૨૮મી ઓગસ્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સેનેટ હોલ ખાતે મંત્રી આર. સી. ફળદુની ઉપસ્થિતિમાં ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવની ઉજવણી કરાશે.
રાજકોટ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની સમગ્ર રાજયમાં ઉજવણી કરવામાં આવનાર છે. જે અન્વયે રાજકોટ ખાતે તા. ૨૮મી ઓગસ્ટના રોજ રાજયના કૃષિ મંત્રી આર. સી. ફળદુની ઉપસ્થિતિમાં ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.
રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સેનેટ હોલ ખાતે સવારના ૧૦-૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી ની સાથે સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું ઝવેરચંદ મેઘાણીના પુસ્તકથી સ્વાગત, મેઘાણીજીના જીવન ઉપર આધારીત ડોકયુમેન્ટ્રી ફિલ્મ તેમજ ઉપસ્થિત કલાકારો દ્વારા ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની પ્રસ્તુતિ રજુ કરવામાં આવશે.
- Advertisement -



