વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનો ઙખ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પીએમ મોદીએ રવિવારે સવારે સોમનાથ ખાતે આયોજિત ’સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’માં ભાગ લીધો. ત્યાર બાદ બપોરે વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં 3,540 એકરમાં ફેલાયેલી 13 નવી ૠઈંઉઈની જાહેરાત કરાઈ હતી. જેમાં જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં સ્માર્ટ ૠઈંઉઈ બનશે. આ તકે ઙખ મોદીએ કહ્યું હતું કે મેં એકવાર કહેલું કે હું જોઈ શકું છું કે, મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ મિનિ જાપાન બનશે. ત્યારે મારી બહુ મજાક ઉડાવી હતી. આજે મારી આંખો સામે હકીકત જોઈ રહ્યો છું. ઙખ મોદીએ કેમ છો? કહી સ્પીચની શરૂઆત કરતા જણાવ્યું કે 2026ના આરંભ બાદ આ ગુજરાતનો પહેલો પ્રવાસ છે. સુખદ એટલે પણ કહી શકાય કે, તેની યાત્રા સોમનાથ દાદાના ચરણમાં શિશ ઝૂકાવીને થઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં 3,540 એકરમાં ફેલાયેલી 13 નવી GIDCની જાહેરાત કરાઈ
વોકલ ફોર લોકલ : હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સ્ટોલ પણ રખાયા હતા, જ્યાં સ્વદેશીના રખેવાળને બિરદાવાયા હતા.
- Advertisement -
હું રાજકોટમાં આ શાનદાર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું, વિકાસ પણ અને વિરાસત પણ… આ મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. જ્યારે પણ વાઇબ્રન્ટ સમિટનો મંચ સજાવવામાં આવે છે ત્યારે મને સમિટ નથી દેખાતી મને 21મી સદીના આધુનિક ભારતની યાત્રા જોવા મળે છે. જે સપનાથી શરૂ થઈ અને આજે એક અતૂટ ભરોસા સુધી પહોંચી ગઈ છે. 2 દાયકાની આ યાત્રા ગ્લોબલ બેન્ચમાર્ક બની ગઈ છે. 10 એડિશન થઈ ગઈ છે. દરેક એડિશન સાથે સમિટની ઓળખ અને ભૂમિકા મજબૂત થતા રહ્યા છે.
હું પહેલા દિવસથી આયોજન સાથે જોડાયેલો રહ્યો છું. શરૂઆતમાં ગુજરાતના સામર્થ્યથી દુનિયા પરિચિત હોય એ તેનો હેતુ હતો. આજે આ સમિટ ગ્લોબલ ગ્રોથ, ઇન્ટરનેશનલ કો-ઓપરેશન અને પાર્ટનરશિપનું મજબૂત પ્લેટફોર્મ બની ગઈ છે.
ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવા આગળ વધી રહ્યું છે
21મી સદીનો ચોથો ભાગ વીતી ગયો છે. ભારતે આ ગાળામાં ખૂબ પ્રગતિ પણ કરી છે. તેમાં ગુજરાતની મોટી ભૂમિકા રહી છે. ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવા આગળ વધી રહ્યું છે. જે આંકડા આવી રહ્યા છે તે સ્પષ્ટ છે કે, ભારત પ્રત્યે દુનિયાની આશાઓ વધી રહી છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતિ ઇકોનોમી છે. મોંઘવારી કાબૂમાં છે. ભારત દૂધ ઉત્પાદનમાં નંબર વન છે. જેનેરિક મેડિસિનમાં નંબર વન છે. સૌથી વધુ વેક્સિન બનાવે છે એ દેશનું નામ ભારત છે.
ભારત દુનિયાનું સૌથી મોટું મોબાઇલ ડેટા ક્ધઝ્યુમર બન્યું
વીતેલા 11 વર્ષમાં ભારત દુનિયાનું સૌથી મોટું મોબાઇલ ડેટા ક્ધઝ્યુમર બન્યું છે. આપણું યુપીઆઈ દુનિયાનું નંબર વન રિયલ ટાઇમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ બન્યું છે. એક સમયે 10માંથી 9 મોબાઈલ બહારથી મગાવતા હતા. આજે દુનિયાનું બીજું સૌથી મોટું મોબાઇલ મેન્યુફેક્ચરર છે. સોલાર પાવર જનરેશનમાં ટોપ-3માં ભારત છે. એવિએશન માર્કેટમાં ત્રીજા નંબરે છીએ. આજે ગ્લોબલ સંસ્થાઓ ભારતને લઈ બુલિશ છે. ઈંખઋ ગ્લોબલ ગ્રોથનું એન્જિન કહે છે અને જઙ 18 વર્ષ પછી રેટિંગ અપગ્રેડ કરે છે. ફિચ રેટિંગ ભારતની મેક્રો સ્ટેબિલિટી અને ફિસકલ ક્રેડિબિલિટીની પ્રશંસા કરે છે. આ ફેક્ટર્સે ભારતને અસીમ સંભાવનાઓનો દેશ બનાવી દીધો છે.



