By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    10 hours ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    1 day ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    2 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    2 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    10 hours ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    10 hours ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    1 day ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    1 day ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કચ્છની સૂકી ધરતી પર નર્મદાનું પાણી પહોંચાડીને અમારી સરકારે કચ્છને પાણીદાર બનાવ્યું : મુખ્યમંત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > કચ્છની સૂકી ધરતી પર નર્મદાનું પાણી પહોંચાડીને અમારી સરકારે કચ્છને પાણીદાર બનાવ્યું : મુખ્યમંત્રી
ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છ

કચ્છની સૂકી ધરતી પર નર્મદાનું પાણી પહોંચાડીને અમારી સરકારે કચ્છને પાણીદાર બનાવ્યું : મુખ્યમંત્રી

Khaskhabar Editor
Last updated: 2021/08/05 at 5:26 PM
Khaskhabar Editor 5 years ago
Share
13 Min Read
SHARE

 ગુજરાતનો ખેડૂત ખેતરમાં ડોલર અને પાઉન્ડ કમાતો થાય તેવું કૃષિ કલ્યાણનું રોલ મોડેલ બનાવવું છે.
 કચ્છમાં પાણી માટે પહેલા હિજરત થતી અમે પીવાનું પાણી આપ્યા પછી ખેતરમાં નર્મદાના પાણી પહોંચાડ્યા.
 સૌની યોજનાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સોનાનો સુરજ ઉગશે: કચ્છ જિલ્લામાં કૃષિ વેટનરી કોલેજ બનાવાશે.
 ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા ગુજરાત આગળ વધી રહ્યું છે.
 ગુજરાતમાં ૧૦૦ એફ.પી.ઓ બનશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કચ્છની ધરતી પર કિસાનોનું સન્માન:
કિસાન સન્માન દિવસ નિમિત્તે કૃષિ કલ્યાણની રાજ્યવ્યાપી સેવાઓનો પ્રારંભ

- Advertisement -

કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્યના વધુ ૧૪૦૦થી વધુ ગામમાં
ખેડૂતોને દિવસે વીજળી આપવાની કામગીરીનો પ્રારંભ 

કચ્છમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે કિસાનોનું સન્માન અને કૃષિ કલ્યાણકારી યોજનાઓના
લાભો અને કૃષિ સાધન સહાયનું વિતરણ

કૃષિ પરિવહન યોજના અંતર્ગત ૧૪ કૃષિલક્ષી વાહનોને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ-ભુજમાં કિસાન સન્માન દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના કૃષિકારોનું સન્માન કરતા સ્પષ્ટ જણાવ્યું કે અમારી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે. ૨૫ વર્ષ પહેલા અગાઉની સરકારોએ ખેડૂતને અધોગતિ તરફ ધકેલી દીધો હતો.
ખેડૂતનું કલ્યાણ અને હિત થાય અને ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારે અથાગ પરિશ્રમ કર્યો છે તેમ જણાવીને ખેડૂતના નામે માત્ર વાતો કરનારા ખેડૂત વિરોધીઓને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ કાન ખોલીને સાંભળી લે કે જગતનો તાત અન્નદાતા સુખી અને સમૃદ્ધ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના શરૂ કરીને ગામડાં અને ખેતીને બેઠી કરવા પાયો નાખ્યો અને અમારી સરકારે વડાપ્રધાને ચીંધેલા કૃષિ વિકાસના માર્ગે કૃષિ કલ્યાણના અનેક નિર્ણયો લઈને ખેડૂતની પ્રગતિ થાય તે દિશામાં નક્કર કામ કર્યું છે.

- Advertisement -


પાંચ વર્ષમાં રાજ્ય સરકારે કૃષિ કલ્યાણના કરેલા કાર્યો અને યોજનાઓની વિસ્તૃત માહિતી આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતીમાં રાત્રે ઉજાગરા ન કરવા પડે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરાવીને ખેડૂતના હિતમાં એક ઐતિહાસિક પગલું લેવાયું છે. રાજ્યમાં આજથી વધુ ૧૪૦૦ ગામોમાં દિવસે વીજળી પહોંચી રહી છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતના ખેડૂતમાં તાકાત રહેલી છે. તેને પાણી બિયારણ અને વીજળી મળે તો સોનુ પકાવવા જેવી ખેડૂતમાં ક્ષમતા છે તેમ ખેડૂતોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે અગાઉ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણી માટે હિજરત કરવી પડતી હતી ત્યારે ખેતીમાં નર્મદાનું સિંચાઈનું પાણી અપાશે એવી કોઈને કલ્પના ન હતી. અમે છેક કચ્છના સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડીને કચ્છ અને સૌરાષ્ટ્રને પાણીદાર બનાવ્યું છે. કચ્છમાં સોનાનો સૂરજ ઊગવાનો છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે કચ્છમાં પશુપાલન અને ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.


મુખ્યમંત્રીશ્રીએ આ તકે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ અને વેટરનરી કોલેજ બનાવવામાં આવશે. કચ્છના પશુપાલનને ઉત્તેજન આપીને પશુપાલકની પણ આપણે પ્રગતિ કરવી છે.
મુખ્યમંત્રીએ ગુજરાતના ખેડૂતોની વિશાળ ક્ષમતા અને આગવી કોઠાસૂઝને સન્માનિત પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂત ખેતરમાં ડોલર અને પાઉન્ડ પકવતો થાય અને કૃષિ પેદાશો દેશમાં અને વિદેશમાં તેની માંગ વધે વિકાસ થાય તેવું રોલ મોડલ ગુજરાતમાં પ્રસ્થાપિત કરવું છે.


છેલ્લા પાંચ વર્ષમાં સાડા પાંચ લાખ ખેતીવાડી ક્ષેત્રે કનેક્શન આપવામાં આવ્યા છે. ૧૯ હજાર કરોડના ખર્ચે ખેડૂતોની ખેત પેદાશો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. પહેલા ખેડૂત દેવાદાર હતો. ઊંચા વ્યાજે લોન લેવી પડતી હતી. સરકારે ઝીરો ટકા વ્યાજે લોન આપીને સાત પગલાં ખેડૂત કલ્યાણના સહિત અનેક યોજના લાવીને ખેડૂતને વિકાસની મુખ્યધારામાં જોડવા સેવાયજ્ઞ કર્યો છે.
કૃષિ કલ્યાણ માટે રૂપિયા 9 હજાર કરોડના કૃષિલક્ષી પેકેજ આપવામાં આવ્યા છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ મૂલ્યવર્ધિત ખેતી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે રાજ્ય સરકારની કૃષિલક્ષી યોજનાઓનો ખેડૂતોને લાભ લેવાનું જણાવીને ગુજરાતનો ખેડૂત વિશ્વની બજારમાં ઊભો રહે અને ક્યાંય પાછો ના પડે તે માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં પ૧ એફ.પી.ઓ બનાવવાની યોજના ગુજરાતમાં આગળ વધી રહી છે, અત્યાર સુધીમાં ૫૧ એફ.પી.ઓ બની ગયા છે અને ૧૦૦ એફ.પી.ઓ બનાવવાનું સરકારનું આયોજન છે તેમ જણાવ્યું હતું.


આ પ્રસંગે કૃષિ મંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે રાજય સરકારે સતત પાંચ વર્ષ સુધી જનસેવા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું છે. ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે કાંટાળી વાડની યોજના અમલમાં મૂકીને ખેડૂતોની ચિંતા દૂર કરી છે. વીજ વિતરણ વ્યવસ્થામાં ખેડૂતો માટે પાંચ વર્ષમાં ૨૯ હજાર કરોડથી વધુ સબસિડી આપવામાં આવી છે. ખાતરમાં ૧૯ હજાર કરોડથી વધુ અને યાંત્રીકરણ ટ્રેક્ટર માટે ૬૨૫ કરોડની સહાય આપવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યના ૧૨૦ સ્થળોએ કૃષિ સન્માન દિવસના કાર્યક્રમોમાં ૪૩ કરોડથી વધુ રકમના કૃષિ લક્ષી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ ૧૪૦૦થી વધુ ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો કચ્છ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. કચ્છના ભુજમાં વરસાણી હાઇસ્કૂલના મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં સરદાર પટેલ એવોર્ડ વિજેતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું .સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સહાય અને કૃષિ ઓજારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કૃષિ પરિવહન યોજના અંતર્ગત કૃષિકારોના ૧૪ વાહનો લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ હસ્તે જૈવિક પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથા રજૂ કરતાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. બીજ નિગમના ખેડૂતો માટેના સાત ગોડાઉનોનું મુખ્યમંત્રી હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.


કૃષિ અને ઉર્જા વિભાગ આયોજીત આ કાર્યક્રમમાં અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્માએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર. મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, કૃષિ વિભાગના સચિવ મનીષ ભારદ્વાજ, રાજીવ ગુપ્તા, પીજીવીસીએલના ધીમંતકુમાર વ્યાસ અને ખેતીવાડી નિયામક બી. એમ .મોદી, વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત કલેકટર પ્રવિણા ડી.કે., ડીડીઓ સહિતના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

૦૫ ઓગસ્ટ-ર૦ર૧ સમાચાર સંખ્યા ૮૫૭
પાંચ વર્ષ આપણી સરકારના:-
પાંચ વર્ષ સૌના સાથના, સૌના વિકાસના : કિસાન સન્માન દિવસ
દેત્રોજ તાલુકામાં કિસાનોના સન્માનમાં “કિસાન સૂર્યોદય યોજના”નો
પ્રારંભ કરાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

કિસાન સૂર્યોદય યોજના” ખેડૂતો ને “દિવસે વીજળી” અને રાત્રે
નીરાતની નીંદર આપશે :- નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

:-નાયબ મુખ્યમંત્રી:-
 સંવેદનશીલ ગુજરાત સરકારે “જગતના તાત” પ્રત્યે હંમેશા સંવેદનશીલતા દર્શાવી છે: ખેડૂત હિતલક્ષી અનેકવિધ સહાય હાથ ધરી છે
 અગાઉની સરકાર માં પાયમાલ બનતો ખેડૂત અત્યારની સરકારમાં સુખી સંપન્ન થયો છે
 વિવિધ સરકારી સહાયથી ગુજરાતના ખેડૂતનો સર્વાંગી વિકાસ થયો છે
 દેત્રોજ તાલુકા એ ખૂબ જ ટૂંકા ગાળામાં વિકાસની હરણફાળ ભરી છે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે અમદાવાદના દેત્રોજ સ્થિત “કિસાન સમ્માન દિવસ” કાર્યક્રમમા કહ્યું હતું કે, રાજ્યભરમાં કિસાન સુર્યોદય યોજનાના અસરકારક અમલીકરણ થી ખેડૂતને “નિરાંતની નીંદર” મળશે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં આ યોજનાના અસરકારક અમલીકરણ બાદ આજે દેત્રોજ તાલુકાના ૩૦ જેટલા ગામોના ખેડૂતોને આ યોજના થકી ખેતી અને સિંચાઈ માટે દિવસે પણ વીજળી ઉપલબ્ધ થનાર છે જે એક ઐતિહાસિક ક્ષણ છે. આ યોજના દેત્રોજ તાલુકાને જ નહીં રાજ્યના તમામ ખેડૂતો,જગત ના તાતની સુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વ્યક્ત કર્યો હતો.


ગુજરાતના ખેડૂતોનો દાયકાઓથીજે પ્રશ્ન સતાવતો હતો તેની ચિંતા ગુજરાતની સંવેદનશીલ સરકારે કરી છે તેમ જણાવી નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ખેડૂતોની સુખાકારી માટે જનહિત લક્ષી નિર્ણય કરી તેમને દિવસે પણ વિજળી પ્રાપ્ત થાય તે માટેની “કિસાન સૂર્યોદય યોજના” કાર્યરત કરીને રાજ્ય સરકારે ખેડૂતોના હિત માટે પોતાની કટિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અગાઉની સરકારના સમયમાં ખેડૂતોને રાત્રી દરમિયાન ઉજાગરા કરીને ખેતી કરવા જવું પડતું હતું.જે જોખમ ભરેલું હતું. જેની ચિંતા રાજ્ય સરકારે કરીને રાજ્યમાં “કિસાન સૂર્યોદય યોજના” અમલી બનાવી છે.

તેમણે ઉમેર્યુ કે,આઠ થી નવ હજાર કરોડના ખર્ચ મંજુર કરીને જી.ઈ.બી.ના સહયોગથી ખેડૂતોને દિવસ દરમિયાન પણ ખેતી માટે વીજળી મળી રહે તેવું તબક્કાવાર આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પણ તબક્કાવાર કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી શરૂ થવા જઈ રહી છે. રાત્રી ઉપરાંત દિવસ દરમિયાન પણ ખેતી માટે હાઇવોલ્ટેજ સહિત વીજળી ઉપલબ્ધ થાય તે માટે ફીડર બદલવાની આવશ્યકતા રહે છે જેના ઉપલક્ષ્યે આ યોજનાની અમલવારી રાજ્યમાં તબક્કાવાર થઈ રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, “કિસાન સૂર્યોદય યોજના”ના અમલીકરણ થી રાજ્યમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ કરાવતું સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. જે ગુજરાત સરકારની સંવેદનશીલતાની પ્રતિતિ કરાવે છે. ખેડૂતોને વીજળી જ નહીં વિવિધ કૃષિ લક્ષી સહાય આપીને રાજ્ય સરકાર જગતના તાત ના પ્રશ્નોના હર હંમેશ નિરાકરણ લાવ્યા છે.


આજે ગુજરાતના ખેડૂતોનો સન્માન દિવસ છે ત્યારે તે જણાવવું જરૂરી છે કે , રાજ્યની સંવેદનશીલ સરકારે ગુજરાતના ખેડૂતોના હિતને હંમેશાથી પ્રાથમિકતા આપી છે. રાજ્ય સરકારે ખેડૂતો ગ્રામજનોની ચિંતા કરીને નર્મદા યોજના દ્વારા કચ્છ સુધી તેમજ ૩૫૦ કિ.મીની કેનાલ દ્વારા સુજલામ સુફલામ યોજના થકી ઉત્તર ગુજરાતના ગામે-ગામ પાણી પહોંચતું કર્યું છે.જેનાથી આજે ગુજરાત ૧૮ લાખ હેકટર જમીનમાં સિંચાઇ થઈ રહી છે જે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના કાર્યાન્વિત કરીને ગામેગામ પહોંચાડેલ પાણી ની સુવિધાને આભારી છે.

રાજ્યના ખેડૂતનો પાક નિષ્ફળ જતા તેના વળતર રૂપ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે રાજ્યના ખેડૂતોના ઉત્પાદનને સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા સબસીડી અપાય છે. ખેત ઉત્પાદનોને ટેકાના ભાવ નક્કી કરીને ખેડૂતોને આર્થિક સ્તર પર લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

ખેડૂત જગતનો તાત છે અગાઉની સરકારના સમયમાં ખેડૂતોએ ઘણા સંઘર્ષ કર્યા છે પોતાના હક માટે ઘણા આંદોલન કર્યા છે જેમાં ઘણા ખેડૂતો શહિદ પણ થયા છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે,છેલ્લા ૨૫ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોના હિતલક્ષી અનેકવિધ નિર્ણય કરીને પગલાં ભરીને ખેડૂતનો સંઘર્ષ અટકાવ્યો છે.અગાઉની સરકારમાં પાયમાલ બનતા ખેડૂત આજે આર્થિક રીતે સજ્જ અને સુખી સંપન્ન જ નહીં પરંતુ આત્મનિર્ભર પણ બન્યા છે.


તેમણે ઉમેર્યુ કે, તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિચાર ના પરિણામ સ્વરૂપ તેમના કાર્યકાળમાં જ્યોર્તિગ્રામ યોજના દ્વારા રાજ્યના ગામે ગામ વીજળી પહોંચાડવાનું કાર્ય સફળતાપૂર્વક હાથ ધરાયું હતું જેના પરિણામ સ્વરૂપ આજે ગામમાં ૬૦ થી ૭૦ હોર્સ પાવર વીજકનેકશન ઉપલબ્ધ થયા છે જેનાથી ગામનો ખેડૂત સુખી અને સંપન્ન બન્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોની વર્ષ ૨૦૨૨ સુધીમાં આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે જે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સમયસર પાણી વીજળી ખેતી માટે ઉપયોગી બિયારણ અને અદ્યતન સાધનો સહિત ની સહાય પૂરી પાડીને રાજય સરકાર તેમાં મદદરૂપ બની રહી છે. એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ઉત્પાદનો અને બજારમાં કિંમત મળે સારા ભાવ મળે ટેકાના ભાવ મળે તે પ્રમાણેનૂ આયોજન પણ કરવામાં આવ્યું છે.
જય જવાન જય કિસાન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપાઈજી એ આપેલા જય વિજ્ઞાનના સૂત્રને ખરા

અર્થમાં ગુજરાત સરકાર દ્વારા ચરિતાર્થ કરવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે મંત્રીશ્રીએ કડી વિધાનસભાથી ધારાસભ્ય તરીકેના કાર્યકાળ સમયથી દેત્રોજ તાલુકાના તબક્કાવાર વિકાસના સાક્ષી રહ્યા હોવાનું જણાવ્યુ હતું.
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આરંભેલી ગ્રામ્ય વિકાસની મુહિમને આજે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકાર આગળ ધપાવી રહી છે એમ તેમણે કહ્યું હતું.
દેત્રોજ તાલુકાએ ખૂબ જ ટૂંકા સમયગાળામાં વિકાસશીલ તાલુકા થી વિકસિત તાલુકા તરીકેની હરણફાળ ભરી છે તેમ જણાવી આજે દેત્રોજ તાલુકાના ગામોમાં રસ્તા ,વીજળી, પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો સાથે અત્યાધુનિક સુવિધાઓ પણ સજ્જ થઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

“કિસાન સન્માન દિન”ના પવિત્ર અવસરે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે દેત્રોજ તાલુકાના સ્વ.કાંતિભાઈ રાવ, ભાઈલાલ કાકા અને જગદીશ ભાઈ જેવા સામાજિક અગ્રણીઓના યોગદાનને પણ યાદ કર્યા હતા.
“કિસાન સમ્માન દિવસ” કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી એ દેત્રોજ તાલુકાના ખેડૂતોને કૃષિલક્ષી સાધન સહાય,ટૂલ કીટ સહાય જેવી વિવિધ સહાય થી લાભાન્વિત કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રી એ કિસાન પરિવહન હેઠળ ખેડૂતને મળેલ પરિવહન સહાયનું પણ ફ્લેગ ઓફ કર્યું હતું
દેત્રોજ તાલુકાના કિસાન સન્માન દિવસ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઇ, જિલ્લા પંચાયત ચેરમેન વિનોદભાઈ, જિલ્લા કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા,યુ.જી.વી.સી.એલ. ના મુખ્ય ઈજનેર પી.વી. પંડ્યા, પૂર્વ ધારાસભ્ય સર્વ વજુભાઈ ડોડિયા અને તેજસ્વી બેન પટેલ, દેત્રોજ તાલુકા પ્રમુખશ્રી, મામલતદાર સહિત જિલ્લાના અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધોરાજી, કોઠારિયા, કોટડાસાંગાણી અને ગોંડલ ખાતે કિસાન સન્માન દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાશે
Next Article કાગદડી ગામે પુર પ્રકોપ પીડિતોને માત્ર સાત જ દિવસમાં સહાયના ચેક વિતરણ કરી ઈતિહાસ રચતા રાજ્કોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?