાજધાની બની રહ્યા છીએ, તો બીજી તરફ નાની ઉંમરે હાર્ટ એટેક, લિવરની ચરબી અને કેન્સરના કેસોમાં કલ્પના બહારનો ઉછાળો આવ્યો છે. આજે 5થી 15 વર્ષના બાળકોમાં સ્થૂળતા અને આઇબીએસ જેવી પેટની બીમારીઓ વધી ગઈ છે. તેનું મુખ્ય કારણ દૂધ અને તાજા ફળોના બદલે પેકેજ્ડ વેફર્સ, નૂડલ્સ અને એનર્જી ડ્રિંક્સનો અતિરેક છે. જે રોગો પહેલાં માત્ર અતિશય દારૂ પીનારાઓમાં જોવા મળતા હતા, તે ‘નોન-એલ્કોહોલિક ફેટી લિવર’ ના રોગો આજે નાના બાળકો અને યુવાનોમાં જોવા મળે છે-માત્ર અને માત્ર પેકેજ્ડ ફૂડમાં રહેલાં ફ્રુક્ટોઝ અને પામ ઓઇલને કારણે.

સવાલ એ થાય છે કે, આ બધું કોની છત્રછાયા હેઠળ ચાલે છે? શું આપણી ફૂડ સેફ્ટી ઓથોરિટીઝ આ બાબતથી અજાણ છે?
હકીકત એ છે કે, મોટા વ્યાપારી હિતો અને અબજો ડોલરની આ ઇન્ડસ્ટ્રી સામે નીતિ-નિયમો વારંવાર નબળા સાબિત થાય છે. પશ્ર્ચિમી દેશોમાં ‘ફ્રન્ટ-ઓફ-પેક લેબલિંગ’ કડક છે-જ્યાં પેકેટની આગળ જ મોટા અક્ષરે ચેતવણી આપવી પડે છે કે આમાં ખાંડ કે ફેટનું પ્રમાણ ખતરનાક સ્તરે છે (જેમ કે સિગારેટના પેકેટ પર હોય છે) પરંતુ ભારતમાં આ પ્રકારના કાયદા લાવવાના પ્રયાસોને ફૂડ લોબી દ્વારા વારંવાર પાછા ઠેલવવામાં આવે છે અથવા તેને એટલા જટિલ બનાવી દેવાય છે કે સામાન્ય ગ્રાહક કશું સમજી જ ન શકે.

ઉપરાંત, ટીવી અને સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝ અને રમતવીરો દ્વારા આ અનહેલ્થી પ્રોડક્ટ્સનું એવું તો આકર્ષક માર્કેટિંગ કરવામાં આવે છે કે સામાન્ય ગ્રાહક ભ્રમિત થઈ જાય છે. ‘સ્પોર્ટ્સ ડ્રિંક’ના નામે ખાંડનું પાણી વેચાય છે અને ‘હેલ્થ ડ્રિંક’ના નામે પ્રોટીન વગરની સુગર પાવડર બાળકોને પાવામાં આવે છે.
જ્યાં સુધી દેશનો ગ્રાહક જાગૃત નહીં થાય, ત્યાં સુધી આ નફાખોરીનો ખેલ અટકવાનો નથી. ગ્રાહકોએ હવે પેકેટની આગળનું ચમકતું ચિત્ર જોવાને બદલે પાછળ આપેલી ‘ઈંક્ષલયિમશયક્ષતિં’ની યાદી વાંચવાની આદત પાડવી પડશે. જો પહેલું કે બીજું ઘટક મેંદો, ખાંડ કે પામ ઓઇલ હોય, તો તે વસ્તુ સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે. આપણા રસોડામાં સદીઓથી વપરાતા તલ, સરસવ, મગફળી અને ઘી જેવા દેશી સ્ત્રોતો તરફ પાછા વળવાનો સમય આવી ગયો છે. પેકેજ્ડ નાસ્તાને બદલે શેકેલા ચણા, મખાના, તલના લાડુ કે તાજા ફળોને સ્થાન આપવું પડશે.
દેશના નાગરિકોએ એવો સૂર ઉઠાવવો પડશે કે જો આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ યુરોપ કે અમેરિકામાં ઓલિવ ઓઇલ કે શુદ્ધ કોકો બટર વાપરી શકતી હોય, તો ભારતીય ગ્રાહકોને સેક્ધડ-ક્લાસ નાગરિક ગણીને પામ ઓઇલ કે કેમિકલ્સ પીરસવાની છૂટ તેમને ન મળવી જોઈએ.
ખોરાક એ માત્ર પેટ ભરવાનું સાધન નથી, પણ એ આપણા શરીરનું ઈંધણ છે, આપણા ભવિષ્યનું નિર્માણ છે. જ્યારે કોઈ દેશની ખાણીપીણીમાં આ રીતે ભેળસેળ અને વ્યાપારી લોલંલોલ ચાલે, ત્યારે તે માત્ર ગ્રાહક અધિકારોનું હનન નથી, પણ આવનારી પેઢીઓના સ્વાસ્થ્ય સામેનો એક મોટો ગુનો છે.
જ્યાં સુધી આપણે જીભના બે મિનિટના સ્વાદ માટે આપણા શરીરના સદીઓ જૂના એન્જિનને ઝેર આપતા રહીશું, ત્યાં સુધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને પેકેજ્ડ ફૂડ કંપનીઓ આપણા સ્વાસ્થ્યના ભોગે પોતાના ખજાના ભરતી રહેશે. સમય આવી ગયો છે કે ભારતીય ગ્રાહક પોતાની થાળી પ્રત્યે જાગૃત થાય, વિરોધ નોંધાવે અને ‘સ્વાસ્થ્ય સાથે સદાચાર’ની માંગ કરે. કારણ કે નિરોગી શરીર જ સમૃદ્ધ રાષ્ટ્રનો સાચો પાયો છે. તો થઈ જાય જંતર-મંતર પર એક આંદોલન?

 

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિરમગામના 15 ગામમાં રાહત કાર્યક્રમ : ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરીમાં સહાય અર્પણ કરાઇ
Next Article હવે પંજાબી સબ્જી, પિત્ઝા, સેન્ડવીચના ભાવ વધશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC 6 હજાર વધારાની બસ દોડાવાશે
રેસકોર્સમાં ગણેશ વિસર્જન માટે 111 પવિત્ર નદીઓના જળનો વિશાળ કુંડ બનાવાયો
પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
ઋષિ પંચમીએ ત્રંબામાં ત્રિવેણી નદીના કિનારે એક દિવસીય મેળામાં હજારો મહિલાઓની ભીડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?